Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અંકલેશ્વરના આધ્યાત્મિક ધરોહર જળકુંડની દયનીય હાલત

અંકલેશ્વરના (Ankleshwar)નવા બોરભાઠા સ્થિત નર્મદા તટે માર્કંડ ઋષિએ ભગવાન શિવની આરાધના કરી એવા જળકુંડ દયનીય હાલતમાં જોવા મળતા શ્રધ્ધાળુઓમાં નિરાશા ફેલાઈ છે.અંકલેશ્વરના નવા બોરભાઠા સ્થિત જળકુંડ (Reservoir)આવેલ છે. હાલ જળકુંડનું અસ્તિત્વ જાળવણીના (survival maintenance)અભાવે જોખમમાં મુકાઈ રહ્યુ છે. તંત્ર દ્વારા તેની દેખરેખ કરવામાં આવતી નથી. જળકુંડનું અસ્તિત્વ જાળવણીના અભાવે જોખમમાં મુકાયુંઅંકલેશ્વરના
02:04 PM Dec 13, 2022 IST | Vipul Pandya
અંકલેશ્વરના (Ankleshwar)નવા બોરભાઠા સ્થિત નર્મદા તટે માર્કંડ ઋષિએ ભગવાન શિવની આરાધના કરી એવા જળકુંડ દયનીય હાલતમાં જોવા મળતા શ્રધ્ધાળુઓમાં નિરાશા ફેલાઈ છે.અંકલેશ્વરના નવા બોરભાઠા સ્થિત જળકુંડ (Reservoir)આવેલ છે. હાલ જળકુંડનું અસ્તિત્વ જાળવણીના (survival maintenance)અભાવે જોખમમાં મુકાઈ રહ્યુ છે. તંત્ર દ્વારા તેની દેખરેખ કરવામાં આવતી નથી. 
જળકુંડનું અસ્તિત્વ જાળવણીના અભાવે જોખમમાં મુકાયું

અંકલેશ્વરના નવા બોરભાઠા સ્થિત આસ્થાનું કેન્દ્ર જળકુંડનું અસ્તિત્વ તંત્રની દેખરેખના અભાવે જોખમાય રહ્યું છે. અંકલેશ્વરની આધ્યાત્મિક ધરોહર મૃતપ્રાય હાલતમાં છે.જળકુંડ નામશેષ થવાની કગાર પરછે. જ્યાં આપણા આધ્યાત્મિક અવશષો નામશેષ થઇ રહ્યા છે. ધરોહરની માવજત કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

જળકુંડનું મહાત્મ્ય

પુરાણોમાં ઉલ્લેખ મુજબ માર્કંડ ઋષિ દ્વારા નવા બોરભાઠા પર આવેલ જળકુંડ સ્થિત નર્મદાતટે ભગવાન શિવની આરાધના કરી હતી. જેથી ભગવાન શિવ પ્રસન્ન થઈ અહીં લિંગ સ્વરૂપે બિરાજમાન થયા હતા તો ઋષિમુનિઓ જળકુંડ સ્થિત તપ કરતા હતા. જળકુંડ અને નર્મદા તટે સ્નાન કરી કૃતાર્થ ભાગ્ય અનુભવતા હતા.કૈલાશ ટેકરી પર ભગવાન શિવ તો ભગવાન રણછોડરાયજીનું મંદિર પણ જળકુંડ સ્થિત સૈકા પૂર્વે બનેલ છે. તેનું સ્થાપન કોણે કર્યું તે હજી સુધી જાણી શકાયું નથી પણ તેમની મૂર્તિ અતિ પ્રાચીન હોવાનું મંદિરના પૂજારી જણાવી રહ્યા છે તો ભગવાન રામ સાથે અને તેના વનવાસ કાળ સાથે પણ જળકુંડ સંકળાયેલ છે. 




દેવસૂતી એકાદશી પર આદિવાસીઓનો  પરંપરાગત મેળો ભરાય છે

તંત્રની બેદરકારીના કારણે જળકુંડ પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યું છે. આદિવાસીઓનો પરંપરાગત ભાતીગળ મેળો દેવ સુતી એકાદશી એટલે અગિયારસના રોજ અહીં યોજવામાં આવે છે. તે દિવસોમાં આદિવાસી સમાજનો અહી મેળો ભરાય છે. જળકુંડ મેળોએ ભાતીગળ મેળો અને આગવી ઓળખ સમાન છે.અંકલેશ્વરના નવાબોઠા સ્થિત જળકુંડમાં એક સમયે લોકો સ્નાન કરી અહીં પૂજા કરી મેળો મહાલતા હતા આજે જળકુંડની દુર્દશા જોવા મળી રહી છે ભક્તો અહીં સ્નાન કરી શકતા નથી ત્યારે ભક્તો હવે માત્ર બે મંદિરોમાં  દર્શન કરી શકે છે.
જળકુંડમાં હજી પણ ગણેશજીની પ્રતિમાઓની દુર્દશા જોવા મળી રહી છે

ગણેશ ઉત્સવ બાદ અનંત ચૌદશના રોજ ગણેશ વિસર્જન દરમિયાન ગણેશજીની પીઓપીની પ્રતિમાઓ સહિતની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે જેને કારણે આ જળકુંડ વધુ દૂષિત બની રહ્યો છે આધ્યાત્મિક એવા આ ધરોહરની જાળવણી કરવાને બદલે તંત્ર દ્વારા તેને દૂષિત થવા છોડી દીધુ હોય તેમ નજરે પડ્યું છે ત્યારે જળકુંડમાં હજી પણ ગણેશજીની પ્રતિમાઓની દુર્દશા જોઈને ભક્તોની આસ્થા પર ઠેશ પહોંચી રહી છે.
Tags :
AnkleshwarfaithfulGujaratFirstpatheticconditionReservoirSpiritualheritageThesystemsucks
Next Article