ઓવૈસીની ફેસબુક પોસ્ટ પર શરૂ થયો વિવાદ, કહ્યું- મુઘલ બાદશાહોની પત્નીઓ કોણ હતી?
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ હવે રાજકીય રેગ લઇ ચુક્યો ગયો છે. જોકે, આ મામલો હજુ કોર્ટમાં છે, જેના પર નિર્ણય આવવાનો બાકી છે. વળી તાજેતરમાં આવેલી જાણકારી મુજબ જ્ઞાનવાપી કેસમાં 26 મે ના રોજ સુનાવણી થશે. જ્ઞાનવાપી ઉપરાંત મથુરાની શાહી ઈદગાહ મસ્જિદ પરના દાવાનો મામલો કોર્ટમાં ગયો છે. દિલ્હીમાં કુતુબ મિનાર અને આગરામાં તાજમહેલના 22 બંધ રૂમ ખોલવાની માગ છે. આ બધાને કારણà«
09:34 AM May 24, 2022 IST
|
Vipul Pandya
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ હવે રાજકીય રેગ લઇ ચુક્યો ગયો છે. જોકે, આ મામલો હજુ કોર્ટમાં છે, જેના પર નિર્ણય આવવાનો બાકી છે. વળી તાજેતરમાં આવેલી જાણકારી મુજબ જ્ઞાનવાપી કેસમાં 26 મે ના રોજ સુનાવણી થશે.
જ્ઞાનવાપી ઉપરાંત મથુરાની શાહી ઈદગાહ મસ્જિદ પરના દાવાનો મામલો કોર્ટમાં ગયો છે. દિલ્હીમાં કુતુબ મિનાર અને આગરામાં તાજમહેલના 22 બંધ રૂમ ખોલવાની માગ છે. આ બધાને કારણે આ બાબતોને ઈતિહાસ અને મુગલકાળ સાથે જોડવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમોને લઈને એક મોટો દાવો કર્યો છે. જેને લઇને હવે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે.
એક પોસ્ટ કરીને ઓવૈસીએ આપ્યું વિવાદને આમંત્રણ
ઓવૈસીએ પોતાની ફેસબુક પોસ્ટમાં ઈતિહાસ અને મુઘલ કાળ વિશે મોટો દાવો કર્યો છે. ઓવૈસીએ પોતાની પોસ્ટમાં કહ્યું છે કે ભારતના મુસ્લિમોને મુઘલો સાથે કોઈ સંબંધ નથી. તેમણે પોતાની ફેસબુક પોસ્ટ પર પણ આ સવાલ ઉઠાવ્યો છે. ઓવૈસીએ સવાલ કર્યો છે કે, મુઘલોને ભારતના મુસ્લિમો સાથે કોઈ સંબંધ નથી, પરંતુ તે જણાવો કે મુઘલ બાદશાહની પત્નીઓ કોણ હતી? ઓવૈસીની આ પોસ્ટથી મોટો હવે વિવાદ સર્જાયો છે. આરએસએસ પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું કે, આરએસએસની શાખાઓથી વિપરીત, મદરેસાઓ આત્મસન્માન અને સહાનુભૂતિ શીખવે છે, પરંતુ અભણ સંઘીઓ આ સમજી શકશે નહીં. ઓવૈસીએ પૂછ્યું કે, હિંદુ સમાજ સુધારક રાજા રામ મોહન રોય મદરેસામાં કેમ ભણતા હતા? તેમણે આરએસએસ પર મુસ્લિમોને નિશાન બનાવવા પર કહ્યું કે, મુસ્લિમ વંશ પર ધ્યાન આપવું એ તમારી હીન ભાવના દર્શાવે છે. દેશના મુસ્લિમોએ ભારતને સમૃદ્ધ બનાવ્યું છે અને ભવિષ્યમાં પણ મુસ્લિમો આમ કરતા રહેશે.
ઓવૈસી હિન્દુઓની ભાવનાઓને ભડકાવવા માગે છે: કરણી સેના
ઓવૈસીની પોસ્ટ પર આકરી પ્રતિક્રિયા આપતા કરણી સેનાના પ્રમુખ સૂરજપાલ અમ્મુએ કહ્યું કે, તેઓ હિન્દુઓની ભાવનાઓને ભડકાવવા માગે છે. અમ્મુએ કહ્યું કે, ઓવૈસીએ આ નિવેદનથી સ્પષ્ટ કર્યું છે કે મુઘલોએ માત્ર લૂંટ જ નહીં પરંતુ બહેન-દીકરીઓની ઈજ્જત સાથે પણ રમત રમી હતી.
મધ્ય પ્રદેશના ગૃહમંત્રી ઓવૈસીને ગણાવ્યા ભસ્માસુર
અસદુદ્દીન ઓવૈસીની આ પોસ્ટ બાદ મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પ્રતિક્રિયા આપી છે. ગૃહમંત્રીએ કહ્યું કે, અસદુદ્દીન ઓવૈસી વાસ્તવમાં મુસ્લિમોના ભસ્માસુર છે. નરોત્તમ મિશ્રાએ અસદુદ્દીન ઓવૈસી પર આરોપ લગાવતા કહ્યું કે, ઓવૈસી મહિલાઓના સન્માનમાં પોતાનું સન્માન માને છે. અસદુદ્દીન ઓવૈસી સૌથી પહેલા વંદે માતરત સામે આવ્યા હતા અને હવે તે મહિલા વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, ઓવૈસી હંમેશા મહિલા અધિકાર વિરુદ્ધ નિવેદનો આપે છે.
Next Article