Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરબી દુર્ઘટના મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ પહોંચ્યો, જાણો શું કરાઇ માગ

ગુજરાતના મોરબી (Morbi)માં કેબલ બ્રિજ અકસ્માત (Cable Bridge Accident)નો મામલો સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં પહોંચ્યો છે. આ કેસમાં નિવૃત્ત જજની દેખરેખ હેઠળ ન્યાયિક સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી છે. પિટિશનમાં રાજ્ય સરકારને કમિટી બનાવી તમામ જૂના સ્મારકો અને પુલોનો સર્વે કરાવવાની માંગ કરવામાં આવી છે. આ મામલે એક જાહેર હિતની અરજીમાં હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે, જેને આજે સુનાવણી માટે માન્ય રાખતા સુપ્રà
મોરબી દુર્ઘટના મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ પહોંચ્યો  જાણો શું કરાઇ માગ
ગુજરાતના મોરબી (Morbi)માં કેબલ બ્રિજ અકસ્માત (Cable Bridge Accident)નો મામલો સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં પહોંચ્યો છે. આ કેસમાં નિવૃત્ત જજની દેખરેખ હેઠળ ન્યાયિક સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી છે. પિટિશનમાં રાજ્ય સરકારને કમિટી બનાવી તમામ જૂના સ્મારકો અને પુલોનો સર્વે કરાવવાની માંગ કરવામાં આવી છે. આ મામલે એક જાહેર હિતની અરજીમાં હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે, જેને આજે સુનાવણી માટે માન્ય રાખતા સુપ્રીમ કોર્ટે 14 નવેમ્બરની તારીખ આપી છે. મોરબીમાં રવિવારે થયેલા અકસ્માતમાં 134થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અકસ્માત થયો ત્યારે 500 થી વધુ લોકો કેબલ બ્રિજ પર હતા.
અરજીમાં શું માંગણી કરવામાં આવી હતી
પીઆઈએલના વકીલ વિશાલ તિવારી વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં અકસ્માતની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં ન્યાયિક પંચની રચના કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્ય સમિતિની રચના કરવાની પણ માંગ કરવામાં આવી છે, ત્યારબાદ તેની જગ્યાએ જૂના સ્મારકો/બ્રિજના જોખમનું મૂલ્યાંકન કરો જેથી સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તેવી માગ કરાઇ છે. પિટિશનમાં આવા અકસ્માતોની ઝડપથી તપાસ કરવા માટે દરેક રાજ્યમાં એક વિશેષ વિભાગની સ્થાપના કરવા તેમજ જાહેર ઉપયોગ માટે આવી ઇમારતોના નિર્માણમાં શ્રેષ્ઠ ગુણવત્તાની ખાતરી કરવા માંગ કરવામાં આવી છે.

આજે વડાપ્રધાન મોરબી જશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 3.45 કલાકે મોરબી પહોંચશે. પીએમ મોદી આજે મોરબીની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ હોસ્પિટલમાં દાખલ ઘાયલોને મળશે અને ઘટનાસ્થળની મુલાકાત પણ લઈ શકશે. સોમવારે PM મોદી પણ ગુજરાતના બનાસકાંઠાની જાહેરસભામાં મોરબી અકસ્માતનો ઉલ્લેખ કરીને ભાવુક થઈ ગયા હતા. પીએમ નરેન્દ્ર મોદી પોતે સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છે. મોડી રાત સુધી તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે મળીને રાહત કાર્ય અંગે પૂછપરછ કરી હતી.
Advertisement
Tags :
Advertisement

.