ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

થરવાસા રેલવે ફાટક 3 દિવસ બંધ રાખવાનો લેવાયો નિર્ણય, આ છે વૈકલ્પિક રૂટ, જાણો

ડભોઇ (Dabhoi) પાસે રેલ્વે ક્રોસિંગ નંબર એક પાસે રેલ્વે ક્રોસિંગ મેન્ટેનન્સની (Maintenance) કામગીરી ચાલું રહેવાની છે. ત્યારે તારીખ 11મી ફેબ્રુઆરી સવારનાં 10 વાગ્યાથી 13મી ફેબ્રુઆરી રાતનાં 8 વાગ્યા સુધી આ રેલ્વે ક્રોસિંગ ઉપર વાહન વ્યવહાર બંધ રહેશે તેવું જાહેરનામું કલેકટર દ્વારા જાહેર જનતાની જાણ માટે પ્રસિધ્ધ કરાયું છે.ફાટક મુક્ત અભિયાન હેઠળ બ્રિજનું કામ ચાલી રહ્યું છે.     ફાટકનું સમારકામ હોવાà
06:14 PM Feb 10, 2023 IST | Vipul Pandya
ડભોઇ (Dabhoi) પાસે રેલ્વે ક્રોસિંગ નંબર એક પાસે રેલ્વે ક્રોસિંગ મેન્ટેનન્સની (Maintenance) કામગીરી ચાલું રહેવાની છે. ત્યારે તારીખ 11મી ફેબ્રુઆરી સવારનાં 10 વાગ્યાથી 13મી ફેબ્રુઆરી રાતનાં 8 વાગ્યા સુધી આ રેલ્વે ક્રોસિંગ ઉપર વાહન વ્યવહાર બંધ રહેશે તેવું જાહેરનામું કલેકટર દ્વારા જાહેર જનતાની જાણ માટે પ્રસિધ્ધ કરાયું છે.ફાટક મુક્ત અભિયાન હેઠળ બ્રિજનું કામ ચાલી રહ્યું છે.
     
ફાટકનું સમારકામ હોવાથી લેવાયો નિર્ણય
કલેકટર દ્વારા આ માર્ગ ઉપરથી પસાર થનાર વાહનો માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે તેમ જાહેર કરાયું છે. વાહનચાલકોને મુશ્કેલી ઊભી ન થાય તે માટે કલેકટર દ્વારા અગાઉથી જ આ જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. જેથી મુશ્કેલીઓ સામનો કરવો પડે નહીં.
વૈકલ્પિક રૂટ
ડભોઈ - કરજણ માર્ગ ઉપરથી પસાર થતાં અંદાજિત 10,000 જેટલા વાહનોને સીધી અસર પડશે ત્યારે  વાહન વ્યવહારને આ બે દિવસ દરમ્યાન સરીતા ફાટક એલ.સી.નં 19 એક્ષ - ફરતીકૂઈ - નડા - મોટાહબીપુરા - અબ્દુલ્લાપુરા અથવા થુવાવી - વખતપુરા- મંડાળા તરફ અથવા ડભોઈ રાજલી ત્રણ રસ્તાથી, રાજલી - રાજલી - અંગુઠણ - છત્રાલ - કાયાવરોહણ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે જેની જાહેર જનતાએ નોંધ લેવાની રહેશે તેમ જાહેરનામા દ્રારા વાહનચાલકોને સૂચિત કરાયાં છે.કરજણ ભરૂચ સુરત જનારા વાહનોને વડોદરા રોડ ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું.
આ પણ વાંચો - પાલતું કુતરા પર ટેક્સ વસૂલશે વડોદરા મહાનગરપાલિકા, લોકોએ કહ્યું - આ બીલકુલ ગેરવ્યાજબી વાત છે, નિર્ણય સ્થગિત કરો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DabhoiDecisionDiversionGujaratFirstNotificationTharwasaRailwayGateVadodara
Next Article