Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાન્યુઆરીથી ગાંધીનગરમાં B20 ઈન્ડિયા ઈન્સેપ્શન મીટિંગ યોજાશે

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતેG-20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે. તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માગે છે. ભારત માટે G-20ની અધ્યક્ષતા દેશના ઇતિહાસમાં નિર્ણાયક બાબત છે, કારણકે તે આઝાદી કા અમૃત મહોત્સવ સાથે એકરૂપ થશે. 18મી G-20 સમિટ સપ્ટેમ્બર 2023માં આયોજિત થશે. જેમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રીશ્રી ભ
જાન્યુઆરીથી ગાંધીનગરમાં b20 ઈન્ડિયા ઈન્સેપ્શન મીટિંગ યોજાશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતેG-20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે. તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માગે છે. ભારત માટે G-20ની અધ્યક્ષતા દેશના ઇતિહાસમાં નિર્ણાયક બાબત છે, કારણકે તે આઝાદી કા અમૃત મહોત્સવ સાથે એકરૂપ થશે. 18મી G-20 સમિટ સપ્ટેમ્બર 2023માં આયોજિત થશે. જેમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને G-20 માટે ભારતના શેરપા અમિતાભ કાંત 23 જાન્યુઆરીએ ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત રહેશે.
પ્રથમ બેઠક બિઝનેસ 20 ઇન્સેપ્શન મીટિંગ
ગુજરાત શ્રેણીબદ્ધ ચર્ચાઓ, વિચાર-વિમર્શ અને બેઠકોના આયોજન સાથે આ ઐતિહાસિક ઘટનામાં પોતાની ભૂમિકા ભજવવા માટે સજ્જ છે. ગુજરાતમાં યોજાનારી 15 બેઠકોમાંથી પ્રથમ બેઠક બિઝનેસ 20 ઇન્સેપ્શન મીટિંગ છે, જે ગાંધીનગરમાં 22 થી 24 જાન્યુઆરી, 2023 દરમિયાન યોજાશે. B-20 ઇન્સેપ્શનના ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, કાપડ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલ, કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, કોમ્યુનિકેશન્સ અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ G-20 માટે ભારતના શેરપા અમિતાભ કાંત ઉપસ્થિત રહેશે.
બિઝનેસ એજન્ડા પર પરિણામલક્ષી ચર્ચાઓ
​​​​​​​આ સાથે જ, બી-20 ઈન્ડિયા હેઠળ બિઝનેસ એજન્ડા પર પરિણામલક્ષી ચર્ચાઓ અને વિચાર-વિમર્શને પ્રોત્સાહિત કરવા માટે બી-20ના અધ્યક્ષ તેમજ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન અને 150થી વધુ પોલિસી મેકર્સ, થોટ લીડર્સ, બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ, સીઇઓ અને જી-20 દેશોની એન્ટરપ્રાઇઝોનું પ્રતિનિધિત્વ કરતા સિનિયર એક્ઝિક્યુટિવ્સ તેમજ સંખ્યાબંધ બહુપક્ષીય સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉદ્ઘાટન બેઠકમાં હાજરી આપશે.
પ્રતિનિધિઓ માટે યોગ અને આયુર્વેદ સત્રનું આયોજન
ગુજરાત સરકાર G-20 પ્રતિનિધિઓ માટે રાત્રિભોજનનું આયોજન કરશે અને ત્યારબાદ દાંડી કુટીરની મુલાકાત લેશે. આ પ્રતિનિધિમંડળ મહાત્મા મંદિરના એમ્ફી થિયેટર ખાતે ગરબા અને દાંડિયાની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનો પણ અનુભવ કરશે. સરકારે ગાંધીનગરના પુનિત વનમાં G-20 પ્રતિનિધિઓ માટે યોગ અને આયુર્વેદ સત્રનું પણ આયોજન કર્યું છે. આ સાથે, કાર્યક્રમના સ્થળ પર લાઇવ ક્રાફ્ટ ડેમો અને બાજરી સ્ટેશન પણ ઊભું કરવામાં આવશે. આ પ્રતિનિધિઓ ઉભરતા વૈશ્વિક ફિન-ટેક સિટી, ગિફ્ટ સિટીની પણ મુલાકાત લેશે. તેમજ ગુજરાતના વારસા અને સંસ્કૃતિની ઝલક મેળવવા માટે તેઓ અડાલજની વાવની મુલાકાત લેશે અને ત્યારબાદ પુનિત વન ખાતે ઇકો ટુર કરશે.
