ખુલ્લા કૂવામાં ખાબકતા સિંહોના મોતથી સુરક્ષા પર ઉઠ્યા સવાલ, કરોડોની ગ્રાન્ટ આખરે જાય છે ક્યાં ?
સમગ્ર એશિયામાં સિંહો માત્ર ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. સિંહોને બચાવવા સરકાર અનેક પ્રયાસો કરી રહી હોવાના દાવા કરી રહી છે.. પરંતુ સિંહો પર સંકટ યથાવત રહ્યું છે. અને તેમાં પણ સિંહો માટે જો કોઇ સૌથી વધુ જોખમી બાબત બની હોય તો તે છે ખુલ્લા કૂવાઓ...ખુલ્લા કૂવાઓને લઇને અનેકવાર હાઇકોર્ટે પણ કડક શબ્દોમાં સરકારની ટીકા કરી છે, પરંતુ વનવિભાગ ખુલ્લા કૂવાઓથી સિંહોને સુરક્ષા પ્àª
સમગ્ર એશિયામાં સિંહો માત્ર ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. સિંહોને બચાવવા સરકાર અનેક પ્રયાસો કરી રહી હોવાના દાવા કરી રહી છે.. પરંતુ સિંહો પર સંકટ યથાવત રહ્યું છે. અને તેમાં પણ સિંહો માટે જો કોઇ સૌથી વધુ જોખમી બાબત બની હોય તો તે છે ખુલ્લા કૂવાઓ...ખુલ્લા કૂવાઓને લઇને અનેકવાર હાઇકોર્ટે પણ કડક શબ્દોમાં સરકારની ટીકા કરી છે, પરંતુ વનવિભાગ ખુલ્લા કૂવાઓથી સિંહોને સુરક્ષા પ્રદાન કરવામાં નિષ્ફળ રહ્યું હોય તેમ સ્પષ્ટ જણાઇ આવે છે.
31 ડિસેમ્બર 2021ની સ્થિતિએ
સિંહોની સંખ્યા 674
ગીર અભયારણ્યમાં સિંહોની સંખ્યા 345
ગીર અભયારણ્યની બહાર સિંહોની સંખ્યા 329
નર સિંહોની સંખ્યા 206
માદા સિંહોની સંખ્યા 309
બાળ સિંહોની સંખ્યા 29
2020ની સરખામણીએ થયેલી વૃદ્ધિ 28.87 ટકા
પાંચ વર્ષમાં સિંહોની સુરક્ષા પાછળનો ખર્ચ 16 કરોડ
વાત કરીએ એવા કેટલાક ગામડાઓની જે વનવિભાગની હદમાં આવેલા છે, જેમકે અમૃતવેલ, શિરવાણ, સાજીયા, હસનાપુર, જાંબુથાળા, જાખીયા, ચીખલ કુબા, જામવાળા, જશાધાર, ઘોડાવડી , કોઠારિયા , અને સેમરડી ગામ, આ આ ગામો છે જ્યાં ખેતરોમાં હજુ પણ ખુલ્લા કૂવાઓ છે. સિંહોની અવર-જવરવાળા વિસ્તારોમાં અહીં અનેક ખુલ્લા કૂવાઓ આવેલા છે .. વનવિભાગ તેની હદમાં આવતા ગામોમાં ખુલ્લા કૂવાઓને બાંધવામાં આવ્યા હોવાની વાતો કરે છે, પરંતુ અનેક ખુલ્લા કૂવાઓ હજુ પણ સિંહો માટે મોતના કૂવાઓ બની રહ્યા છે.
