Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમેરિકા સહિત અનેક દેશોની મિટિંગ વચ્ચે ઈઝરાઈલમાં થયો ખતરનાક હુમલો, 2 પોલીસ કર્મચારીઓના મોત

ઇઝરાઈલના હાડેરામાં ઇસ્લામિક સ્ટેટે હુમલો કર્યો છે જેમાં બે પોલીસકર્મીઓ માર્યા ગયા છે. લાંબા સમય બાદ ઈઝરાયેલ પર આવો આતંકી હુમલો થયો છે. જેમાં તેના સુરક્ષાકર્મીઓના મોત થયા છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે આરબ દેશોના વિદેશ મંત્રીઓ ઈઝરાઈલની મુલાકાતે છે. હાડેરામાં હર્બર્ટ સેમ્યુઅલ સ્ટ્રીટ પર બે ઇસ્લામિક સ્ટેટના બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો. જેમાં બે પોલીસકર્મીઓ માર્યા ગયા અને ચàª
અમેરિકા સહિત અનેક દેશોની મિટિંગ વચ્ચે ઈઝરાઈલમાં
થયો ખતરનાક હુમલો  2 પોલીસ કર્મચારીઓના મોત

ઇઝરાઈલના હાડેરામાં ઇસ્લામિક સ્ટેટે હુમલો કર્યો છે જેમાં બે પોલીસકર્મીઓ માર્યા ગયા છે. લાંબા સમય બાદ ઈઝરાયેલ પર આવો
આતંકી હુમલો થયો છે.
 જેમાં તેના સુરક્ષાકર્મીઓના મોત થયા
છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે આરબ દેશોના વિદેશ મંત્રીઓ ઈઝરાઈલની મુલાકાતે
છે. હાડેરામાં હર્બર્ટ સેમ્યુઅલ સ્ટ્રીટ પર બે ઇસ્લામિક સ્ટેટના બંદૂકધારીઓએ
ગોળીબાર કર્યો
. જેમાં બે પોલીસકર્મીઓ માર્યા ગયા અને ચાર ઘાયલ થયા. રવિવારે થયેલા આ
હુમલાને લઈને એવું કહેવામાં આવી રહ્યું હતું કે અરબ મૂળના અજાણ્યા બંદૂકધારીઓએ આ
હુમલો કર્યો હતો
. પરંતુ હવે ઈસ્લામિક સ્ટેટે તેની
જવાબદારી લીધી છે.

Advertisement


ઈઝરાઈલના પીએમ નફતાલી બેનેટે આ હુમલાની નિંદા કરી છે અને
પોલીસકર્મીઓના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આ હુમલાથી
ખુબ દુઃખ થયું છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે. આ હુમલો એવા
સમયે થયો છે જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન પણ ઈઝરઈલમાં હતા. હુમલા
બાદ તેણે બેનેટ સાથે મુલાકાત કરી અને તેની નિંદા કરી. આ દરમિયાન
4 આરબ દેશોના વિદેશ મંત્રીઓ પણ ઈઝરાઈલમાં હતા. જેમાં મોરોક્કો,
ઈજીપ્ત, યુએઈ અને બહેરીનના વિદેશ મંત્રીઓ સામેલ હતા.

Advertisement


બ્લિંકને ટ્વિટ કરીને કહ્યું કે, અમે ઇઝરાઈલના હાડેરામાં આતંકવાદી
હુમલાની નિંદા કરીએ છીએ. સમાજમાં આવી હિંસા માટે કોઈ સ્થાન નથી. ઈઝરાઈલની
સુરક્ષાને અભેદ્ય માનવામાં આવે છે અને આવા આતંકવાદી હુમલા સામાન્ય રીતે ત્યાં થતા
નથી. આ પહેલા
2017માં ઈઝરાઈલમાં આતંકી હુમલો થયો હતો,
જેમાં કોઈનું મોત થયું ન હતું. રવિવારના
હુમલામાં માર્યા ગયેલા પોલીસકર્મીઓની ઓળખ યેજેન ફલ્લાહ અને શિરેલ અબુકાર્ટ તરીકે
થઈ છે. બંનેની ઉંમર માત્ર
21 વર્ષ હોવાનું કહેવાય છે. હુમલાખોર
આતંકવાદીઓ પણ ઈઝરાઈલના રહેવાસી હતા.

Advertisement

Tags :
Advertisement

.