B-20 ઇન્ડિયા સેક્રેટેરિએટ દ્વારા બેઠક કાર્યક્રમ
B-20 ઇન્સેપ્શન બેઠકનો મુખ્ય કાર્યક્રમ B-20 ઇન્ડિયા સેક્રેટેરિએટ દ્વારા બનાવવામાં આવ્યો છે. જે R.A.I.S.E રિસ્પોન્સીબલ, એક્સલરેટેડ, ઇનોવેટિવ, સસ્ટેનેબલ એન્ડ ઇક્વીટેબલ બિઝનેસ જવાબદાર, ઝડપી, નવીન, ટકાઉ અને સમાન વ્યવસાયો"ના વિષય પર આધારિત હશે. ઇન્સેપ્શન મીટિંગ B-20 ઈન્ડિયા હેઠળના તમામ ટાસ્ક ફોર્સ અને એક્શન કાઉન્સિલના પ્રમુખપદના કાર્યને ઔપચારિક રીતે શરૂ કરશે. આ મીટિંગમાં નક્કી કરેલી પ્રાથમિકતાઓ પર ચર્ચા કરવામાં આવશે અને આ મીટિંગ લીડર્સ સમિટ પહેલા G-20માં સબમિટ કરવા માટેના પોલિસી રેકમેન્ડેશન્સ ઘડવાની દિશામાં કામ શરૂ કરશે.
આર્થિક પુનઃપ્રાપ્તિ માટે ધિરાણની ચર્ચા’
B-20 પ્રતિનિધિઓ ક્લાઇમેટ ચેન્જ, યુદ્ધ અને મહામારીના સમયમાં સરહદ પારનો ડિજિટલ સહયોગ, સસ્ટેનેબલ અને રેઝિલિયેન્ટ વેલ્યુ ચેઇન્સ, નેટિઝન્સ વચ્ચે ઇનોવેશનનું સ્તર વધારવું અને વિવિધ સામાજિક-આર્થિક પરિસ્થિતિઓ ધરાવતા સમુદાયોને સશક્ત બનાવવા માટે નાણાકીય સમાવેશ જેવા બહુપક્ષીય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા અને વિચાર-વિમર્શ કરશે. વધુમાં ટાસ્ક ફોર્સ રેઝિલિયન્ટ ગ્લોબલ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ માટે ઇન્ક્લુઝિવ GVC પર કામ કરશે. આ સાથે કામના ભાવિ, કૌશલ્ય અને ગતિશીલતા, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને વૈશ્વિક આર્થિક પુનઃપ્રાપ્તિ માટે ધિરાણની ચર્ચા કરશે.
સત્રોના થીમ આ પ્રમાણે છે.
ક્લાઈમેટ એક્શન: એક્સિલરેટિંગ ટુવર્ડ્સ નેટ ઝીરો એનર્જી ફોર ગ્રીનર એન્ડ સસ્ટેનેબલ ફ્યુચર, રિથિન્કીંગ એન્ડ રિવાઇટલાઇઝીંગ ઇનોવેશન ટુ ડ્રાઇવ, ઇન્ક્લુઝીવ ઇમ્પેક્ટ, રિડિફાઇનીંગ ધ ગ્લોબલ ડિજીટલ કોઓપરેશન: અ કોલ ફોર એક્શન, બિલ્ડીંગ રેઝિલ્યન્ટ ગ્લોબલ વેલ્યૂ ચેન્સ: એડવાન્સિંગ ઇન્ક્લુઝન એન્ડ ઇન્ટીગ્રેશન ઓફ ઓલ અને ફોસ્ટરીંગ ફાયનાન્શિયલ ઇન્ક્લુઝન એન્ડ એમ્પાવરીંગ સોસાઇટીઝ.
પ્લેનરી સેશન
આબોહવા માટે કામગીરી: હરિયાળા અને ટકાઉ ભવિષ્ય માટે નેટ ઝીરો એનર્જી તરફ વેગ
નાણાકીય પ્રવાહોની ક્વોન્ટમ પ્રેડિક્ટેબિલિટી વધારવી , ટેક્નોલોજી અને કૌશલ્યને સપોર્ટ કરવું અને ન્યાયપૂર્ણ ટ્રાન્ઝિશનની ખાતરી કરીને નેટ ઝીરો ટ્રાન્ઝિશન સુધી લઇ જવું અને તેના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવું. 
