Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બાબર આઝામની એક ભૂલથી આઉટ થયો આ બેટ્સમેન, પિચ પર બેટ પછાડી બતાવ્યો ગુસ્સો, Video

પાકિસ્તાને શુક્રવારે રાત્રે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી બીજી વનડે મેચમાં શાનદાર જીત નોંધાવી હતી. ટીમે વેસ્ટ ઈન્ડિઝને 120 રને હરાવીને ODI સીરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. આ બીજી વનડે મેચમાં ફરી એકવાર પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે શાનદાર બેટિંગ કરી હતી. આ મેચમાં બાબરે 93 બોલમાં 77 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ઈમામ-ઉલ-હકે પણ શાનદાર બેટિંગ કરતા 71 બોલમાં 72 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તે પાકિસ્તાનનà
10:36 AM Jun 11, 2022 IST | Vipul Pandya
પાકિસ્તાને શુક્રવારે રાત્રે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી બીજી વનડે મેચમાં શાનદાર જીત નોંધાવી હતી. ટીમે વેસ્ટ ઈન્ડિઝને 120 રને હરાવીને ODI સીરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. આ બીજી વનડે મેચમાં ફરી એકવાર પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે શાનદાર બેટિંગ કરી હતી. આ મેચમાં બાબરે 93 બોલમાં 77 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ઈમામ-ઉલ-હકે પણ શાનદાર બેટિંગ કરતા 71 બોલમાં 72 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તે પાકિસ્તાનના કેપ્ટનની એક ભૂલના કારણે રન આઉટ થઇ ગયો હતો. 

પાકિસ્તાનની ટીમ ભલે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ મેચ જીતી ગઇ હોય પરંતુ આ મેચમાં બાબર આઝમ દ્વારા ઘણી ભૂલો પણ સામે આવી હતી. પાકિસ્તાનની બેટિંગ દરમિયાન 28મી ઓવરમાં ઇમામ 93 બોલમાં 77 રન બનાવીને સદી તરફ આગળ વધી રહ્યો હતો. અહીં બાબરે પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ ઓવરના પાંચમા બોલ પર, ઈમામે કવર અને ઓફ વચ્ચે બોલ નિકાળી રન ચોરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અહીં ઉભેલા ફિલ્ડરે ડાઈવ કરીને બોલને પકડ્યો, ત્યાં સુધીમાં ઈમામ તેના છેડાથી નોન-સ્ટ્રાઈક સુધી દોડી ગયો હતો. બાબરે તેને ના કહ્યું અને તેને પાછો મોકલ્યો, જ્યા સુધી તે પોતાની ક્રિઝ સુધી પહોંચે ત્યા સુધીમાં તે બોલ વિકેટકીપર શાઈ હોપના હાથમાં હતો અને તુરંત જ ગીલ્લીઓ ઉડાવી દીધી હતી. આઉટ થયા બાદ ઇમામ ગુસ્સામાં આવી ગયો અને તેણે પોતાનું બેટ પીચ પર મારી દીધું હતું. હવે આ પ્રતિક્રિયાનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

આ સાથે જ જો મેચની વાત કરીએ તો ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને નિર્ધારિત 50 ઓવરમાં આઠ વિકેટે 275 રન બનાવ્યા હતા. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા કેપ્ટન બાબર આઝમે 77 અને ઈમામ-ઉલ-હકે 72 રન બનાવ્યા હતા. બાબર અને ઈમામ બંનેનો ODI ઈન્ટરનેશનલમાં સતત છઠ્ઠો 50 સ્કોર હતો. 276 રનનો પીછો કરવા ઉતરેલી વિન્ડીઝની ટીમ 32.2 ઓવરમાં માત્ર 155 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. શમરાહ બ્રુક્સે 42 રન અને કાયલ મેયર્સે 33 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી મોહમ્મદ નવાઝે ચાર અને મોહમ્મદ વસીમ જુનિયરે ત્રણ ખેલાડીઓને પેવેલિયન મોકલ્યા હતા.
આ પણ વાંચો - બાબર આઝમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, સચિન કે વિરાટ પણ ન કરી શક્યા તે કરી બતાવ્યું

Tags :
BabarAzamBatsmanRunOutCricketGujaratFirstImam-ul-HaqNon-StrikeOutPakistanPakistan'sBatsmanRunOutSportsstrikeViralVideo
Next Article