Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગણતરી માં ઉકેલાયો ચોરીનો ભેદ,50 લાખના હીરા સાથે ત્રણ આરોપી પોલીસે ઝડપી કાર્યવાહી કરી

સુરતના શુક્રવારે વહેલી સવારે એક હીરાના કારખાનામાં 50 લાખના મતના હીરાની ચોરીનો બનાવ સામે આવ્યો હતો. બનાવની જાણ થતા જ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં તસ્કરોને ઝડપી લીધા છે. સુરત પોલીસે અલગ લાગ અલગ ટીમો બનાવી, અલગ દિશામાં તપાસ આદરી હતી. ત્યારે બાતમીના આધારે સુરત ક્રાઇમ ટીમે લાખો રૂપિયાના હીરાની ચોરી કરનાર મુખ્ય આરોપી સહિત ત્રણ ઇસમોની ધરપ
ગણતરી માં ઉકેલાયો ચોરીનો ભેદ 50 લાખના હીરા સાથે ત્રણ આરોપી પોલીસે ઝડપી કાર્યવાહી કરી

સુરતના શુક્રવારે વહેલી સવારે એક હીરાના કારખાનામાં 50 લાખના મતના હીરાની ચોરીનો બનાવ સામે આવ્યો હતો. બનાવની જાણ થતા જ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં તસ્કરોને ઝડપી લીધા છે. સુરત પોલીસે અલગ લાગ અલગ ટીમો બનાવી, અલગ દિશામાં તપાસ આદરી હતી. ત્યારે બાતમીના આધારે સુરત ક્રાઇમ ટીમે લાખો રૂપિયાના હીરાની ચોરી કરનાર મુખ્ય આરોપી સહિત ત્રણ ઇસમોની ધરપકડ કરી છે. ત્રણ પૈકી એક આરોપી ચોરી થઇ હતી તે કારખાનામાં ચાર વર્ષથી કામ કરતો હોવાનું સામે આવ્યુ છે.

Advertisement

ત્રણ આરોપીઓની કરવામાં આવી ધરપકડ

સુરતમાં ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે 17.02.2023ના ગત રોજ કાપોદ્રા વિસ્તારમા મોહનનગર વિભાગ 2ના સંત-આશીષ ડાયમંડ નામના કારખાનામાથી કોઇ અજાણ્યા ચોરે હીરા ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.ચોર ઇસમ સવારે સવા સાત વાગ્યે કારખાનામાં પાછળના ભાગેથી પ્રવેશ્યો હતો અને ખાતામાં એસિડમા બોઇલ કરવા રાખેલ 148.80 કેરેટ હીરાની ચોરી કરી ભાગી ગયો હતો.આ હીરાની કિંમત 48,86,000 થવા પામે છે.આ બાબતે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયો હતો. આરોપીઓને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમ કામગીરી કરી રહી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્ક આઉટમા હતી. આ દરમ્યાન મર્ડર,ધાડ,લૂંટ સ્કોર્ડને મળેલ બાતમી હકીકત આધારે કાપોદ્રામાં ચોરીની ઘટનાને અંજામ આપનાર આઈઓપીઓને પકડી કાર્યવાહી હાથ ધરાઇ છે.

સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.

પોલીસે આરોપીઓને પકડવા cctvની તપાસ કરી સીસી ટીવીના આધારે પોલીસને ક્યું મળ્યો,કાપોદ્રાના મોહનનગર ખાતે સંત આશિષ ડાયમંડ નામથી હીરાનું કારખાનું આવેલું છે. જ્યાં હીરાની ચોરી થઇ હતી. કારખાનાના માલિકને ચોરી અંગે જાણ થતા પોલીસને જાણ કરી હતી. કારખાના માલિક વિજયભાઈ ધામેલીયાએ પોલીસને ફરિયાદ કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહીતનો કાફલો ક્રાઈમ બ્રાંચની ટીમ સાથે ઘટના સ્થળે કારખાનાના માલિકની ફરિયાદ લઇ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.

એક આરોપી કારખાનામાં જ કરતો હતો કામ

આ અંગે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,પકડાયેલ આરોપીઓ પૈકી ચન્દ્રેશ મુળજીભાઇ ચોવટીયા આ કારખાનામાં છેલ્લા ચાર વર્ષથી હીરા સાઇનીંગ મારવાનું કામ કરતો હતો. જેથી તેને કારખાનાની બધી ગતી વિધી ખબર હતી. તેથી તેણે હીરાના કારખાનામાં ચોરી કરવા માટે આરોપી સુનિલ ઉર્ફે સરકાર અને દિપક અચ્છેલાલ માલીને ટીપ આપી હતી અને હીરા તૈયાર કરવા માટે કયા રૂમમાં મુકે છે તે બધુ સહ આરોપી દિપક માલીને 15 ફેબ્રુઆરીના રોજ જણાવી દીધું હતું અને 17ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગે આ ત્રણેય આરોપીઓ બરોડા પ્રિસ્ટેજ પાસે ભેગા થઇ ચોરી કરવાનુ નક્કી કરી આરોપી દિપક માલીએ કારખાનામાં જઈને બોઇલ રૂમમાં બારી વાટે પ્રવેશ કરી હીરા મુકેલ બીકર આખે આખુ ચોરી કરી પોતાની પાસેની કાળા કલરની બેગમા મુકી ભાગી ગયો હતો.સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અમરોલી વરીયાવ ટી-પોઇન્ટ પાસેથી આરોપી દિપક અચ્છેલાલ માલી, ચન્દ્રેશ મુળજીભાઇ ચોવટીયા અને સુનિલ ઉર્ફે સરકારની ધરપકડ કરી છે અને ત્યારબાદ આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ પુરેપરા હીરાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.