અમરેલી સાંસદને યુવતીએ વિડીયો કોલ કરી આપી અશ્લિલ ક્લિપ વાયરલની ધમકી
આજકાલ સાયબર ક્રાઇમનો ભોગ સામાન્ય લોકોથી વધીને દરેકને વત્તા ઓછા પ્રમાણમાં કરી રહ્યાં છે. રાજનેતાઓ પણ તેમાંથી બાકાત નથી. આવો જ કડવો અનુભવ અમરેલીના સાંસદને થયો છે. સાંસદના મોબાઇલ પર અજાણી યુવતીએ વિડીયો કોલ કર્યા બાદ બીભત્સ ક્લિપ વાયરલ કરી દેવાની ધમકી આપતા સાંસદ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.અમરેલી સાંસદ નારણ કાછડીયાને યુવતીએકર્યો અશ્વીલ કોલ વીડિયોમાં અશ્લીલતા જોતા સાંસદ ક
આજકાલ સાયબર ક્રાઇમનો ભોગ સામાન્ય લોકોથી વધીને દરેકને વત્તા ઓછા પ્રમાણમાં કરી રહ્યાં છે. રાજનેતાઓ પણ તેમાંથી બાકાત નથી. આવો જ કડવો અનુભવ અમરેલીના સાંસદને થયો છે. સાંસદના મોબાઇલ પર અજાણી યુવતીએ વિડીયો કોલ કર્યા બાદ બીભત્સ ક્લિપ વાયરલ કરી દેવાની ધમકી આપતા સાંસદ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અમરેલી સાંસદ નારણ કાછડીયાને યુવતીએકર્યો અશ્વીલ કોલ
વીડિયોમાં અશ્લીલતા જોતા સાંસદ કાછડીયાએ કોલ કાપી નાખ્યો
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવાની આપી ધમકી
આપણો દેશ ડિજિટલ યુગમાં સાયબર સેફ્ટીનો મુદ્દો ખૂબ વણસી રહ્યો છે, ત્યારે હવે અમરેલીના સાંસદને બીભત્સ વિડીયો ક્લિપ વાયરલ કરી દેવાની ધમકી અપાતા આ હાઇ પ્રોફાઇલ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી
આ કેસ અંગે પૃષ્ઠિ આપતા સાંસદના મદનીશ એવાં વિશાલ સરધારાએ જણાવ્યું કે, ગતરોજ નારણભાઈ તેમની ઓફિસે બેઠા હતા. તે દરમિયાન તેમના મોબાઈલ પર એક વિડીયો કોલ આવ્યો હતો, આ વિડીયો કોલમાં યુવતીના ચેનચાળા શરુ થયાં હતાં, જો કે અશ્લીલતા જોતા જ સાંસદ કાછડીયાએ કોલ કાપી નાખ્યો હતો. જે બાદ તેમના ફોનમાં યુવતીએ મેસેજ કરીને આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુ ટ્યુબ, ફેસબુકમાં વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.
કોલ કરનાર અજાણી યુવતી સામે ફરિયાદ
વિશાલ સરધારાએ જણાવ્યું કે, જ્યારે સાંસદે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપી ત્યારે યુવતીએ મેસેજ કર્યા હતો કે,'એસપી હોય કે ક્રાઈમ બ્રાન્ચ જેને પણ કહો હું ડરતી નથી.' જે બાદ સાંસદ નારણ કાછડિયાએ ત્વરિત આ મામલે અમરેલી એસપીને જાણ કરી હતી. સાંસદને અજાણી યુવતીએ વિડિયો કોલ કર્યા બાદ બિભત્સ ક્લિપ વાયરલ કરી દેવાની ધમકી આપતા સાંસદના પીએએ ફોજદારી ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
Advertisement