Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

છૂટાછેડા પહેલા પરિવાર રજા માણવા ગયો, પ્લેન ક્રેશમાં મળ્યું મોત

નેપાળમાં તારા એરલાઇન્સના પ્લેન સાથે ગઈકાલે સંપર્ક તૂટી ગયો હતો અને આજે નેપાળની સેનાને તેનો કાટમાળ મળ્યો છે. ગઈ કાલે નેપાળ પ્લેન  દુર્ઘટનામાં ગુમ થયેલા ભારતીય પરિવારની ઓળખ થઈ ગઈ છે. તમામ મહારાષ્ટ્રના થાણેના રહેવાસી હતા. કપૂરબાવડી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક ઉત્તમ સોનાવણેએ જણાવ્યું કે અશોકકુમાર ત્રિપાઠી, જેઓ તેમની પત્ની વૈભવી ત્રિપાઠી અને બાળકો સાથે મુક્તિનાથ મંદિર
09:19 AM May 30, 2022 IST | Vipul Pandya

નેપાળમાં તારા એરલાઇન્સના પ્લેન સાથે ગઈકાલે સંપર્ક તૂટી ગયો હતો અને આજે નેપાળની સેનાને તેનો કાટમાળ મળ્યો છે. ગઈ કાલે નેપાળ પ્લેન  દુર્ઘટનામાં ગુમ થયેલા ભારતીય પરિવારની ઓળખ થઈ ગઈ છે. તમામ મહારાષ્ટ્રના થાણેના રહેવાસી હતા. કપૂરબાવડી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક ઉત્તમ સોનાવણેએ જણાવ્યું કે અશોકકુમાર ત્રિપાઠી, જેઓ તેમની પત્ની વૈભવી ત્રિપાઠી અને બાળકો સાથે મુક્તિનાથ મંદિર જઈ રહ્યા હતા. 

આ ઘટનામાં પતિ-પત્નીને લઈને એક નવો ખુલાસો થયો છે. બંને પતિ-પત્ની લાંબા સમયથી અલગ રહેતા હતા અને ટૂંક સમયમાં જ તેઓ છૂટાછેડા લેવાના હતા. કોર્ટના આદેશ મુજબ, સમગ્ર પરિવારને તેમના બાળકો સાથે 10 દિવસ વિતાવવાનો મોકો મળ્યો હતો બધા ખૂબ ખુશ હતા. અશોકની સાથે તેનો પિતરાઈ ભાઈ પણ જતો હતો પરંતુ તેણે છેલ્લી ઘડીએ પ્લાન બદલી નાખ્યો.
પ્લેન ક્રેશની જાણકારી મળતાં વૈભવીના પાડોશીએ કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. વૈભવીના ઘરે માત્ર વૃદ્ધ માતા છે. વૈભવિના માતાની હાલત રડી રડીને ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. વૈભવીની માતાનું થોડા દિવસો પહેલા ઓપરેશન થયું હતું અને તે ઘરમાં એકલી છે. વૈભવી મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી, જ્યારે તેનો પતિ ઓડિશામાં રહેતો હતો અને એચઆર કન્સલ્ટન્સી ફર્મ ચલાવે છે.
કૈલાશ વિઝન ટ્રેક ટ્રાવેલ એજન્સીના કર્મચારી સુમન દહલે જણાવ્યું હતું કે પરિવારે દિલ્હીની એક કંપની દ્વારા તેમની મુસાફરી બુક કરાવી હતી. હું 27મી મેના રોજ આ પરિવારને મળ્યો હતો અને તેઓ મુક્તિધામના આ પ્રવાસ માટે ખૂબજ  ઉત્સાહિત હતા. તેણે કાઠમંડુથી પોખરાની મુસાફરી કરી અને પોખરાથી જોમસોમ સુધીની ફ્લાઇટ લીધી હતી. પરંતુ તે પછી આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની.
Tags :
4indiansinnepalplaneashokTripathiDivorceflightGujaratFirstNepalnepalplanenepalplanecrashplanecrashtaraairnepaltripLastvacationVacationbeforethedivorce
Next Article