Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પોરબંદરમાં ઠંડી દરરોજ થોડી વધ-ઘટ સાથે તેનું જોર દેખાડી રહી છે

ઉત્તર ભારત અને કાશ્મીરમાં સતત થઈ રહેલી હિમવર્ષા અને ફૂંકાઈ રહેલા ઠંડા પવનના પગલે સમગ્ર ગુજરાતમાં છેલ્લાં પાંચ દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા મકર સંક્રાંતિ બાદથી રાજ્યમાં ઠંડી ભૂક્કાં બોલાવશે તેવી કરવામાં આવેલી આગાહી સાચી પડી છે અને ઠંડી દરરોજ થોડી વધ-ઘટ સાથે તેનું જોર દેખાડી રહી છે. સોમવાર, તા.16 જાન્યુઆરીએ પોરબંદરમાં રેકોર્ડબ્રેક ૬.૨ ડિગ્રી તાપમાન નોંધાયું à
પોરબંદરમાં ઠંડી દરરોજ થોડી વધ ઘટ સાથે તેનું જોર દેખાડી રહી છે
Advertisement
ઉત્તર ભારત અને કાશ્મીરમાં સતત થઈ રહેલી હિમવર્ષા અને ફૂંકાઈ રહેલા ઠંડા પવનના પગલે સમગ્ર ગુજરાતમાં છેલ્લાં પાંચ દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા મકર સંક્રાંતિ બાદથી રાજ્યમાં ઠંડી ભૂક્કાં બોલાવશે તેવી કરવામાં આવેલી આગાહી સાચી પડી છે અને ઠંડી દરરોજ થોડી વધ-ઘટ સાથે તેનું જોર દેખાડી રહી છે. સોમવાર, તા.16 જાન્યુઆરીએ પોરબંદરમાં રેકોર્ડબ્રેક ૬.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ જોકે તાપમાનનો પારો ક્રમશ: ઉપર ચડતો રહ્યો છે અને મંગળ તથા બુધવારે સિંગલ ડિજીટમાં રહ્યા બાદ આજે પોરબંદરમાં તાપમાનનો પારો ડબલ ડિજીટમાં એટલે કે 10.9 ડિગ્રી નોંધાયો છે.
હાડ ગાળતી ઠંડી
પોરબંદર અને દેશના અન્ય દરિયાકાંઠાના શહેરો તથા વિસ્તારોમાં સામાન્ય રીતે ઠંડીનું પ્રમાણ ઓછું રહેતું હોય છે, પરંતુ આ વખતે કારણ કોઈ પણ હોય પોરબંદર સહિત દરિયાઈ વિસ્તારો પણ કાતિલ ઠંડીથી થથરી ઉઠ્યા છે. તેમાં પણ પોરબંદર શહેરનું તાપમાન તો જાણે કે લોકોના હાડ ગાળી રહ્યું હોય તેવો માહૌલ ઊભો થયો છે. આ વખતે ડિસેમ્બર માસના પ્રારંભે ઠંડીએ સ્પીડ પકડી હતી, પરંતુ ત્યારબાદ અચાનક જ ઠંડી જાણે કે ઓસરતી હોય તેવું દૃશ્ય સર્જાયું હતું, પરંતુ ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં ઠંડી ફરી તેના અસલ રંગમાં આવી હતી અને ડિસેમ્બર પૂર્ણ થતા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ફરી વાતાવરણમાં હળવી ઠંડીની અનુભૂતિ થવા પામી હતી.
ફરી કાતિલ ઠંડીની આગાહી
ઠંડીના પ્રમાણમાં આવા અનેક ઉતાર-ચઢાવ બાદ હવામાન વિભાગ દ્વારા મકર સંક્રાંતિ બાદ ફરી એકવાર ઠંડીનો કાતિલ દૌર શરુ થવાની આગાહી કરવામાં આવી હતી, જે યથાર્થ ઠરી છે અને પોરબંદર સહિત રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું સામ્રાજ્ય છવાઈ રહ્યું છે. પોરબંદરમાં ઠંડીએ તાકાત દેખાડતાં લોકો વહેલી સવારે અને મોડી રાત્રે ઘરમાં પૂરાયેલા જોવા મળી રહ્યા છે. જોકે, ફરવાના શોખીનો વહેલી સવારે અને રાત્રે ચોપાટીની મુલાકાત લેવાનું નથી ચૂકી રહ્યા અને સમુદ્ર પરથી વાતા ઠંડા પવનના સંગાથે ગરમા-ગરમ ચા-કોફી કે હૂંફાળા કાવાની ચૂસકીઓ મારતાં નજરે પડી રહ્યા છે.
તાપમાન
પોરબંદર ઉપરાંત રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો રાજ્યના સૌથી ઠંડા શહેરનો ખિતાબ જેને મળેલો છે તેવા કચ્છના નલિયામાં આજે લઘુત્તમ તાપમાન 7.2 ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત, અમરેલીમાં 9.3, વડોદરામાં 12.6, ભુજમાં 11.7, ભાવનગરમાં 12, ડિસામાં 10.7, દિવમાં 11.3, ગાંધીનગરમાં 11.7, ઓખામાં 19.9, અમદાવાદમાં 13.4, રાજકોટમાં 11.9 અને સુરતમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજુ 25 જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડીમાં વધ-ઘટ જોવા મળ્યા બાદ ઠંડીનો વધુ એક કાતિલ રાઉન્ડ આવવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×