Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ અભિયાનનો કેબીનેટ મંત્રીની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો

સમગ્ર રાજ્યમાં રખડતાં પશુઓના ત્રાસમાંથી લોકોને મુક્તીતી અપાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે આજે મોરબીથી રખડતા આખલાઓના ખસીકરણ માટે જાહેર કરાયેલ ખાસ ઝુંબેશનો પશુપાલન મંત્રી રાઘવજી પટેલ દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો છે.મોરબીની યદુનંદન ગૌશાળા ખાતેથી આ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છેરખડતા આખલાઓ ખસીકરણ ઝુંબેશનો મોરબી થી પ્રારંભ કરાયો છે ત
રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ અભિયાનનો કેબીનેટ મંત્રીની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો
Advertisement
સમગ્ર રાજ્યમાં રખડતાં પશુઓના ત્રાસમાંથી લોકોને મુક્તીતી અપાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે આજે મોરબીથી રખડતા આખલાઓના ખસીકરણ માટે જાહેર કરાયેલ ખાસ ઝુંબેશનો પશુપાલન મંત્રી રાઘવજી પટેલ દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો છે.

મોરબીની યદુનંદન ગૌશાળા ખાતેથી આ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે
રખડતા આખલાઓ ખસીકરણ ઝુંબેશનો મોરબી થી પ્રારંભ કરાયો છે ત્યારે પશુપાલન મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં મોરબીની યદુનંદન ગૌશાળા ખાતેથી આ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. તેમજ પશુપાલનમંત્રી દ્વારા મોરબીની તમામ સેવાકીય સંસ્થાઓ, ગૌશાળાઓને આ ઝુંબેશમાં સાથ સહકાર આપવા અનુરોધ કરાયો છે. તેમજ લોકો દ્વારા પણ સરકારના પગલાને આવકારવામાં આવી રહ્યો છે.તેમજ આગામી સમયમાં આ ઝુંબેશ માં સરકાર દ્વારા જરૂરી નિર્ણયો પણ લેવામાં આવશે અને ખસીકરણ કરેલ આખલાઓ ને રાખવા માટે  સંસ્થાઓને રાજ્યસરકાર તરફથી આખલા દીઠ પ્રતિદિન 30 રૂપિયાની સહાય ચુકવવામાં આવશે તેવું પશુપાલન મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
સરકારની ઝુંબેશમાં સહભાગી થવાનું છે
ત્યારે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે મોરબીમાં તમામ સંસ્થાઓએ સાથે મળીને આ ઝુંબેશને સફળ બનાવવાની છે અને સરકારની ઝુંબેશમાં સહભાગી થવાનું છે તેમજ ખસીકરણ કરેલ આખલાઓ ને સંસ્થાઓને પણ મોરબીના તમામ લોકોએ યથાશક્તિ મુજબ અનુદાન આપવું જોઈએ જેથી ખસીકરણ કરાયેલ રખડતા ઢોરનો સેવાકીય સંસ્થાઓ સારી રીતે નિભાવ કરી શકે અને વધુમાં વધુ આખલાઓનુ ખસીકરણ કરી ને તેમને યોગ્ય જગ્યા મોકલી શકાય તે માટે દરેક સંસ્થાઓ અને લોકોનો સહયોગ જરૂરી છે.
કૃષિ મંત્રી રઘવજીભાઈ પટેલ ,મોરબી માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા,પૂર્વ મંત્રી બ્રિજેશ ભાઈ મેરજા,પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા સહિત મોરબી જિલ્લાના પશુપાલન વિભાગ ના અધિકારીઓ તેમજ મોરબીની યદુનંદન ગૌશાળા અને મોરબી પાંજરાપોળ તેમજ અન્ય સંસ્થાઓ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 કાન્તીભાઈ અમૃતિયાએ કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને આપ્યું હતું
ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. ત્યારે આ સમસ્યાનો ઉકેલ આખલા-ખુંટનું ખસીકરણ કરી તેને સંસ્થાને સોપવા જોઈએ તેવું સુચન મોરબીના ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને આપ્યું હતું. જે સોનેરી સૂચન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ ગમ્યું હતું અને કેબીનેટમાં વિચાર મુક્ત કેબિનેટે મંજુરી આપતા યોજના અમલી બની છે. આમ મોરબીના ધારાસભ્યએ મહા વિકરાળ સમસ્યાના કાયમી ઉકેલ માટે સૂચન આપ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×