નવીનતાને પુનર્જીવિત કરી અને સમાવેશી અસર માટે પુનઃવિચાર કરવો
વૈશ્વિક શક્તિઓને સંયોજિત કરવી અને નવીનતા પર પુનર્વિચાર કરીને પુન:જીવિત કરવી જેથી તે વિવિધ ક્ષેત્રોને સહભાગી બનવામાં મદદ કરશે અને તેના લીધે સર્વસમાવેશક આર્થિક, સામાજિક અને પર્યાવરણીય વૃદ્ધિ જોવા મળશે. આવું કરવા માટે એક વ્યૂહાત્મક દૃષ્ટિની જરૂર પડશે જે જટિલ ક્ષેત્રો માટે 'ઇનોવેશન રોડમેપ્સ'ના રૂપમાં હોય. જેથી કરીને રાષ્ટ્રો વિજ્ઞાન, ટેક્નોલોજી અને નવીનતાની નીતિઓને એક બહુવ્યાપી અસર માટે અનુસરે.
વૈશ્વિક ડિજિટલ સહકારને પુનઃવ્યાખ્યાયિત કરવું
ડિજિટલ રીતે તૈયાર અને સમાવિષ્ટ સમાજને ઉત્તેજન આપવું, અને જોડાણની અસમાનતાઓને ઘટાડવાની જરૂરિયાત અને વૈશ્વિક ડિજિટલ ઇકોસિસ્ટમમાં વિશ્વાસને પ્રોત્સાહન આપવા માટેના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવું.
મજબૂત વૈશ્વિક મૂલ્ય શૃંખલાનું નિર્માણ: તમામના સમાવેશ અને એકીકરણને આગળ વધારવું
વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓ સમય સાથે વધુને વધુ વિશાળ અને જટિલ બની છે. જો કે, કંપનીઓ, ખાસ કરીને SME, વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં સંકલિત નથી. વૈશ્વિક વેપાર અને રોકાણને આર્થિક વૃદ્ધિના ચાવીરૂપ કારકો તરીકે સુધારવાના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવા અને સમાવેશી વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓને પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસોને મજબૂત કરવા.
નાણાકીય સમાવેશ અને સમાજના સશક્તિકરણને પ્રોત્સાહન આપવું
લોકો, પરિવારો અને સમુદાયોની નાણાકીય ક્ષમતા અને સુખાકારીને પ્રબળ બનાવવા માટે નાણાકીય શિક્ષણ સાથે નાણાકીય સમાવેશ એ જરૂરી ઘટકો છે. તેના માટે વ્યાપક સામાજિક નીતિઓ કે જે તકો પૂરી પાડવામાં સમર્થ હોય અને જોખમથી બચાવમાં મદદ કરે અને નાણાકીય મજબૂતી પૂરી પાડીને લોક કલ્યાણ કરે તે જરૂરી છે. તેનું મહત્વ સમજાવીને લોકોને ઔપચારિક નાણાકીય ઉત્પાદનો અને સેવાઓ મળે તેની ખાતરી કરવી.  
પર્યટન મુલાકાતો 


દાંડી કુટિર, ગાંધીનગર: 22 જાન્યુઆરી 2023, રવિવાર (સમય: 16. 30 થી  18. 00 કલાક.)
દાંડી કુટીર એ ભારતનું સૌથી મોટું અને એકમાત્ર મ્યુઝિયમ છે જે મહાત્મા ગાંધીના જીવન અને ઉપદેશો પર બનેલું છે.
દાંડી કુટીર મહાત્મા ગાંધીના જીવનની ઘટનાઓ, તત્વજ્ઞાન, મૂલ્યો અને ઉપદેશોનું નિરૂપણ કરતા નવીન પ્રદર્શનો અને ઇમર્સિવ મલ્ટીમીડિયાનો ઉપયોગ કરીને સમૃદ્ધ અને બહુસ્તરીય અનુભવ પ્રદાન કરશે.
