જલ્દી જ વર્ષનું પ્રથમ ચક્રવાત 'Asani' મધ્ય બંગાળની ખાડી પર રચાવાની સંભાવના
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે, આ વર્ષનું પ્રથમ ચક્રવાત - અસાની(Asani) - 21 માર્ચે મધ્ય બંગાળની ખાડી પર રચાય તેવી પૂરી શક્યતા છે. તે ભારતીય દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા નથી, પરંતુ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ભારે વરસાદ અને તેજ પવનની શક્યતા છે.એક અહેવાલ મુજબ, દક્ષિણ પશ્ચિમ હિંદ મહાસાગરમાં નીચા દબાણનો વિસ્તાર આવતા સપ્તાહની શરૂઆતમાં ચક્રવાતમાં તીવ્ર બનવાની ધારણા છે. ત્યારà
Advertisement
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે, આ વર્ષનું પ્રથમ ચક્રવાત - અસાની(Asani) - 21 માર્ચે મધ્ય બંગાળની ખાડી પર રચાય તેવી પૂરી શક્યતા છે. તે ભારતીય દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા નથી, પરંતુ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ભારે વરસાદ અને તેજ પવનની શક્યતા છે.
એક અહેવાલ મુજબ, દક્ષિણ પશ્ચિમ હિંદ મહાસાગરમાં નીચા દબાણનો વિસ્તાર આવતા સપ્તાહની શરૂઆતમાં ચક્રવાતમાં તીવ્ર બનવાની ધારણા છે. ત્યારબાદ, તે આંદામાન અને નિકોબાર ટાપુઓ સાથે ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની અને 20 માર્ચ અને 21 માર્ચની સવારે ખતરનાક ચક્રવાતી તોફાન અસાની તીવ્ર બને તેવી શક્યતા છે. IMDના એક અધિકારીએ કહ્યું, “હાલમાં એવું લાગતું નથી કે ભારતીય દરિયાકાંઠે તેની અસર પડશે. અમને સંકેત મળ્યો છે કે અસાની બાંગ્લાદેશ અથવા તેની નજીકના ઉત્તર મ્યાનમારના દરિયાકાંઠે જઈ શકે છે. પરંતુ આગળ શું હશે તે કહેવું બહુ વહેલું છે.
ચક્રવાતની રચના અને તીવ્રતા માટે તમામ પરિસ્થિતિઓ અનુકૂળ છે. ચક્રવાત દરમિયાન ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાવવાની પૂરી સંભાવનાઓ છે. 19 માર્ચના રોજ, દક્ષિણ આંદામાન સમુદ્ર પર હળવાથી મધ્યમ ગર્જના સાથે વરસાદ થવાની સંભાવના છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ પર છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન કચેરીએ માછીમારોને ગુરુવાર અને શુક્રવારના રોજ દક્ષિણ બંગાળની ખાડી અને ભૂમધ્યરેખીય હિંદ મહાસાગરના મધ્ય ભાગો અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને આંદામાન કિનારે ન જવાની સલાહ આપી છે.
18 માર્ચ સુધી બંગાળની ખાડી અને ભૂમધ્યરેખીય હિંદ મહાસાગરમાં 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. 21 માર્ચ સુધી પવનની ગતિ ધીમે ધીમે વધવાની ધારણા છે. પવનની ઝડપ 70-80 કિમી પ્રતિ કલાકથી 90 સુધી પહોંચી જવાની સંભાવના છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ અને બંગાળની ખાડી પર 1 કિમી પ્રતિ કલાકની ઝડપે ઝાપટાં પડવાની સંભાવના છે. 23 માર્ચના રોજ, બંગાળની ખાડી અને બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠે 70-80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.