ભારત-પાકિસ્તાન મેચને લઇને આવ્યા સૌથી મોટા સમાચાર, આ દિવસે જોવા મળશે આમને-સામનેે
આ વર્ષના અંતમાં T20 વર્લ્ડ કપ રમાવાનો છે, પરંતુ તે પહેલા ચાહકો ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયા કપની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ કે આ રાહ ભારત અને પાકિસ્તાનના ચાહકો માટે ખૂબ જ ખાસ રહેવાની છે. એશિયા કપમાં સૌથી મોટી જંગ ભારત વિરુદ્ધ પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે જોવા મળશે. બંને ટીમો વચ્ચે લાંબા સમયથી કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. ત્યારે દર્શકો માટે આ ક્ષણની આતુરતાથી રાહ જોઇ બહુ જ સ્વાભા
Advertisement
આ વર્ષના અંતમાં T20 વર્લ્ડ કપ રમાવાનો છે, પરંતુ તે પહેલા ચાહકો ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયા કપની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ કે આ રાહ ભારત અને પાકિસ્તાનના ચાહકો માટે ખૂબ જ ખાસ રહેવાની છે. એશિયા કપમાં સૌથી મોટી જંગ ભારત વિરુદ્ધ પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે જોવા મળશે. બંને ટીમો વચ્ચે લાંબા સમયથી કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. ત્યારે દર્શકો માટે આ ક્ષણની આતુરતાથી રાહ જોઇ બહુ જ સ્વાભાવિક છે.
એશિયા કપ શ્રીલંકાના મેદાન પર રમાશે
આ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં એશિયા કપ રમાવાનો છે ત્યારે આ કપમાં એકવાર ફરી ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને જોવા મળશે. 2012-13 પછી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. બંને ટીમો ICC ટૂર્નામેન્ટમાં અથવા એશિયા કપ જેવી ટૂર્નામેન્ટમાં એકબીજા સામે રમે છે. આ વર્ષે એશિયા કપ શ્રીલંકાના મેદાન પર રમાશે, જેના વિશે એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટૂર્નામેન્ટ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી યોજાશે. આગામી T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ વખતે એશિયા કપ માત્ર T20 ફોર્મેટમાં જ રમાશે.
ઠ ટીમો લેશે ભાગ
એશિયા કપ 6 ટીમો વચ્ચે રમાશે. આ ટૂર્નામેન્ટમાં યજમાન શ્રીલંકા ઉપરાંત ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો ભાગ લેશે. જ્યારે છઠ્ઠી ટીમ ક્વોલિફાયર રાઉન્ડમાંથી આવશે. ક્વોલિફાયર ટૂર્નામેન્ટ UAE અને કુવૈત વચ્ચે રમાશે. મહત્વનું છે કે, આ ટૂર્નામેન્ટ ગયા વર્ષે રમાવાની હતી, પરંતુ કોરોનાના વધતા જતા કેસોને જોતા તેને એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવી હતી.
તમામ લોકો આ મેચને જોઇ શકે તે માટે આમ કરવામાં આવી છે તૈયારી
ટૂર્નામેન્ટની તમામ મેચો સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. વળી ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે. આ વર્ષે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની આ મેચને વધુ ખાસ બનાવવા માટે બ્રોડકાસ્ટર્સે પણ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. જે દિવસે આ શાનદાર મેચ 28 ઓગસ્ટે રમાશે, તે દિવસે રવિવાર છે. દરેકને રવિવારે રજા હશે અને ક્રિકેટ ચાહકો માટે આનાથી મોટી વાત શું હોઈ શકે. એશિયન કાઉન્સિલ સહિતના બ્રોડકાસ્ટર્સ અને સ્ટ્રીમર્સ ચોક્કસપણે આ મેચમાંથી મહત્તમ TRP મેળવવા માંગશે. ભારતીય ચાહકો ગયા વર્ષે UAEમાં રમાયેલા T20 વર્લ્ડ કપને ભૂલી શક્યા નથી.
વર્લ્ડ કપમાં પ્રથમ વખત પાકિસ્તાને ભારત વિરુદ્ધ નોંધાવી હતી જીત
મહત્વનું છે કે, ગત વર્ષે UAEમા રમાયેલી ટૂર્નામેન્ટમાં, પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને એકતરફી મેચમાં માત્ર શરમજનક હાર જ નહોતી આપી, પરંતુ કેટલાક એવા ઘા પણ આપ્યા છે, જેની કડવી યાદો આજે પણ ભારતીય ચાહકોને સપનામાં યાદ આવી જાય તેવી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે પાકિસ્તાનને 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને પાકિસ્તાનની ટીમે 18મી ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. વળી આ પાકિસ્તાનની વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ પહેલી જીત હતી.