છેલ્લા બે વર્ષના આંકડા
સિંહોના થયેલા કુલ મોત (2 વર્ષ) 283
બે વર્ષમાં અકસ્માતથી સિંહોના મોત 29
કુદરતી રીતે સિંહોના મોત 254
બે વર્ષમાં કુલ દીપડાના મોત 333
દીપડાના કુદરતી મોતનો આંક 243
દીપડાના અકુદતી મોતનો આંક 90
વન વિભાગે કૂવાઓ ફરતે દિવાલો બાંધી તેની ગુણવત્તાને લઇ સવાલ
વન વિભાગે ખુલ્લા કૂવાઓ પર દિવાલ બાંધવાનું જે કામ કર્યુ છે..તેની ગુણવત્તાઓને લઇને પણ સવાલો ઉઠ્યા છે.. નબળા બાંધકામની દિવાલોને કારણે આ દિવાલો થોડા સમયબાદ પડી જતા અનેક કૂવાઓ ફરી ખુલ્લા થઇ ગયા છે.. સ્થાનિકોનું કહેવુ છે કે વનવિભાગ દ્વારા કૂવાઓ પર જે દિવાલ બાંધવામાં આવે છે તેમાં માત્ર નામનો જ સિમેન્ટ હોય છે.. અને મોટેભાગે પથ્થરોનો ઉપયોગ કરી જેમ-તેમ કૂવાને બાંધી દેવામાં આવે છે..જેને કારણે દિવાલોની ગુણવત્તા સાવ નબળી હોય છે.વનવિભાગે હજ્જારોની સંખ્યામાં કૂવા બાંધી તો દીધા પરંતુ તે પછી તેની દિવાલો સલામત રહી છે કે કેમ તેની દરકાર ન લીધી, ઘણાખરા કૂવાઓ ફરીએકવાર ખુલ્લા બની ગયા છે, અને તે સિંહો જ નહીં અન્ય વન્ય પ્રાણીઓ માટે પણ જોખમરૂપ બન્યા છે. વનવિભાગ દ્વારા કૂવાઓ પરનું બાંધકામ હલકી ગુણવત્તાનું હોવાની ફરીયાદ અનેકવખત ખેડૂતો કરી ચૂક્યા છે.. પરંતુ કોઇ કાર્યવાહી થતી નથી
વનવિભાગને મળતી ગ્રાન્ટ ક્યાં જાય છે ?
વન વિભાગને પ્રતિવર્ષ કરોડોની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવે છે, પરંતુ જો કરોડોની ગ્રાન્ટ ફાળવવા છતા સિંહો આ રીતે મોતને ભેટતા હોય તો સવાલ એ થાય કે આ ગ્રાન્ટ જાય છે તો જાય છે ક્યાં ?
શું વન વિભાગને માત્ર ભ્રષ્ટાચાર આચરવામાં જ રસ છે ?
સવાલ એ થાય કે શું વન વિભાગને સરકાર તરફથી ફાળવવામાં આવતી કરોડોની ગ્રાન્ટમાંથી મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં જ રસ છે. જો કરોડોની ગ્રાન્ટ ફાળવવા છતા સિંહોની સુરક્ષાનો ઉદ્દેશ્ય સાર્થક ન થતો હોય તો ગ્રાન્ટ ફાળવવાનો મતલબ શું છે
ગીરના જંગલ અને આસપાસના વિસ્તારોમાં સેંકડો ખુલ્લા કૂવાઓ છે. આવા ખુલ્લા કુવામાં અત્યાર સુધીમાં અનેક સિંહો, દીપડા, નીલગાય, ભૂંડ, હરણ, ચિંકારા સહિતનાં વન્યપ્રાણીઓ મોતને ભેંટી ચૂક્યા છે. વનવિભાગ કહેતું આવ્યું છે કે ગીર અને તેની આસપાસના ખુલ્લા કૂવાઓથી સિંહોને સુરક્ષા પ્રદાન કરાઇ છે.. પરંતુ કોટડા ગામમાં ખુલ્લા કૂવામાં પડવાથી થયેલા સિંહ અને સિંહણના મોતે વન વિભાગના દાવાઓની પોલ ખોલી નાંખી છે.
આ પણ વાંચોઃ ખેડૂતોના ખુલ્લા કુવા સિંહો માટે બન્યા મોતના કુવા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement