Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આકાશમાંથી પડતો આ અગનગોળો કોઈ ઉલ્કાપિંડ નહીં પરતું ચીનનું ક્રેશ થયેલું રોકેટ ‘ચેંગ ઝેન 3B’ હતું

ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઘણા ભાગોમાં ગઈ કાલે રાત્રિના અંધારામાં એક રહસ્યમય પ્રકાશ દેખાયો. આકાશમાંથી અગન ગોળો ધરતી પર પડતો હોય તેવો નજારો જોવા મળ્યો હતો. લોકોમાં આ દ્રશ્ય જોઈને કૂતુહલ સર્જાયુ હતું. આ પછી એવી અટકળો લગાવવામાં આવી હતી કે તે ઉલ્કા પિંડોનો વરસાદ હોઈ શકે છે અથવા તે એક પડી રહેલો ઉપગ્રહ હોઈ શકે છે. લોકોએ આ રહસ્યમય પ્રકાશને પોતાના કેમેરામાં કેદ કરીને સોશિયલ મ
આકાશમાંથી પડતો આ અગનગોળો કોઈ ઉલ્કાપિંડ નહીં પરતું ચીનનું ક્રેશ થયેલું રોકેટ  lsquo ચેંગ ઝેન 3b rsquo  હતું

ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઘણા ભાગોમાં ગઈ કાલે રાત્રિના
અંધારામાં એક રહસ્યમય પ્રકાશ દેખાયો. આકાશમાંથી અગન ગોળો ધરતી પર પડતો હોય તેવો
નજારો જોવા મળ્યો હતો. લોકોમાં આ દ્રશ્ય જોઈને કૂતુહલ સર્જાયુ હતું. આ પછી એવી
અટકળો લગાવવામાં આવી હતી કે તે ઉલ્કા પિંડોનો વરસાદ હોઈ શકે છે અથવા તે એક પડી
રહેલો ઉપગ્રહ હોઈ શકે છે. લોકોએ આ રહસ્યમય પ્રકાશને પોતાના કેમેરામાં કેદ કરીને
સોશિયલ મીડિયા પર પણ મૂક્યો હતો. જોકે
, વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ ચીની રોકેટના ભાગો હતા.

Advertisement

#WATCH | Maharashtra: In what appears to be a meteor shower was witnessed over the skies of Nagpur & several other parts of the state. pic.twitter.com/kPUfL9P18R

— ANI (@ANI) April 2, 2022

" title="" target="">javascript:nicTemp();

ગુજરાત સહિત મહારાષ્ટ્રના
નાગપુર
, ચંદ્રપુર, અકોલા અને જલગાંવ સિવાય મધ્યપ્રદેશના ઈન્દોર, ખરગોન, ઝાબુઆના ઘણા
જિલ્લાઓમાં લોકોએ રાત્રિના આકાશમાં રહસ્યમય લાઈટો જોવાનો દાવો કર્યો હતો. આ પછી
લોકોમાં અફવા
ફેલાઈ ગઈ કે આ ઉલ્કા પિંડોનો વરસાદ છે કે કોઈ ઉપગ્રહ પડી રહ્યો છે. જો કે
, અમેરિકન
વૈજ્ઞાનિક જોનાથન મેકડોવલે ટ્વિટ કર્યું હતું કે તે ચીનનું રોકેટ ચેંગ ઝેન 3
B હતું.

Advertisement

#Gujarat ના આકાશમાં પૃથ્વી તરફ પડતો જોરદાર અગન ગોળો જોવા મળ્યો,

લોકોમાં સર્જાયુ કુતૂહલ

નિષ્ણાતોનો મત પ્રમાણે આકાશી ગોળો એ સ્પેસ ડેબ્રી એટલે કે કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાનું જણાવી રહ્યા છે@isro @SpaceX #Earth #fireball pic.twitter.com/alBDUKqJmP

— Ravii Modasiya (@ModasiyaRv) April 2, 2022

" title="" target="">javascript:nicTemp();

અમેરિકન વૈજ્ઞાનિકે કહ્યું કે ચીનનું રોકેટ પૃથ્વીના
વાતાવરણમાં ફરી પ્રવેશી રહ્યું છે. તે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં
આવ્યું હતું. પૃથ્વી તરફ પાછું પડતી વખતે વાતાવરણના સંપર્કમાં આવવાથી તેનો કેટલોક
ભાગ બળી ગયો હતો. તેણે કહ્યું કે
, મારા મતે આ તેજસ્વી પ્રકાશ તેના બળી જવાથી જન્મી છે.

Advertisement


યેવલા તહસીલદાર પ્રમોદ હિલેએ જણાવ્યું હતું કે રાત્રે લગભગ
8 વાગ્યે આકાશમાં એક ઉલ્કા દેખાઈ હતી. મેં જાતે જોયું. તેની દિશા ઉત્તરથી પૂર્વ
તરફ હતી. તે ચાર ભાગોમાં વહેંચાયેલું હતું. તેમણે કહ્યું કે આના કારણે કોઈ નુકસાન
થયું નથી અને ડરવાની કોઈ વાત નથી.

Tags :
Advertisement

.