Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોંઘવારીનો બેવડો માર, પેટ્રોલ-ડીઝલ બાદ હવે LPG સિલિન્ડરની કિંમતમાં વધારો

જનતા માટે અચ્છે દિન તો નથી આવ્યા હા પણ તેમના માટે ખરાબ સમય લગભગ આજથી શરૂ થઇ ગયો છે. મોંઘવારીએ સામાન્ય માણસને બેવડો માર માર્યો છે. પેટ્રોલ અને ડીઝલ બાદ હવે ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે. દેશમાં આજથી ઘરેલુ LPG સિલિન્ડર 50 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. અત્યાર સુધી ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત 5 રાજ્યોમાં ચૂંટણીના કારણે છેલ્લા ઘણા મહિનાઓથી LPG સિલિન્ડર અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહ
મોંઘવારીનો બેવડો માર  પેટ્રોલ ડીઝલ બાદ હવે lpg સિલિન્ડરની કિંમતમાં વધારો
જનતા માટે અચ્છે દિન તો નથી આવ્યા હા પણ તેમના માટે ખરાબ સમય લગભગ આજથી શરૂ થઇ ગયો છે. મોંઘવારીએ સામાન્ય માણસને બેવડો માર માર્યો છે. પેટ્રોલ અને ડીઝલ બાદ હવે ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે. 
દેશમાં આજથી ઘરેલુ LPG સિલિન્ડર 50 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. અત્યાર સુધી ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત 5 રાજ્યોમાં ચૂંટણીના કારણે છેલ્લા ઘણા મહિનાઓથી LPG સિલિન્ડર અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી રહી હતી. છેલ્લી વખત ઘરેલુ LPG સિલિન્ડરના દરો 6 ઓક્ટોબર 2021ના રોજ બદલાયા હતા. ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત દિલ્હીમાં આજે 899.50 રૂપિયાથી વધીને 949.5 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં ઘરેલુ LPG સિલિન્ડર માટે તમારે 949.50 રૂપિયા ચૂકવવા પડશે અને જો તમે કોલકાતામાં ઘરેલુ LPG સિલિન્ડર લો છો તો તમારે 976 રૂપિયા ચૂકવવા પડશે. અહીં આ પહેલા ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત 926 રૂપિયા હતી. ચેન્નાઈમાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત 915.50 રૂપિયાથી વધીને 965.50 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત 938 રૂપિયાથી વધીને 987.5 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે બિહારના પટનામાં હવે તમને ઘરેલુ LPG સિલિન્ડર 1039.5 રૂપિયામાં મળશે, જે પહેલા 998 રૂપિયામાં મળતું હતું.
નોંધપાત્ર વાત એ છે કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે કાચા તેલની કિંમતમાં વધારો થયો છે, જે ભારતમાં પણ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, ઓક્ટોબર 2021 થી 1 માર્ચ 2022 ની વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 275 રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે 1 માર્ચ 2021 અને 2022 ની વચ્ચે ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં માત્ર 81 રૂપિયાનો વધારો થયો હતો.
Advertisement
Tags :
Advertisement

.