BAPSના હરિભક્તો દેવદૂત બન્યા, અનેક લોકોના જીવ બચાવીને યોગ્ય સારવાર અર્થે સેવા આપી
રવિવારે મોરબી ખાતે ઝુલતા પુલની દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ગુજરાત અને અનેક સ્થળેથી સૌ કોઈ ઝુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઇજાગ્રસ્તો પ્રત્યે સહાનુભૂતિ અને સંવેદના વહાવી રહ્યા છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે સ્વામી હરીસ્વરૂપ દાસજીએ વાતચીત કરતાં જણાવ્યું કે બી.એ.પી.એસના હરિભક્તોએ અનેક લોકોના જીવ બચાવ્ય
રવિવારે મોરબી ખાતે ઝુલતા પુલની દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ગુજરાત અને અનેક સ્થળેથી સૌ કોઈ ઝુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઇજાગ્રસ્તો પ્રત્યે સહાનુભૂતિ અને સંવેદના વહાવી રહ્યા છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે સ્વામી હરીસ્વરૂપ દાસજીએ વાતચીત કરતાં જણાવ્યું કે બી.એ.પી.એસના હરિભક્તોએ અનેક લોકોના જીવ બચાવ્યા હતા.
BAPSના હરિભક્તો દેવદૂત બન્યા
આ દુર્ઘટના વખતે ત્યાં હાજર રહેલા અનેક લોકોએ માનવતા દાખવી ડુબતાનો જીવ બચાવવા માટે મરણોતર પ્રયાસો કર્યા હતા. જેમાં બી.એ.પી.એસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી બી.એ.પી.એસના સ્વયંસેવકોએ અનેક લોકોના જીવ બચાવીને યોગ્ય સારવાર અર્થે સેવા આપી હતી. બી.એ.પી.એસના સંતોએ તમામ પીડીતો માટે ભોજનની પણ ત્વરિત વ્યવસ્થા કરી હતી.
મોરબીની ઘટનાના ચોથા દિવસે પણ NDRFની ટીમનું રેસ્ક્યૂ ઓપરેશન
મોરબીમાં ઝુલતા બ્રિજ તૂટવાના કારણે આજે અનેક લોકોના પરિવારોની આંખમાં આંસુ જોવા મળી રહ્યા છે. ઘટનામાં અત્યાર સુધીમાં 135 જેટલા લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે. વળી એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે હજુ ઘણા લોકો ગુમ છે. ત્યારે આજે આ ઘટનાના ચોથા દિવસે પણ NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
Advertisement