Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નાણાકીય સમાવેશ પર વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠક કોલકાતામાં શરૂ થઈ

વડાપ્રધાનશ્રીએ G-20ને જનભાગીદારીનું આયોજન બનાવવા માટે આહ્વાન કર્યુંઆંતરરાષ્ટ્રીય નાણાકીય સંગઠનોના 12 નિષ્ણાતોએ આ ચર્ચામાં હિસ્સો લીધોGPFIની પહેલી બેઠક  કોલકાતામાં આયોજિત થઇભારતની અધ્યક્ષતામાં G-20ના ફાઇનાન્સ ટ્રેકના વર્કિંગ ગ્રુપ ગ્લોબલ પાર્ટનરશિપ ફોર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન (GPFI)ની પહેલી બેઠક સોમવારે કોલકાતામાં આયોજિત થઇ. વિશ્વ-બાંગ્લા કન્વેન્શન સેન્ટરમાં આયોજિત આ ત્રણ દિવસીય
01:47 PM Jan 09, 2023 IST | Vipul Pandya
  • વડાપ્રધાનશ્રીએ G-20ને જનભાગીદારીનું આયોજન બનાવવા માટે આહ્વાન કર્યું
  • આંતરરાષ્ટ્રીય નાણાકીય સંગઠનોના 12 નિષ્ણાતોએ આ ચર્ચામાં હિસ્સો લીધો
  • GPFIની પહેલી બેઠક  કોલકાતામાં આયોજિત થઇ
ભારતની અધ્યક્ષતામાં G-20ના ફાઇનાન્સ ટ્રેકના વર્કિંગ ગ્રુપ ગ્લોબલ પાર્ટનરશિપ ફોર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન (GPFI)ની પહેલી બેઠક સોમવારે કોલકાતામાં આયોજિત થઇ. વિશ્વ-બાંગ્લા કન્વેન્શન સેન્ટરમાં આયોજિત આ ત્રણ દિવસીય બેઠકના પ્રથમ દિવસે G-20 સભ્યો ઉપરાંત કેન્દ્રીય નાણા મંત્રાલય, આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (IMF)એશિયન ડેવલપમેન્ટ બેંક, વર્લ્ડ બેંક અને નાબાર્ડ જેવી નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓએ હિસ્સો  લીધો. 
ચર્ચાના ભાગરૂપે બે પેનલ ચર્ચાઓ યોજાઇ હતી. આંતરરાષ્ટ્રીય નાણાકીય સંગઠનોના 12 નિષ્ણાતોએ આ ચર્ચામાં હિસ્સો લીધો. રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બેઠકને સંબોધિત કરી. આ ઉપરાંત, ઇનોવેટિવ નાણાકીય ઉત્પાદનો સંબંધિત એક પ્રદર્શન પણ લગાવવામાં આવ્યું હતું. નાણાકીય સમાવેશને આગળ વધારવા માટે ડિજિટલ ઇનોવેશનના ઉપયોગ પર આયોજિત પ્રદર્શનમાં ભારતની સ્વદેશી ટેક્નોલોજીઓને પ્રદર્શિત કરવામાં આવી. આ દરમિયાન, દેશની એ ટેક્નિકો અને ઇનોવેશન પ્રદર્શિત કરવામાં આવ્યા, જેણે કરોડો લોકોના જીવનમાં બદલાવ લાવીને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી છે. 
