સુરતના કતારગામમાં ડિવાઇડર કૂદીને થાર જીપ દિવાલ સાથે અથડાઇ, જુઓ સીસી ટીવી
રાજયમાં ઘણાં શહેરોમાં બેફામપણે કાર ચલાવી અકસ્માત સર્જાવાના ઘણા બનાવ બહાર આવી રહ્યા છે. સુરતના કતારગામ વિસ્તારમાં રાત્રે પોણા અગિયાર વાગે એક થાર જીપ ના ચાલકે કાર પરથી પોતાનો કાબુ ગુમાવી દેતા કાર ડિવાઇડર દુદીને સીધી દિવાલ સાથે ધડાકાભેર અથડાઇ હતી. જો કે અકસ્માતમાં કારમાં બેઠેલા 2 યુવકનો બચાવ થયો હતો. અકસ્માતના સ્થળે આઇસ્ક્રિમ ખાઇ રહેલા 3 કિશોરનો પણ આબાદ બચાવ થયો હતો. સુરતના કતાર ગà
08:24 AM Apr 07, 2022 IST
|
Vipul Pandya
રાજયમાં ઘણાં શહેરોમાં બેફામપણે કાર ચલાવી અકસ્માત સર્જાવાના ઘણા બનાવ બહાર આવી રહ્યા છે. સુરતના કતારગામ વિસ્તારમાં રાત્રે પોણા અગિયાર વાગે એક થાર જીપ ના ચાલકે કાર પરથી પોતાનો કાબુ ગુમાવી દેતા કાર ડિવાઇડર દુદીને સીધી દિવાલ સાથે ધડાકાભેર અથડાઇ હતી. જો કે અકસ્માતમાં કારમાં બેઠેલા 2 યુવકનો બચાવ થયો હતો. અકસ્માતના સ્થળે આઇસ્ક્રિમ ખાઇ રહેલા 3 કિશોરનો પણ આબાદ બચાવ થયો હતો.
સુરતના કતાર ગામમાં બુધવારે રાત્રે થયેલા કાર અકસ્માતના સીસી ટીવી ફૂટેજ બહાર આવ્યા છે. રાત્રે 10.52 કલાકે કતારગામ ચાર રસ્તા પાસે એક કાર ઉભેલી જોવા મળી રહી છે અને તે ચાર રસ્તાથી ટર્ન લે છે ત્યારે ટર્ન લેતાં જ કાર ચાલક કાર પરથી કાબુ ગુમાવી દે છે અને થાર જીપ કાર સીધી ડિવાઇડર કુદીને સામે આવેલી દિવાલ સાથે ભારે ધડાકા સાથે દેખાય છે.
કાર ચાલક જેવો ટર્ન લઇને મુખ્ય રસ્તા પર આવે છે કે તુરત જ કાર પરથી કાબુ ગુમાવી દે છે અને કાર ડિવાઇડર સાથે અથડાઇને કુદીને સીધી દિવાલ સાથે અથડાય છે. કારમાં તે સમયે બે યુવક બેઠેલા હોવાનું જણાઇ રહ્યું છે. અકસ્માત બાદ લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું અને કારમાં બેઠેલા બે યુવકોને સલામત રીતે બહાર કાઢયા હતા. અકસ્માતના કારણે કારને નુકશાન પણ થયું હતું. કાર રીત સર આડી પડી ગઇ હતી અને તેનો દરવાજો ખોલીને યુવકોને બહાર કઢાયા હતા.
કારનો જયારે અકસ્માત સર્જાયો ત્યારે તે સ્થળે એક દુકાનમાંથી ત્રણ કિશોર આઇસ્ક્રીમ ખાતા હોવાનું પણ જોવા મળે છે અને કાર સીધી તેમનાથી થોડે દુર આવીને દિવાલ સાથે અથડાય છે. જેથી ત્રણેય કિશોર ગભરાઇને ત્યાંથી ભાગતા જોવા મળે છે. અકસ્માતમાં ત્રણેય કિશોરનો પણ આબાદ બચાવ થયો હતો.
Next Article