Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગીરમાં સિંહોની હાલત કફોડી, પજવણીનો વધુ એક વિડીયો વાયરલ

સિંહોને ગુજરાતનું ઘરેણું માનવામાં આવે છે.  સિંહોને જોવા દેશ વિદેશથી પર્યટકો ગુજરાત આવતા હોય છે. ગુજરાતના સિંહોની હાલત કફોડી કરી રહ્યા છે. સિંહોની પજવણી કરતા વિડીયો છાસવારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આજ વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જોઈને તમારું હૃદય કંપી ઉઠશે. એ હદે કોઈ વાહન ચાલક દ્વારા બે સિંહની ક્રૂરતા પૂર્વક કરી પજવણી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.2 ડાલામથ્
ગીરમાં સિંહોની હાલત કફોડી  પજવણીનો વધુ એક વિડીયો વાયરલ
સિંહોને ગુજરાતનું ઘરેણું માનવામાં આવે છે.  સિંહોને જોવા દેશ વિદેશથી પર્યટકો ગુજરાત આવતા હોય છે. ગુજરાતના સિંહોની હાલત કફોડી કરી રહ્યા છે. સિંહોની પજવણી કરતા વિડીયો છાસવારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આજ વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જોઈને તમારું હૃદય કંપી ઉઠશે. એ હદે કોઈ વાહન ચાલક દ્વારા બે સિંહની ક્રૂરતા પૂર્વક કરી પજવણી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
2 ડાલામથ્થા સિંહો પાછળ ફોરવહીલ વાહન ક્રૂરતા પૂર્વક દોડાવતા પજવણીખોરો જાણે દેશની આન બાન અને શાન ગણાતા સિંહોને વાહન નીચે કચડી નાખવાના જ ઇરાદે આવ્યા હોય.  ફોરવહીલ વાહન પુરપાટ પાછળ દોડાવતા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.  સિંહોની પજવણીના અનેક વિડીયો સામે આવ્યા છે પણ આ તો સિંહો સાથે ક્રુરતાની મર્યાદા ઓળંગતો વિડીયો હોય જેને જોઈને વનવિભાગની કાર્યપધ્ધતિ સામે સવાલો ઉભા કરી દીધા છે. સિંહોની સુરક્ષા અંગે મોટી વાતો કરનાર વનતંત્ર સામે પજવણીખોરો જાણે ખુલ્લી ચેલેન્જ કરી રહ્યા છે.
વનવિભાગ  સિંહો પાછળ અતિ ક્રૂરતાપૂર્વક વાહન દોડાવનારાને યુદ્ધના ધોરણે પકડી પાડે તેવી સિંહપ્રેમીઓની માગ છે. સિંહોની ક્રૂરતા પૂર્વકની પજવણીનો વાયરલ વિડીયો શેત્રુજી ડિવિઝનના જેસર પંથકનો હોવાનું અનુમાન હાલ સિંહપ્રેમીઓ લગાવી રહ્યા છે
Advertisement
Tags :
Advertisement

.