ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દીપડો પાંજરે પુરાય કે ના પુરાય પણ દીપડાના ખૌફે ખેડૂતને પાંજરામાં રહેવા મજબુર કર્યો

મોડાસાના ભાટકોટા ગામે ગત સાંજ દરમિયાન દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ છે.સમી સાંજે દીપડાનો પરિવાર ગામથી ૫૦ ફૂટના અંતરે આવેલા મંદિર પાસેના એક ખેતરમાં પાણી પીવા આવ્યા હતા ત્યારે ટ્રેકટર લઇ નજીક માંથી પસાર થતા એક ખેડૂતે જોતા ગ્રામજનો ને જાણ કરી હતી જેથી ગ્રામજનો લાકડીઓ લઇ એકત્ર થઇ ગયા હતા ત્રણ કલાક સુધી આ દીપડાનો પરિવાર મંદિર આસપાસ બેસી રહેતા ગ્રામજનો અને દીપડા વચ્ચે સામસામે
12:21 PM Feb 19, 2023 IST | Vipul Pandya
મોડાસાના ભાટકોટા ગામે ગત સાંજ દરમિયાન દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ છે.સમી સાંજે દીપડાનો પરિવાર ગામથી ૫૦ ફૂટના અંતરે આવેલા મંદિર પાસેના એક ખેતરમાં પાણી પીવા આવ્યા હતા ત્યારે ટ્રેકટર લઇ નજીક માંથી પસાર થતા એક ખેડૂતે જોતા ગ્રામજનો ને જાણ કરી હતી જેથી ગ્રામજનો લાકડીઓ લઇ એકત્ર થઇ ગયા હતા ત્રણ કલાક સુધી આ દીપડાનો પરિવાર મંદિર આસપાસ બેસી રહેતા ગ્રામજનો અને દીપડા વચ્ચે સામસામે જંગ જેવો માહોલ થયો હતો તેવું મહેન્દ્રભાઈ રાવે જણાવ્યું હતું.
ગ્રામજનોમાં ભયનો માહોલ
દીપડો ગામથી માત્ર 50 ફૂટના અંતર નજીક આવી જતા લોકોમાં ભયનો માહોલ છે. ખેડૂતો તેમજ પશુપાલકો પોતાના ખેતરમાં અને તબેલાઓમાં જતા ડરી રહ્યા છે મહિલાઓ પણ વહેલી સવારે દૂધ કાઢવાનું ટાળી રહી છે આજે પણ ભાટકોટા ગામની મહિલાઓ ડેરીમાં દૂધ ભર્યા વગર રહી હતી બાળકોમાં પણ ભયનો માહોલ હોવાનું ગામની ગૃહિણી મહિલા મીનાબેન રાવે જણાવ્યું હતું 
પાકની રક્ષા માટે જતા ખેડુતે સુરક્ષા માટે પિંજરૂ બનાવ્યું
દીપડાનો ડર ગ્રામજનોમાં એ હદે વધી ગયો છે કે ભાટકોટા ગામના એક ખેડૂતે પોતાના ખેતરમાં રાત્રી સમયે તેમજ દિવસે પાકની રક્ષા કરવા ખેતરમાં બેસી રહેવા માટે ખાટલા ઉપર લોખન્ડનું પાંજરે બનાવ્યું છે જેમાં ખેડૂત બેસી પોતાની રક્ષા કરી રહ્યો છે ત્યારે વન વિભાગ દીપડાને પાંજરે પુરવામાંતો નિષ્ફળ સાબિત થયું છે પણ ખેડૂતને તો પાંજરે પુરાઈ રહેવા મજબુર કર્યો હોવાનું ભરતભાઈ રાવ નામના ખેડૂતે જણાવ્યું હતું.
વનવિભાગ નિષ્ક્રિય
ઉલ્લેખનીય છે કે મોડાસા તાલુકામા આવેલા ભાટકોટા , લાલપુર , ગઢડા , ગોખરવા , રામેશ્વર કંપા સહિતના 10 ગામોમાં છેલ્લા એક માસથી દીપડાનો પરિવાર જુદા જુદા સ્થળોએ દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે છેલ્લા એક માસથી દેખાતા આ દીપડા પરિવારને પાંજરે પુરવામાં નિષ્ફળ તંત્રના કારણે આ વિસ્તારના લોકો ભયના ઓથાર નીચે જીવવા મજબુર છે અને વન્ય પ્રાણી કોઈ માનવ હત્યા કરે તો જવાબદાર કોણ જેવા સવાલ કરી ગામના કિશોરસિંહ રાવ તેમજ અન્ય સ્થાનિકો કરી રહ્યા છે. આ મામલે વન વિભાગ માત્ર પાંજરા મૂકી સંતોષ માની રહ્યું છે ત્યારે ગઈ કાલની ઘટના બાદ પણ વન વિભાગ પુનઃ હરકતમાં આવ્યું છે અને પુનઃ ભાટકોટા ગામે પાંજરું મૂકવાંની કાર્યવાહી ચાલુ કરી હોવાનું બીટ ગાર્ડ એસ એ ચૌધરીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો - બે વર્ષની બાળકી પર ત્રાટક્યા ચાર શ્વાન, 35થી વધુ બચકા ભર્યા, જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી બાળકી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ArvalliFarmersfearForestDepartmentGujaratFirstGujaratiNewsLeopardsmodasa
Next Article