Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અગ્નિપથ યોજનાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, આવતા અઠવાડિયામાં આવી શકે છે નિર્ણય

સમગ્ર દેશમાં જન આક્રોશ બાદ પણ સેનાની ત્રણેય પાંખ દ્વારા અગ્નિવીરોની ભરતી માટેની પ્રક્રિયા ચાલુ કરી દેવાઇ છે. ત્યારે હવે આ મામલો વધુ પેચીદો બનતો હોય તેવું લાગે છે. હાલમાં અગ્નિપથ યોજનાનો મામલે સેનાની ત્રણેય પાંખમાં ભરતી પ્રક્રિયા શરૂ કર્યા બાદ પણ તેને રદ્દ કરવા માટે વકીલ એમએલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેની સુનવણી આવાતા સપ્તાહમાં હાથ ધરાશે. યોજનાના અમલીકરણ પછી યુવાનà«
અગ્નિપથ યોજનાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો  આવતા અઠવાડિયામાં આવી શકે છે નિર્ણય
સમગ્ર દેશમાં જન આક્રોશ બાદ પણ સેનાની ત્રણેય પાંખ દ્વારા અગ્નિવીરોની ભરતી માટેની પ્રક્રિયા ચાલુ કરી દેવાઇ છે. ત્યારે હવે આ મામલો વધુ પેચીદો બનતો હોય તેવું લાગે છે. હાલમાં અગ્નિપથ યોજનાનો મામલે સેનાની ત્રણેય પાંખમાં ભરતી પ્રક્રિયા શરૂ કર્યા બાદ પણ તેને રદ્દ કરવા માટે વકીલ એમએલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેની સુનવણી આવાતા સપ્તાહમાં હાથ ધરાશે. 

યોજનાના અમલીકરણ પછી યુવાનોની કારકિર્દી દાવ પર લાગી 
સેનાની ભરતી માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ યોજના સામે ચાલી રહેલું જનઆંદોલન હાલમાં આ મુદ્દો થોડો ઠંડો પડ્યો છે ત્યારે વકીલ એમએલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે એક અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે પણ આ યોજના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે. આ મામલે હવે આગામી સપ્તાહે સુનાવણી હાથ ધરાશે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો બે વર્ષથી એરફોર્સમાં નિમણૂકની રાહ જોઈ રહ્યાં છે તેઓને આશંકા છે કે તેમની 20 વર્ષની કારકિર્દી ઘટીને ચાર વર્ષ થઈ જશે. આ અરજીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2017માં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓને તાલીમ પણ આપવામાં આવી હતી. તાલીમ પછી, વિદ્યાર્થીઓને ખાતરી આપવામાં આવી હતી કે નિમણૂક પત્ર માટે સંમતિ આપવામાં આવશે પરંતુ હવે આ યોજનાના અમલીકરણ પછી તેમની કારકિર્દી દાવ પર લાગી છે. વકીલોની દલીલો સાંભળ્યા પછી, સુપ્રીમ કોર્ટની ખંડપીઠ સુનાવણી માટે સંમત થઈ. ખંડપીઠે જણાવ્યું હતું કે અરજી આવતા સપ્તાહે સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવી છે.
ત્રણેય સેવાઓમાં ભરતી પ્રક્રિયા ચાલુ છે
જોકે બીજી તરફ ત્રણેય સેવાઓમાં હાલમાં ભરતી પ્રક્રિયા ચાલુ કરી દેવાઇ છે. જ્યારે આર્મીમાં ભરતી પ્રક્રિયા 1 જુલાઈથી શરૂ થઈ હતી, ત્યારે એરફોર્સ અગાઉ 24 જૂન અને નેવીમાં 25 જૂનથી અગ્નિવીરોની ભરતી શરૂ ઇ ચૂકી છે. આ ભરતીમાં 17.5 વર્ષથી 21 વર્ષની વચ્ચેના ઉમેદવારો આવેદન આપી શકે છે, જોકે, આ વર્ષની વય મર્યાદા વધારીને 23 વર્ષ કરવામાં આવી છે. આ ભરતી ચાર વર્ષ માટે રહેશે. આ પછી, કામગીરીના આધારે 25 ટકા કર્મચારીઓને નિયમિત કેડરમાં પાછા દાખલ કરવામાં આવશે. અહીં આ વતા નોંધનીય છે કે ઉમેદવારોને સશસ્ત્ર દળોમાં નોંધણી માટેની પસંદગી કરવાનો કોઈ અધિકાર રહેશે નહીં. પસંદગીએ સરકારનું વિશિષ્ટ અધિકારક્ષેત્ર હશે.મેડિકલ ટ્રેડ્સમેન સિવાયના ભારતીય વાયુસેનાના નિયમિત કેડરમાં એરમેન તરીકે નોંધણી ફક્ત એવા કર્મચારીઓને જ આપવામાં આવશે,જેમણે અગ્નવીર તરીકે તેમની સેવાનો સમયગાળો પૂર્ણ કર્યો હોય. હાલમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જેની આવતાં  સપ્તાહમાં સુનવણી હાથ ધરાશે. 
Advertisement
Tags :
Advertisement

.