Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સામાન્ય જનતાના શરૂ થયા ખરાબ દિવસ, આજે સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો

દેશમાં હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શરૂઆત થઇ ગઇ છે. મોંઘવારીના મોર્ચે સામાન્ય લોકોને મોટો ફટકો પડવાનું શરૂ થઇ ગયું છે. તેલના ભાવમાં સતત બીજા દિવસે વધારો થયો છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પુરી થયાના થોડા દિવસો બાદ પેટ્રોલ અને ડીઝલ પરની રાહત ગત દિવસથી બંધ થઈ ગઈ છે.આજે ફરી એકવાર સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કર્યો છે. આ પહેલા મંગળવ
સામાન્ય જનતાના શરૂ થયા ખરાબ દિવસ  આજે સતત બીજા દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો
દેશમાં હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શરૂઆત થઇ ગઇ છે. મોંઘવારીના મોર્ચે સામાન્ય લોકોને મોટો ફટકો પડવાનું શરૂ થઇ ગયું છે. તેલના ભાવમાં સતત બીજા દિવસે વધારો થયો છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પુરી થયાના થોડા દિવસો બાદ પેટ્રોલ અને ડીઝલ પરની રાહત ગત દિવસથી બંધ થઈ ગઈ છે.
આજે ફરી એકવાર સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કર્યો છે. આ પહેલા મંગળવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા બાદ આજે દિલ્હીમાં ડીઝલની કિંમત 88.27 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. વળી, પેટ્રોલની કિંમત વધીને 97.01 પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યાં મુંબઈમાં પેટ્રોલ 111.67 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 95.85 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.
Advertisement

નવા દર મુજબ આજે પણ દેશનું સૌથી સસ્તું પેટ્રોલ પોર્ટ બ્લેરમાં 84.30 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ પણ અહીં 78.52 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. વળી, ભોપાલ, જયપુર, પટના, કોલકાતા, ચેન્નાઈ અને બેંગલુરુમાં પેટ્રોલનો ભાવ 100 રૂ.થી વધુ છે. દેશનું સૌથી મોંઘુ પેટ્રોલ અને ડીઝલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં છે. અહીં એક લીટર પેટ્રોલની કિંમત 113.87 રૂપિયા અને ડીઝલની કિંમત 96.91 રૂપિયા છે.
નોંધનીય છે કે, ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને જનતાને મોટી રાહત આપી હતી. સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટીમાં સીધો ઘટાડો કર્યો છે. કેન્દ્રના આ નિર્ણય બાદ મધ્યપ્રદેશ, યુપી, બિહાર સહિત લગભગ તમામ રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પર વેટના ભાવમાં ઘટાડો કર્યો હતો. આ પછી કેટલાય મહિનાઓ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો ન હતો.
ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 29 દિવસથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં સતત વધઘટ થઈ રહી છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારાને કારણે ભારતીય બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતાઓ પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી.
Tags :
Advertisement

.