Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકોટમાં વિદ્યાર્થીનીના મોતની ઘટનાની અસર, પોરબંદરમાં સવારપાળીની શાળાઓનો સમય 8.30નો કરવા કોંગ્રેસની માંગ

રાજકોટમાં ઠંડીમાં ઠુંઠવાઇને વિદ્યાર્થીનીનું મોત થયાના પડઘા અન્ય જગ્યાઓની જેમ પોરબંદરમાં પણ પડ્યા છે.. રાજકોટ જેવો બનાવ પોરબંદરમાં ન બને તે માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાએ તંત્રને રજુઆત કરી છે.. આ રજૂઆતમાં તેમણે શાળાઓનો સવારનો સમય 8.30 કલાકનો કરવા માટે માંગ કરી છે... ઉત્તર ભારતમાં સતત થઇ રહેલી હિમવર્ષાની અસà
રાજકોટમાં વિદ્યાર્થીનીના મોતની ઘટનાની અસર   પોરબંદરમાં સવારપાળીની શાળાઓનો સમય 8 30નો કરવા કોંગ્રેસની માંગ
Advertisement
રાજકોટમાં ઠંડીમાં ઠુંઠવાઇને વિદ્યાર્થીનીનું મોત થયાના પડઘા અન્ય જગ્યાઓની જેમ પોરબંદરમાં પણ પડ્યા છે.. રાજકોટ જેવો બનાવ પોરબંદરમાં ન બને તે માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાએ તંત્રને રજુઆત કરી છે.. આ રજૂઆતમાં તેમણે શાળાઓનો સવારનો સમય 8.30 કલાકનો કરવા માટે માંગ કરી છે... 
ઉત્તર ભારતમાં સતત થઇ રહેલી હિમવર્ષાની અસરના ભાગરૂપે પોરબંદર શહેરમાં છેલ્લા ૩ દિવસથી વર્તાઇ રહેલી કડકડતી ઠંડીનો ચમકારો ગઇકાલે વધુ તીવ્ર બન્યો હતો. જેના પગલે ઉત્તર-પૂર્વ દિશામાંથી પ્રતિકલાકના ૯ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનો સાથે હાડ થીજાવતી ઠંડીનું મોજું ફરી વળતાં ઠંડીનો પારો ૮.૪ ડિગ્રી થતાં સૌથી વધુ ઠંડી અને કોલ્ડેસ્ટ ડે નો અહેસાસ થયો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં હજુ પણ શહેરમાં ઠંડી યથાવત રહેવા સાથે લઘુતમ તાપમાન ૯ ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. 
ઠંડીની સૌથી વધારે અસર સવારે શાળાએ જતાં નાના બાળકોને થઈ રહી છે ઠંડીને કારણે વિદ્યાર્થીઓની હાલત કફોડી બની રહી છે, હાડ થીજાવતી ઠંડીના લીધે શહેરની પ્રિ-પ્રાઇમરી અને પ્રાથમિક શાળાઓ સહિત માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ ઘણા વિદ્યાર્થીઓની ગેરહાજરી જોવા મળી રહી છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલી ઠંડીના લીધે વહેલી સવારે સ્કૂલે જતાં વિદ્યાર્થીઓની હાલત કફોડી બની ગઇ છે. એમાંય સુસવાટા સાથે પવનની ગતિએ વિદ્યાર્થીઓને એક સ્વેટર નહીં પણ બે થી વધુ સ્વેટર અને જેકેટ પહેરીને સ્કૂલે જવુ પડે છે. 
પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ સેક્રેટરી રામદેવભાઈ મોઢવાડીયાએ જણાવ્યું છે કે પોરબંદરમાં વધતી જતી ઠંડી અનુસંધાને શાળા અને કોલેજનો સમય ૮:૩૦ વાગ્યાનો કરવો જોઈએ. હાલમાં ગ્રામ્યપંથકમાંથી શાળા અને કોલેજમાં આવતા છાત્રોને વધુ હેરાનગતિ વેઠવી પડે છે તથા અમુક શાળાઓમાં તેમના જ સ્વેટર પહેરવા પડે છે જે ખુબ પતલા હોવાથી ઠંડીમાં વિદ્યાર્થીઓ ઠંડીમાં ઠુંઠવાય છે. માટે જીલ્લા શિક્ષણાધિકારીએ શાળા સંચાલકોને પણ સુચના આપવી જોઇએ અને શાળાનો સમય મોડો કરવો જોઈએ તેવી માંગણી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે. 
આ પણ વાંચોઃ 

કાતિલ ઠંડીને લઇને સુરતમાં સવાર પાળીની શાળાઓને સમયમાં ફેરફારની છૂટ અપાઇ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×