મહાત્મા મંદિર સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગાલા ડિજર: 22 જાન્યુઆરી 2023, રવિવાર   (સમય: 18. 30 થી  20. 30 કલાક.)
ગુજરાત તેની સમૃદ્ધ અને જીવંત સંસ્કૃતિ માટે જાણીતું છે. મહાત્મા મંદિર સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર ખાતે આ સાંજે, રાજ્યની સંસ્કૃતિ અને વિવિધતાને દર્શાવતા ગુજરાતના વિવિધ નૃત્ય સ્વરૂપોની ઝલક રજૂ કરવામાં આવશે.
નીચે દર્શાવેલા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે
⦁ગરબા:
⦁ડાંગી આદિવાસી નૃત્ય:
⦁મિશ્ર રાસ નૃત્ય
સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ ગાલા ડિનર રહેશે જ્યાં આમંત્રિત મહેમાનોને બાજરીમાંથી બનાવેલ ફ્યુઝન ફૂડ અને ગુજરાતની સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ માણવા મળશે.

પુનિત વન, ગાંધીનગર ખાતે યોગ સત્ર: 24મી જાન્યુઆરી 2023, મંગળવાર  ( સમય: 07.30 - 09.00 કલાક.)

Theયોગની 5000 વર્ષ જૂનું વિજ્ઞાન શરીર, મન અને આત્માની સુખાકારી માટે સાર્વત્રિક આકાંક્ષાનું પ્રતીક છે. ગાંધીનગરના પુનિત વાન ખાતે માર્ગદર્શિત યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે  અને ભારતની પરંપરાગત દવા પદ્ધતિ આયુર્વેદ પર માહિતીપ્રદ સત્ર યોજાશે જે જીવનનું સર્વગ્રાહી વિજ્ઞાન છે, જેમાં નિવારક અને ઉપચારાત્મક દવાઓ બંનેનો સમન્વય છે. પુનિત વાન એક બોટનિકલ ગાર્ડન છે જ્યાં લગભગ 3000 વૃક્ષો છે જે તારા, ગ્રહો અને રાશિચક્ર સાથે સંકળાયેલા છે.  ‘પુનિત એટલે પવિત્ર,  તેથી તેને પવિત્ર વન’ કહેવાય છે.
ગિફ્ટ સિટી, ગાંધીનગર: 24th જાન્યુઆરી, 2023, મંગળવાર ( સમય: 11.00 થી 12. 00 કલાક)
  
ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC) તેમજ ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ એક્સચેન્જ - ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ (ઇન્ડિયા INX) સ્થિત છે. આ મુલાકાત GIFT સિટીની ઝાંખી પૂરી પાડશે  તેમજ (ઇન્ડિયા INX) અને યુટિલિટી ટનલની મુલાકાત કરાવવામાં આવશે. યુટિલિટી ટનલમાં ગિફ્ટ સિટીમાં ફેલાયેલી ટનલ છે, જેની અંદર તમામ જરૂરી ઉપયોગિતાઓ છે. તેના લીધે તે ખોદકામથી મુક્ત સિટી બની છે.  
અડાલજની વાવ, ગાંધીનગર :24 January 2023, મંગળવાર ( સમય: 12. 30 થી 13. 15 કલાક. )
ગુજરાતની મુલાકાત દરમિયાન અહીં આવેલી ઘણી પ્રાચીન વાવની મુલાકાત અને તેના વિશે જાણવું મહત્વપૂર્ણ બની રહે છે. સ્ટેપવેલ કે વાવ એ ગુજરાતના સ્થાપત્યની વિશિષ્ટ વિશેષતા, ઇતિહાસ, સંસ્કૃતિ, કલાત્મક પરંપરા, સામાજિક રીતરિવાજો અને સ્થાનિક લોકોની ધાર્મિક લાગણીને જોડે છે.અમદાવાદમાં સૌથી વધુ લોકપ્રિય અડાલજની વાવ છે. આ અદ્ભુત સ્મારકનું નિર્માણ 15મી સદીમાં થયું હતું. તે પાંચ માળની વાવ છે અને તેની દિવાલો પર દેવી-દેવતાઓની બેનમૂન કોતરણીના લીધે તેનું મહત્વ છે. આ વાવને ટેકો આપતા સ્તંભ પરની કોતરણી મોટાભાગે હજુ પણ અકબંધ છે.  
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.