Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું ડ્રાફ્ટ બજેટ થયુ રજૂ,1067 કરોડનું હશે નવું બજેટ, શું છે ખાસ આવો જાણીયે

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નું વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યું..જેમાં 1067 કરોડનું ડ્રાફ્ટ બજેટ શાસનાધિકારી ડી એલ ડી દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું.જેમાં વિવિધ મુદ્દાઓ ને લઇ ને બાયફરગેશન કરવામાં આવ્યું.શાળાઓના નવીનીકરણ, કન્યા કેળવણી, પ્રયોગશાળા, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ, ફાયર સેફ્ટી વગેરે પર ભાર મૂકવામાં આવ્યો છે.વર્ષ 2023-24ના ડ્રાફ્ટ બજેટમાં પ્રાયમરી એજયુકેશન ફં
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું ડ્રાફ્ટ બજેટ થયુ રજૂ 1067 કરોડનું હશે નવું બજેટ  શું છે ખાસ આવો જાણીયે
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નું વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યું..જેમાં 1067 કરોડનું ડ્રાફ્ટ બજેટ શાસનાધિકારી ડી એલ ડી દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું.જેમાં વિવિધ મુદ્દાઓ ને લઇ ને બાયફરગેશન કરવામાં આવ્યું.શાળાઓના નવીનીકરણ, કન્યા કેળવણી, પ્રયોગશાળા, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ, ફાયર સેફ્ટી વગેરે પર ભાર મૂકવામાં આવ્યો છે.વર્ષ 2023-24ના ડ્રાફ્ટ બજેટમાં પ્રાયમરી એજયુકેશન ફંડના રૂ.736.27 કરોડ સરકારી ગ્રાન્ટ અને રૂ. 330.73 કરોડ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગ્રાન્ટ મળશે.જે પૈકી 88.74 ટકા એટલે કે રૂ. 946.83 કરોડ જેટલી રકમ પગાર અને પેન્શન પાછળ ખર્ચ થશે.
  • શૈક્ષણિક અને શિક્ષકોને લગતી પ્રવૃત્તિઓ માટે 5.88 ટકા એટલે કે રૂ. 627 કરોડ 
  • શાળા અને માળખાકીય સુવિધાઓ પાછળ રૂ. 574 કરોડ ખર્ચ થશે
  • મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં હાલમાં 469 જેટલી શાળાઓ પાંચ માધ્યમ કાર્યરત છે 
  • જેમાં 1,66,958 વિદ્યાર્થીઓને 4105 શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.
  • 2021-22 માં 893 કરોડનું બજેટ હતું જેમાં 662 કરોડ ખર્ચ થયો
  • બજેટ અંતર્ગત 90% ખર્ચ થવાની સંભાવના છે
પહેલીવાર 1 હજાર કરોડ કરતાં વધુનું સ્કૂલ બોર્ડનું બજેટ હશે
12 જાન્યુઆરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચેરમેન દ્વારા સુધારા વધારા સાથેનું બજેટ રજૂ કરાશે.પહેલીવાર 1 હજાર કરોડ કરતાં વધુનું સ્કૂલ બોર્ડનું બજેટ હશે..વર્ષ 2022-23માં 893 રૂપિયા કરોડનું બજેટ મંજૂર કરાયું હતું..ડિસેમ્બર 2022 સુધીમાં 622 કરોડ રૂપિયા ખર્ચ થયા છે.શાળા અપગ્રેડેશન અને ડીઝીડાઈઝેશન માટે 20 કરોડ રૂપિયા, અંગ્રેજી માધ્યમથી શાળાઓ માટે 2 કરોડ રૂપિયા નું બજેટ ફેલાવામાં આવ્યું છે.
  • પહેલીવાર 1 હજાર કરોડ કરતાં વધુનું સ્કૂલ બોર્ડનું બજેટ હશે
  • વર્ષ 2022 - 23 માં 893 રૂપિયા કરોડનું બજેટ મંજૂર કરાયું હતું
  • ડિસેમ્બર 2022 સુધીમાં 622 કરોડ રૂપિયા ખર્ચ થયા છે
1 લાખ 65 હજાર જેટલા વિદ્યાર્થીઓ હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરે છે..અંદાજપત્ર મુજબ શાળાઓનાં સમારકામ માટે 23 કરોડ રૂપિયા, કન્યા કેળવણી માટે 22 કરોડ રૂપિયા, વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિ માટે 100 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
1,067 કરોડના અંદાજપત્રમાંથી પગાર ખર્ચ પેટે 940 કરોડ, વિદ્યાર્થી વિકાસ ખર્ચ તેમજ 62 કરોડ તેમજ શાળા તથા ઓફિસને લગતી પ્રવૃત્તિ પાછળ થનાર ખર્ચ 57 કરોડ રૂપિયા ખર્ચાશે સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓના કોમન યુનિફોર્મ માટે 10 કરોડ રૂપિયા મંજૂરી માટે મૂકવામાં આવ્યા છે..વિદ્યાર્થી વિકાસ ખર્ચ તેમજ 62 કરોડ અને શાળા તથા ઓફિસને લગતી પ્રવૃત્તિ પાછળ થનાર ખર્ચ 57 કરોડ રૂપિયા ખર્ચાશે. 
સ્કૂલ બોર્ડ દ્વારા એફ.એન.એલ. અસરકારક અમલીકરણ કરી
સિગનલ સ્કૂલના બાળકોને ગુણવત્તાલક્ષી શિક્ષણ સાથે ધો.8 પાસ કરે તે પહેલાં સ્કિલ ડેવલોપમેન્ટ એટલે કે જીવન ઉપયોગી શિક્ષણ મેળવે તે માટે અનંત નેશનલ યુનિવર્સિટી સાથે સંકલન કરીને વિશિષ્ટ પ્રકારના તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવશે.છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે લર્નિંગ લોસ હતો તેવા બાળકો માટે ચાલુ શૈક્ષણિક સત્રથી 59334 જેટલા બાળકો તૈયાર કરવાના ભાગરૂપે સ્કૂલ બોર્ડ દ્વારા એફ.એન.એલ. અસરકારક અમલીકરણ કરી બાદ માં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના બાળકો શૈક્ષણિક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
સ્માર્ટ સ્કૂલ અંતરગત તમામ વોર્ડ માં 2 શાળાઓ બનવાનો પ્રયાસ હાથ ધરાશે.
બાકી રહેલા 17334 જેટલા સ્લોલર્નર બાળકો માટે તેમજ અપગ્રેડ થયેલ બાળકોની શૈક્ષણિક સજ્જતા જળવાઈ રહે તેમજ તેમાં ઉત્તરોત્તર વધારો થાય તે માટે આગામી વર્ષે પણ એફ.એલ.એન. અભિયાન ચલાવવામાં આવશે.સ્માર્ટ સ્કૂલ અંતરગત તમામ વોર્ડ માં 2 શાળાઓ બનવાનો પ્રયાસ હાથ ધરાશે.આ પ્રકારે ખાનગી કરતા સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ વધુ લાભ મેળવે તે પ્રકાર નું સ્કૂલ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે.12 જાન્યુઆરીના રોજ કોર્પોરેશનના ચેરમેન દ્વારા સુધારા વધારા કરી બજેટ રજૂ કરાશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.