સરકાર સંસદના નવા સત્રમાં રજુ કરશે વન નેશન વન ઈલેક્શન બિલ
કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સત્રમાં પાંચ બેઠકો થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદના આ વિશેષ સત્રમાં મોદી સરકાર ‘એક દેશ-એક ચૂંટણી’ પર બિલ લાવી...
કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સત્રમાં પાંચ બેઠકો થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદના આ વિશેષ સત્રમાં મોદી સરકાર ‘એક દેશ-એક ચૂંટણી’ પર બિલ લાવી શકે છે. એક દેશ એક ચૂંટણીનો સીધો અર્થ એ છે કે દેશમાં યોજાનારી તમામ ચૂંટણીઓ એક સાથે યોજવી જોઈએ. દેશમાં લાંબા સમયથી ‘વન નેશન-વન ઈલેક્શન’ની ચર્ચા ચાલી રહી છે. આ વર્ષે જાન્યુઆરીમાં કાયદા પંચે આ અંગે રાજકીય પક્ષો પાસેથી છ પ્રશ્નોના જવાબ માંગ્યા હતા. સરકાર તેનો અમલ કરવા માંગે છે, પરંતુ ઘણા રાજકીય પક્ષો તેની વિરુદ્ધ છે. સંસદના વિશેષ સત્ર દરમિયાન UCC અને મહિલા અનામત બિલ પણ રજૂ કરવામાં આવી શકે છે.
Advertisement