Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સેમીફાઈનલમાં પહોંચેલી ચાર ટીમોની જંગ આજથી શરૂ, સૌ પ્રથમ પાકિસ્તાન-ન્યૂઝિલેન્ડ આવશે આમને-સામને

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022) હવે તેના અંતિમ તબક્કા સુધી પહોંચી ગયો છે. સેમીફાઇનલ (Semi-Final) માં પહોંચી ગયેલી ચાર ટીમો વચ્ચે આજથી જ ટાઈટલ જીતવાનો જંગ શરૂ થઈ જશે. આજે પ્રથમ સેમીફાઇનલ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ (Pakistan-NewZealand) વચ્ચે રમાશે. મળી રહેલા સમાચાર મુજબ બંને ટીમો આજની સેમીફાઇનલ મેચ જીતવા માટે પૂરી તૈયારી કરી ચૂકી છે.પાકિસ્તાન-ન્યૂઝિલેેન્ડ વચ્ચે રમાશે પ્રથમ સેમીફાઈનલ
સેમીફાઈનલમાં પહોંચેલી ચાર ટીમોની જંગ આજથી શરૂ  સૌ પ્રથમ પાકિસ્તાન ન્યૂઝિલેન્ડ આવશે આમને સામને
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022) હવે તેના અંતિમ તબક્કા સુધી પહોંચી ગયો છે. સેમીફાઇનલ (Semi-Final) માં પહોંચી ગયેલી ચાર ટીમો વચ્ચે આજથી જ ટાઈટલ જીતવાનો જંગ શરૂ થઈ જશે. આજે પ્રથમ સેમીફાઇનલ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ (Pakistan-NewZealand) વચ્ચે રમાશે. મળી રહેલા સમાચાર મુજબ બંને ટીમો આજની સેમીફાઇનલ મેચ જીતવા માટે પૂરી તૈયારી કરી ચૂકી છે.
પાકિસ્તાન-ન્યૂઝિલેેન્ડ વચ્ચે રમાશે પ્રથમ સેમીફાઈનલ
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ની સફર ઝડપથી આગળ વધી રહી છે અને નોકઆઉટ તબક્કામાં પહોંચી ગઈ છે. 16 ટીમો વચ્ચે શરૂ થયેલી T20 ટાઈટલ જંગમાં હવે માત્ર ચાર ટીમો જ બચી છે. ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ બાદ માત્ર બે ટીમો આગળ વધશે, જ્યારે અન્ય બે ટીમો સ્વદેશ પરત ફરશે. આવી સ્થિતિમાં, આ ટીમો માટે આજે કરો યા મરોની મેચ છે, એટલે કે, અહીં ફક્ત જીત જ મહત્વની રહેશે જે તેમને ટાઇટલની નજીક લઈ જશે. વળી, હારેલી ટીમ માટે આગળ જવાનો રસ્તો બંધ થઈ જશે. 
ન્યૂઝીલેન્ડની ટીમનું ટૂર્નામેન્ટમાં રહ્યું છે સારું પ્રદર્શન
T20 વર્લ્ડ કપ 2022મા આજે પ્રથમ સેમીફાઇનલ મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ જીતીને બંને ટીમો ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા ઇચ્છશે. વળી, ન્યૂઝીલેન્ડની ટીમે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે.  કેટલાક ખેલાડીઓએ બંને ટીમોને આ સ્થાન સુધી લઈ જવામાં સારું પ્રદર્શન કર્યું છે અને આ જ ખેલાડીઓ આજની મહત્વપૂર્ણ મેચમાં ટીમને જીત તરફ લઈ જવા ઈચ્છશે.
Advertisement

ટોસ ક્યારે થશે?
આ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે અને ટોસ બપોરે 1 વાગ્યે યોજાશે.  આ મેચ જીતીને બંને ટીમો ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા ઇચ્છશે.  વળી, બંને ટીમોએ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે.
બાબર અને રિઝવાનનું ફોર્મ પાકિસ્તાન માટે ચિંતાનો વિષય
ન્યૂઝીલેન્ડની ટીમની વાત કરીએ તો તે પોતાના ગ્રુપમાં 7 પોઈન્ટ સાથે ટોપ પર રહીને સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.  આ સાથે જ પાકિસ્તાન 6 પોઈન્ટ સાથે ગ્રુપમાં બીજા નંબર પર રહીને ચમત્કારિક રીતે અહીં પહોંચી ગયું છે.  ન્યૂઝીલેન્ડની ટીમના ટોપ ઓર્ડરે સારું પ્રદર્શન કર્યું છે પરંતુ નીચલા ક્રમના બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું નથી, જે તેમના માટે ચિંતાનો વિષય છે. બીજી તરફ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનના બેટમાંથી ટીમને રન નથી મળી રહ્યા, જે દરેક માટે ચિંતાનો વિષય છે અને ટીમ ઈચ્છશે કે આ મહત્વપૂર્ણ મેચમાં આ બંને વધુ સારું પ્રદર્શન કરે.

ગુજરાતની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.