પોરબંદરના દરિયા કિનારા પાસે 40 ફૂટ લાંબી હમ્પબેક વ્હેલ માછલીનો મૃતદેહ તણાઈ આવ્યો
પોરબંદર જિલ્લાના માધવપુર નજીકના આંત્રોલી ગામે દરિયા કિનારે હમ્પબેક વ્હેલ માછલીનો મૃતદેહ તણાઈ આવ્યો હતો. 40 ફૂટ લાંબી આ માછલીનો મૃતદેહ જોતા જ સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી હતી અને પોરબંદર જિલ્લા વનવિભાગની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી.આ માછલી 15 દિવસ પહેલા મરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. માછલીના મૃતદેહનો PM રીપોર્ટ આવ્યા બાદ સાચું કારણ જાણવા મળી શકે છે. મળી રહેલી માહિતી અનુ
Advertisement
પોરબંદર જિલ્લાના માધવપુર નજીકના આંત્રોલી ગામે દરિયા કિનારે હમ્પબેક વ્હેલ માછલીનો મૃતદેહ તણાઈ આવ્યો હતો. 40 ફૂટ લાંબી આ માછલીનો મૃતદેહ જોતા જ સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી હતી અને પોરબંદર જિલ્લા વનવિભાગની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી.
આ માછલી 15 દિવસ પહેલા મરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. માછલીના મૃતદેહનો PM રીપોર્ટ આવ્યા બાદ સાચું કારણ જાણવા મળી શકે છે. મળી રહેલી માહિતી અનુસાર, આ માછલીના મૃતદેહને રેતીમાં ખાડો ખોદી દફનાવી દેવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, પોરબંદરના દરિયા કિનારે ક્યારે ક્યારેક વ્હેલ માછલીઓ નજરે ચડતી હોય છે. પરંતુ આટલી વિશાળકદની માછલીનો મૃતદેહ જોવો પણ એક વિચિત્ર ઘટના છે. આ પ્રકારની માછલીઓનું વજન 100 ટનથી વધુ હોઇ શકે છે. વળી વ્હેલમાં પણ અલગ-અલગ પ્રકારની પ્રજાતિઓ જેવી કે બ્લુવ્હેલ, સ્પર્મ વ્હેલ, કીલર વ્હેલ, પાયલટ વ્હેલ, બેલુગા વ્હેલ જેવી પ્રજાતિઓ થાય છે. આ વ્હેલ માછલી હવામાં શ્વાસ લઇ શકે છે અને તેનું લોહી પણ ગરમ હોય છે. તે એક સમયે ફકત એક જ બાળકને જન્મ આપે છે. તથા તેનામાં કરોડરજજુ અને હાડકાઓ પણ વિશાળ માત્રામાં હોય છે.
વળી આ પહેલા 2021 માં પણ આવી જ રીતે એક વ્હેલ માછલીનો મૃતદેહ દીવના જલંધર બીચના દરિયાકિનારે તણાઇને આવ્યો હતો. અહીં આવનારા અનેક પર્યટકો, સ્થાનિકો આ વ્હેલ માછલીના મૃતદેહને જોવા ઉમટી પડ્યા હતા. તેમજ ટૂંક સમયમાં સરકારી અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મૃત હાલતમાં દરિયાકિનારે તણાઈ આવતી આ હમ્પબેક વ્હેલ માછલી દરિયાની અંદર કોઈ અકસ્માત અથવા તો પથ્થર સાથે ટકરાતા મૃત્યુ પામી હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.