Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાષ્ટ્રપતિના ઉમેદવાર યથવંત સિન્હાના નામથી હવે CPM નારાજ

વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હા સોમવારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે. દરમિયાન, વિપક્ષી છાવણીમાં મતભેદો દેખાઈ રહ્યા છે કારણ કે જેએમએમ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ તરફ ઝુકાવ દર્શાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ માહિતી સામે આવી છે. કેન્દ્ર સરકારે યશવંત સિન્હાને CRPFની Z શ્રેણીની સુરક્ષા પૂરી પાડીજેડીએસ નેતા એચ.ડી. દેવેગૌડાએ NDA ઉમેદવારની પ્રશ
રાષ્ટ્રપતિના ઉમેદવાર યથવંત સિન્હાના નામથી હવે cpm નારાજ

Advertisement

વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હા સોમવારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે. દરમિયાન, વિપક્ષી છાવણીમાં મતભેદો દેખાઈ રહ્યા છે કારણ કે જેએમએમ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ તરફ ઝુકાવ દર્શાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ માહિતી સામે આવી છે. 
કેન્દ્ર સરકારે યશવંત સિન્હાને CRPFની Z શ્રેણીની સુરક્ષા પૂરી પાડી
જેડીએસ નેતા એચ.ડી. દેવેગૌડાએ NDA ઉમેદવારની પ્રશંસા કરી અને તેમને "યોગ્ય" અને "બિન-વિવાદાસ્પદ" ગણાવ્યા. આ મુદ્દે નિર્ણય લેવા માટે શનિવારે JMMની બેઠક યોજાઈ રહી છે. સિન્હાએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહના કાર્યાલય પર ફોન કરીને ચૂંટણી માટે સમર્થન માંગ્યું હતું. તેમણે વિરોધ પક્ષોના તમામ નેતાઓને પત્ર પણ લખ્યો છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે યશવંત સિન્હાને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની Z-શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે. 
CPMએ સિન્હાના નામ પર દર્શાવી નારાજગી
આવી સ્થિતિમાં યશવંત સિન્હાની સુરક્ષા માટે કેન્દ્ર સરકારના નિર્દેશ પર CRPF કમાન્ડો 24 કલાક તૈનાત રહેશે. લાંબી બેઠકો અને ઘણા બધા વિવાદો બાદ વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર મહોર લાગી હતી. જોકે, હવે એવા અહેવાલ છે કે પશ્ચિમ બંગાળનું CPM યુનિટ યશવંત સિન્હાના નામથી અસંતુષ્ટ જણાય છે. ફેસબુક પર CPM વતી એક સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું હતું. જેમાં સિન્હાની ઉમેદવારીને સમર્થન આપવામાં આવ્યું હતું. જેના કારણે પાર્ટીમાં વિવાદ ઉભો થયો હતો. બંગાળના CPMના રાજ્યસભા સાંસદ વિકાસ રંજન ભટ્ટાચાર્યએ ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ સાથેના તેમના હાલના સંબંધોને ધ્યાનમાં રાખીને સિન્હાની ઉમેદવારી પર સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું કે પાર્ટીએ તે સહન કરવું પડશે.
મુખ્ય મુકાબલો દ્રૌપદી મુર્મુ અને યશવંત સિન્હા વચ્ચે
પાર્ટીનું કહેવું છે કે આ પદ માટેના ઉમેદવાર વધુ સારા બની શક્યા હોત. વળી બીજી તરફ ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુ સિન્હાના સામે ઉભા છે. મહત્વનું છે કે, NDAએ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આવી સ્થિતિમાં મુખ્ય મુકાબલો દ્રૌપદી મુર્મુ અને યશવંત સિન્હા વચ્ચે થવાનો છે. ભૂતકાળમાં, યશવંત સિન્હાએ કહ્યું હતું કે, ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી તરીકે, તેમણે એનડીએના ટોચના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ કરતાં અનુસૂચિત જનજાતિ અને અન્ય વંચિત વર્ગો માટે વધુ કામ કર્યું છે.
રાષ્ટ્રપતિની ચૂંટણી ક્યારે યોજાશે?
તાજેતરમાં જ ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. જે મુજબ 18મી જુલાઇએ દેશના આગામી રાષ્ટ્રપતિની પસંદગી કરવા માટે મતદાન કરવામાં આવશે. જ્યારે ચૂંટણીના પરિણામો 21 જુલાઈએ આવશે અને દેશને એક નવા મહામહિમ મળશે. આ ચૂંટણીમાં સાંસદો અને ધારાસભ્યોની બનેલી ઈલેક્ટોરલ મંડળીના 4,809 સભ્યો વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અનુગામીની પસંદગી કરશે.
Tags :
Advertisement

.