Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંજાબના CM એ રાજ્યની જનતાને કરેલો વધુ એક વાયદો પૂરો કર્યો

પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર બન્યા બાદ ફટાફટ નિર્ણયો લેવાઇ રહ્યા છે. ચૂંટણી પૂર્વે જે વાયદાઓ કરવામાં આવી રહ્યા હતા, તેમાંથી વધુ એક વાયદો પંજાબ સરકારે પૂરો કર્યો છે. જીહા, પંજાબ સરકારે 1 જુલાઈથી ઘરોમાં 300 યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીઓ પહેલા AAP દ્વારા આપવામાં આવેલા મોટા વચનોમાંનું એક હતું કે દરેક ઘરને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવી. રાજ્યમાં
પંજાબના cm એ રાજ્યની જનતાને કરેલો વધુ એક વાયદો પૂરો કર્યો
પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર બન્યા બાદ ફટાફટ નિર્ણયો લેવાઇ રહ્યા છે. ચૂંટણી પૂર્વે જે વાયદાઓ કરવામાં આવી રહ્યા હતા, તેમાંથી વધુ એક વાયદો પંજાબ સરકારે પૂરો કર્યો છે. જીહા, પંજાબ સરકારે 1 જુલાઈથી ઘરોમાં 300 યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીઓ પહેલા AAP દ્વારા આપવામાં આવેલા મોટા વચનોમાંનું એક હતું કે દરેક ઘરને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવી.
Advertisement

રાજ્યમાં ભગવંત માનની આગેવાની હેઠળની સરકારને આજે એક મહિનો પૂર્ણ થયો છે. આ સંદર્ભમાં પંજાબ સરકારે અખબારોમાં જાહેરાતો દ્વારા પોતાનું એક મહિનાનું રિપોર્ટ કાર્ડ પણ રજૂ કર્યું છે, જેમાં ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. 25 હજાર નવી સરકારી નોકરીઓની જાહેરાત ઉપરાંત સરકારે 35 હજાર કોન્ટ્રાક્ટ આધારિત કામદારોને નિયમિત કરવાની જાહેરાત કરી છે.
રિપોર્ટ કાર્ડની હાઇલાઇટ્સ
ભ્રષ્ટાચાર વિરોધી એક્શન લાઇન શરૂ
25 હજાર નવી સરકારી નોકરીની જાહેરાત
35 હજાર કોન્ટ્રાક્ટ આધારિત કામદારો નિયમિત થશે
રાશનની હોમ ડિલિવરીની જાહેરાત
ખાનગી શાળાઓને ફી વધારો ન કરવા સૂચના
સતત પ્રયાસોથી ગ્રામીણ વિકાસ ફંડ માટે એક હજાર કરોડથી વધુ રકમ પ્રાપ્ત કરી
સરકારી કચેરીઓમાં શહીદ ભગતસિંહ અને બાબાસાહેબ આંબેડકરના ફોટા
ખેડૂતોને 101 કરોડથી વધુનું વળતર જાહેર કર્યું
એક ધારાસભ્ય - એક પેન્શન, તમામ ધારાસભ્યો પાસેથી વધારાની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે
23મી માર્ચે શહીદ દિવસ જાહેર રજા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
ધારાસભ્યોને સામાન્ય જનતા માટે 24*7 ઉપલબ્ધ રહેવા સૂચના
તમામ ડેપ્યુટી કમિશનરોને એક મહામાં પુનર્વસવાટ કેન્દ્રોને અપગ્રેડ કરવા સૂચના
આપને યાદ અપાવી દઇએ કે, AAP કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 300 યુનિટ સુધી મફત વીજ પુરવઠો આપવાનું વચન આપ્યું હતું, અને કહ્યું હતું કે પંજાબના લોકો વીજળીના ખર્ચથી "ખૂબ જ નાખુશ" છે. તેમણે કહ્યું કે, "પંજાબ સરપ્લસ પાવર જનરેટ કરે છે પરંતુ કલાકો સુધી પાવર કાપી નાખે છે. આ ઉપરાંત, ઘણા લોકોને મોંઘા બિલ મળે છે." 
Tags :
Advertisement

.