Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્રિપ્ટો એક્સચેન્જ WazirXના ડાયરેક્ટરને ત્યાં દરોડા, રેડ પહેલા રૂપિયા સગેવગે કર્યા

ક્રિપ્ટો કરન્સી એક્સચેંજ દ્વારા મોટો નફો કમાઈ રહેલા ગ્રુપ હવે ઈડીની રડાર પર આવી ગયા છે. ઈડીએ ત્રણ ઓગસ્ટના રોજ પીએલએલએ અંતર્ગત મૈસર્જ ઝનામી લૈબ પ્રાઈવેટ લિમિટેડના નિર્દેશકમાંના એક, જે ક્રિપ્ટ કરન્સી એક્સચેંજ વઝીરેક્સનું સંચાલન કરે છે. તેમને ત્યાં ઈડીના દરોડા પડ્યા છે. તપાસ બાદ કંપનીના 64.67 કરોડ રૂપિયાનું બેલેન્સવાળા બેંક ખાતાને ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ કંપની પર ચીનમાંથી ભારે મàª
ક્રિપ્ટો એક્સચેન્જ wazirxના ડાયરેક્ટરને ત્યાં દરોડા  રેડ પહેલા રૂપિયા સગેવગે કર્યા

ક્રિપ્ટો કરન્સી એક્સચેંજ દ્વારા મોટો નફો કમાઈ રહેલા ગ્રુપ હવે ઈડીની રડાર પર આવી ગયા છે. ઈડીએ ત્રણ ઓગસ્ટના રોજ પીએલએલએ અંતર્ગત મૈસર્જ ઝનામી લૈબ પ્રાઈવેટ લિમિટેડના નિર્દેશકમાંના એક, જે ક્રિપ્ટ કરન્સી એક્સચેંજ વઝીરેક્સનું સંચાલન કરે છે. તેમને ત્યાં ઈડીના દરોડા પડ્યા છે. તપાસ બાદ કંપનીના 64.67 કરોડ રૂપિયાનું બેલેન્સવાળા બેંક ખાતાને ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ કંપની પર ચીનમાંથી ભારે માત્રામાં ફંડ લેવાનો પણ આરોપ લાગ્યો છે. વઝીરેક્સ ક્લાઉડ આધારિત સોફ્ટવેર @AWS મુંબઈ દ્વારા સંચાલિત થાય છે. તેમાં કામ કરતા તમામ કર્મચારી ઘરેથી કામ કરે છે. તેમનું રજીસ્ટર્ડ કાર્યાલય એવુ છે કે, ત્યાં ફક્ત બે ખુરશી રાખવાની જગ્યા છે.

Advertisement

આ ઉપરાંત ઈડીએ આરોપ લગાવ્યો છે કે, કંપનીઓ ટેલીકોલર્સનો ઉપયોગ કરે છે. જે ખાનગી ડેટાનો ખોટો ઉપયોગ કરે છે અને લોન લેનારા પાસેથી વધારે વ્યાજ વસૂલવા માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે. એજન્સીએ કહ્યું કે, ચીની ફંડ્સ દ્વારા સમર્થિત કેટલીય ફિનટેક કંપનીઓ આરબીઆઈથી લોન લઈને બિઝનેસ માટે NBFC લાયસન્સ નથી મેળવી શકતા. એટલા માટે ખોટો રસ્તો પકડીને આ કામ શરૂ કર્યું.

આ મામલાને લઈને ક્રાઈમ તપાસ શરૂ થયા બાદ તેમાંથી ઘણા બધા ફિનટેક એપ્સે પોતાની દુકાનો બંધ કરી દીધી છે અને કમાયેલો નફો ડાયવર્ટ કરી દીધો છે. તપાસના સમયે ઈડીને એ જાણવા મળ્યું છે કે, મોટી રકમમાં ફંડ્સ ફિનટેક કંપનીઓના ક્રિપ્ટો અસેટ ખરીદવા અને તેને ગેરકાયદેસર રીતે વિદેશમાં રાખવા માટે ડાયવર્ટ કર્યું હતું. ઈડીના જણાવ્યા અનુસાર આ કંપનીઓ અને વર્ચુઅલ અસેટ હાલના સમયમાં પહોંચમાં નથી.

Advertisement

ક્રિપ્ટો એક્સચેન્જને સમન મોકલ્યું

નાણાકીય તપાસ કરનારી એજન્સીએ ક્રિપ્ટો એક્સચેન્જને સમન જાહેર કર્યુ છે. ઈડીએ કહ્યું કે, એ જોવા મળ્યું છે કે, ફંડ્સની મોટા ભાગની રકમ વઝીરેક્સ એક્સચેન્જને ડાયવર્ટ કરવામા ંઆવી હતી અને ખરીદવામાં આવેલા ક્રિપ્ટો અસેટ્સને અજાણ્યા ફોરેન વોલેટ્સને ડાયવર્ટ કરવામાં આવી છે.

Advertisement

Tags :
Advertisement

.