Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હીના નવા મેયર કોણ ? આજે ભાજપ અને AAP વચ્ચે રસાકસીભર્યો જંગ

દિલ્હી કોર્પોરેશનની આજે મળશે પ્રથમ બેઠકઆજે મેયર અને ડે.મેયરની યોજાશે ચૂંટણીનવા કોર્પોરેટરોની આજે શપથવિધીસ્થાયી સમિતીના 6 સભ્યોની પણ ચૂંટણીદિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણી બાદ શુક્રવારે મળનારી કોર્પોરેશનની પ્રથમ બેઠકમાં મેયર (Mayor) અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાવા જઈ રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી હેડક્વાર્ટર સિવિલ સેન્ટર ખાતે સવારે 11 વાગ્યે શપથ ગ્રહણ સમાà
દિલ્હીના નવા મેયર કોણ   આજે ભાજપ અને aap વચ્ચે રસાકસીભર્યો જંગ
  • દિલ્હી કોર્પોરેશનની આજે મળશે પ્રથમ બેઠક
  • આજે મેયર અને ડે.મેયરની યોજાશે ચૂંટણી
  • નવા કોર્પોરેટરોની આજે શપથવિધી
  • સ્થાયી સમિતીના 6 સભ્યોની પણ ચૂંટણી
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણી બાદ શુક્રવારે મળનારી કોર્પોરેશનની પ્રથમ બેઠકમાં મેયર (Mayor) અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાવા જઈ રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી હેડક્વાર્ટર સિવિલ સેન્ટર ખાતે સવારે 11 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ શરૂ થશે. આ દરમિયાન તમામ નવા ચૂંટાયેલા કાઉન્સિલરો શપથ લેશે. ત્યારબાદ કોર્પોરેશનના મેયરની ચૂંટણી થશે. મેયર અને ડેપ્યુટી મેયર ચૂંટાયા બાદ સ્ટેન્ડિંગ કમિટીના છ સભ્યોની ચૂંટણી થશે. લેફ્ટનન્ટ ગવર્નરે કોર્પોરેશન એક્ટની કલમ 77 હેઠળ મેયરની ચૂંટણી માટે બેઠકની અધ્યક્ષતા માટે કાઉન્સિલર સત્ય શર્માને નામાંકિત કર્યા છે. 

ભાજપ અને AAP વચ્ચે જંગ
કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું કે મેયર પદ માટે આમ આદમી પાર્ટી (AAP) તરફથી શેલી ઓબેરોય અને વિકલ્પ તરીકે આશુ ઠાકુર, જ્યારે ભાજપ તરફથી કોર્પોરેટર રેખા ગુપ્તાએ ઉમેદવારી નોંધાવી છે. AAPના કોર્પોરેટર આલે મોહમ્મદ ઇકબાલ અને વૈકલ્પિક કોર્પોરેટર જલજ કુમારે ડેપ્યુટી મેયર પદ માટે ઉમેદવારી નોંધાવી છે, જ્યારે ભાજપના કમલ બાગરી ડેપ્યુટી મેયર પદ માટે છે.

સ્થાયી સમિતીના સભ્યોની પણ ચૂંટણી
 સ્થાયી સમિતિના સભ્યો માટે AAP પાસે મોહિની, સારિકા ચૌધરી, મોહમ્મદ આમિલ મલિક અને રામિંદર કૌર છે. ભાજપ તરફથી કમલજીત સેહરાવતે અને પંકજ લુથરાએ ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે અપક્ષ કાઉન્સિલર ગજેન્દ્ર સિંહ દારલે પણ સ્થાયી સમિતિના સભ્ય માટે ઉમેદવારી નોંધાવી હતી.
MCDમાં કોની પાસે કેટલા કાઉન્સિલરો છે
કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીના 134 તથા ભાજપના 104 અને કોંગ્રેસના 9 કોર્પોરેટર છે જ્યારે 3 અન્ય છે. 

આ રીતે યોજાશે ચૂંટણી
● પ્રથમ કોર્પોરેટરોનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે, જેમાં નામાંકિત કોર્પોરેટરો પણ સામેલ થશે.
● શપથગ્રહણ બાદ મેયરની ચૂંટણી માટે મતદાન થશે.
● મેયર અને ડેપ્યુટી મેયર માટે 250 કોર્પોરેટરો ઉપરાંત 10 સાંસદો અને 14 ધારાસભ્યો તેમના મતનો ઉપયોગ કરશે.
● મેયર ચૂંટાયા પછી, તે બેઠક લેશે અને પછી ડેપ્યુટી મેયર માટે ચૂંટણી હાથ ધરશે.
● આ પછી મેયર સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો માટે ચૂંટણી યોજાશે.
● નામાંકિત કાઉન્સિલરોને માત્ર ઝોન ચેરમેનની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર છે.
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ કોર્પોરેટર સત્ય શર્માને મેયરની ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે નામાંકિત કર્યા છે. તેમના દ્વારા જ અન્ય કાઉન્સિલરોને શપથ લેવડાવવામાં આવશે. કોર્પોરેશનની પ્રથમ બેઠકમાં વોર્ડ નંબર 226ના કાઉન્સિલર સત્ય શર્મા પ્રિસાઇડિંગ ઓફિસર હશે. તેમને જિલ્લા મેજિસ્ટ્રેટ સંતોષ કુમાર રાય દ્વારા શપથ લેવડાવવામાં આવશે, જ્યારે અન્ય કાઉન્સિલરોને સત્ય શર્મા શપથ લેવડાવશે. મેયરની ચૂંટણીની પ્રક્રિયા સત્ય શર્માની દેખરેખ હેઠળ પૂર્ણ થશે.
કોંગ્રેસ આ વખતે ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહેશે
દિલ્હી કોંગ્રેસના પ્રમુખ અનિલ ચૌધરીએ કહ્યું છે કે કોંગ્રેસના કોર્પોરેટરો મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી પ્રક્રિયાનો ભાગ બનશે નહીં. પાર્ટીએ નાઝિયા દાનિશને કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે, શીતલને તેના ઉપનેતા તરીકે અને શગુફ્તા ચૌધરીને કોંગ્રેસ પાર્ટીના મુખ્ય દંડક તરીકે નિયુક્ત કર્યા છે. અનિલ ચૌધરીએ કહ્યું કે દિલ્હીની જનતાએ ભાજપ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ કોંગ્રેસને સમર્થન આપ્યું છે. તેને માન આપીને પાર્ટી મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીથી દૂર રહેશે. દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટીને બહુમતી આપી છે, તેથી તેમણે પોતાનો મેયર બનાવવો જોઈએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.