The Crime Story: Patanમાં 'Welter'નો વટ, ઘોરફોડ ચોરીનો કેસ ઉકેલવામાં કરી મદદ
The Crime Story: પાટણના હેડ ક્વાર્ટર ખાતે ડોગ સ્કોડમાં આવેલ વેલ્ટર નામનો ડોગ આવેલો છે, જે 2 વર્ષ નો છે. જેના દ્વારા 6-8- 2024 ના વર્ષ માં શંખેશ્વર તાલુકાના રૂની ગામમાંથી એક ઘરફોડ ચોરી ડિટેક કરવામાં આવી હતી. તેમાં બે આરોપી ને પકડી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. પાટણના હેડકવોટર ખાતે આવેલ ડોગ સ્કોડમાં એક વેલ્ટર નામનો 2 વર્ષીય ડોગ છે. જે બેલ્જિયમ જાતિનો બ્રાઉન કલરનો છે જે 23-11-2022 ના રોજ વેલ્ટર નો જન્મ થયો હતો અને તેને 3-2-2023 ના રોજ 5 મહિના હતો.
વેલ્ટર નામના ડોગે 2 ચોરોને પકડી પાડ્યાં
તેને પાટણ ખાતે લાવવામાં આવ્યો હતો ત્યારે બાદ 1-6-2023 નારોજ અમદાવાદ નતાલીમ કેન્દ્ર સેજપુર બોધા ખાતે ટ્રેનિંગ માટે અલગ અલગ ગુંહોને ડિટેક કરવાની 12 મહિના સુધી તાલીમ આપવામાં આવી હતી જેમાં ઓળખ પરેડ માસ્ટર સર્ચ અને ગુના ટ્રેક કરવાની તાલીમ પતાવીને પાટણ ના હેડક્વાર્ટર માં લાવવા માં આવ્યો અને ત્યાર બાદ 6-8-2024 માં શંખેશ્વરના રૂની ગામા ઘરફોડ ચોરીમાં રોકડ 20 હજાર અને ચાંદીના દાગીના 5 હજાર મળી કુલ 25 હજારની ચોરી ગામના જ બે લોકો દ્વારા કરવામાં આવી હતી. જે ચોરી ડિટેક કરવા પ્રથમ વાર વેલ્ટર નામના ડોગ સ્કોડની ગુનાહવાળા આર્ટિકલની સ્મેલ સુંગાડવામાં આવી અને ત્યાર બાદ તે સમેલની આધારે ઘરફોડ ચોરીનો ભેદ ડિટેક કરી ગામના 2 ચોરોને પકડીને તે ચોરી વેલતારે ડિટેક કરી હતી.