સાંજના સમયે હુબલી નદી પર એક ક્રૂઝ પર મહેમાનો અને પ્રતિનિધિમંડળ માટે રાત્રિભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. વિદેશી મહેમાનોના આગમન પહેલા જ ‘સિટી ઑફ જોય’ના નામથી પ્રખ્યાત કોલકાતાને વિશિષ્ટ રીતે સજાવવામાં આવ્યું હતું. મહેમાનોના સ્વાગત માટે એરપોર્ટથી માંડીને કાર્યક્રમના સ્થળ સુધી જી20ના વિશેષ ફ્લેક્સ તેમજ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલથી લઇને ઇન્ડિયન મ્યૂઝિયમ, હાવડા બ્રિજ, ઠાકુરબાડી સહિત તમામ મુખ્ય દર્શનીય સ્થળોની આસપાસ સાફસફાઈથી માંડીને સજાવટ અને લાઇટિંગનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. વિદેશી પ્રતિનિધિમંડળોને બેઠક ઉપરાંત રાજ્યના મુખ્ય પ્રવાસન સ્થળોનું ભ્રમણ પણ કરાવવામાં આવશે. 
વિદેશ મંત્રાલય પ્રમાણે, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન (નાણાકીય સમાવેશ) પર ભાગીદારી પરની આ બેઠકમાં જી20 સભ્ય દેશોના નાણાકીય વ્યવસ્થાના માળખામાં સુધાર, ફંડ ટ્રાન્સફરને સરળ બનાવવું, નવી ટેક્નિકોનો ઉપયોગ, નાણાકીય સાક્ષરતા અને ડિજિટલ નાણાકીય સાક્ષરતા વધારવી, વગેરે જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ભારતનું ફોકસ સભ્ય દેશો વચ્ચે ડિજિટલ અંતરને દૂર કરવા પર છે. આ સાથે જ, ભારતે ભાર દઇને કહ્યું કે દુનિયાના ગરીબ અને વંચિત દેશો માટે પણ ડિજિટલ સિસ્ટમ સુધી પર્યાપ્ત પહોંચ સ્થાપિત થવી જોઇએ. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં વિવિધ સ્કૂલોના 1500થી વધુ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવશે તેમજ ડિજિટલ નાણાકીય સાક્ષરતા પર પરિસંવાદ, પ્રદર્શનો અને અન્ય કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે. 
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ G-20ને અલગ-અલગ દેશોના પ્રતિનિધિઓ સાથે સંબંધો સ્થાપિત કરવાની સારી તક ગણાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં આયોજિત 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, "આપણે જી20ને માત્ર એક રાજદ્વારી કાર્યક્રમ નહીં, પરંતુ જનભાગીદારીની એક ઐતિહાસિક ઘટના બનાવવાની છે." વડાપ્રધાને  જણાવ્યું કે ભારતે આ વખતે જી20નું પ્રમુખપદ સંભાળ્યું છે. આ ભારત દેશના ભૂતકાળના અનુભવો વિશે વિશ્વને જાણ કરવાની અને આ અનુભવોમાંથી શીખવાની એક શ્રેષ્ઠ તક છે. તેમણે કહ્યું કે ભારતની જી20 અધ્યક્ષતા દરમિયાન 200થી વધુ બેઠકો થશે, જે ભારતના વિવિધ શહેરોમાં યોજાશે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઘણા દેશોના પ્રતિનિધિઓ સાથે અર્થપૂર્ણ સંબંધો સ્થાપિત કરવાનો આ એક શ્રેષ્ઠ અવસર હશે.

ભારતની G-20 પ્રેસિડેન્સી પર વ્યાખ્યાનનું આયોજન
કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં આવેલ યુનિવર્સિટી ઑફ કેરળ ખાતે જી20 યુનિવર્સિટી કનેક્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યુનિવર્સિટીએ 'ભારતીય પ્રેસિડેન્સી ઑફ જી20' વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજ્યું હતું, જેમાં ભૂતપૂર્વ રાજદૂત અને સંયુક્ત રાષ્ટ્રના ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.પી. શ્રીનિવાસને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં નિબંધ સ્પર્ધાના વિજેતાઓની પણ જાહેરાત કરવામાં આવી હતી.
આપણ  વાંચો- શા માટે થઇ અમુલના એમડી આર.એસ.સોઢીની હકાલપટ્ટી ? કયા આરોપોએ લીધો ભોગ ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
G20G20summitGPFIGujaratFirstIMFKolkataMamataBanerjee
Next Article