Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાકિસ્તાનને હાથના કર્યા હૈયે વાગ્યા, તાલિબાની સત્તા આવ્યા બાદ વધ્યા આતંકી હુમલા

અફઘાનિસ્તાનમાં તાલિબાનને સત્તા મેળવવામાં મદદ કરવી પાકિસ્તાનને ભારે પડી રહી છે.  સ્થાનિક થિંક ટેંકના રિપોર્ટમાં જે બાબતો સામે આવી છે તેણે પાકિસ્તાનની ચિંતા વધારી દીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં અફઘાનિસ્તાનની સત્તા પર તાલિબાને કબ્જો જમાવ્યા બાદ  પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓમાં 51 ટકાનો વધારો થયો છે. એક વર્ષમાં 250 આતંકી હુમલા, 433 લોકોએ ગુમાવ્યા જીવપાàª
11:24 AM Oct 20, 2022 IST | Vipul Pandya
અફઘાનિસ્તાનમાં તાલિબાનને સત્તા મેળવવામાં મદદ કરવી પાકિસ્તાનને ભારે પડી રહી છે.  સ્થાનિક થિંક ટેંકના રિપોર્ટમાં જે બાબતો સામે આવી છે તેણે પાકિસ્તાનની ચિંતા વધારી દીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં અફઘાનિસ્તાનની સત્તા પર તાલિબાને કબ્જો જમાવ્યા બાદ  પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓમાં 51 ટકાનો વધારો થયો છે. 
એક વર્ષમાં 250 આતંકી હુમલા, 433 લોકોએ ગુમાવ્યા જીવ
પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પીસ સ્ટડીઝ એટલે કે PIPSએ  અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અને પાકિસ્તાનની નીતિગત પ્રતિક્રિયા વિષય પરના એક અહેવાલમાં જણાવ્યું છે કે પાકિસ્તાનમાં આતંકી હુમલા વધ્યા છે.. છેલ્લા એક વર્ષમાં આ દેશે અભૂતપૂર્વ સંખ્યામાં આતંકવાદી હુમલાઓનો અનુભવ કર્યો છે. ગયા વર્ષે તેમાં 51 ટકાનો વધારો સામે આવ્યો છે. PIPS રિપોર્ટ અનુસાર, 15 ઓગસ્ટ, 2021 થી 14 ઓગસ્ટ, 2022 વચ્ચે, પાકિસ્તાનમાં 250 આતંકવાદી હુમલા થયા જેમાં 433 લોકોના મોત થયા અને 719 લોકો ઘાયલ થયા.
ખૈબર પખ્તુનખ્વાના લોકોમાં ભય અને ગભરાટનું વાતાવરણ
થિંક ટેન્કે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે તાજેતરના મહિનાઓમાં અફઘાનિસ્તાનમાંથી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આતંકવાદીઓના પાછા જવાના સમાચારને કારણે ખૈબર પખ્તુનખ્વાના લોકોમાં ભય અને ગભરાટનું વાતાવરણ છે. તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય સ્થળો જેમ કે પેશાવર, સ્વાત, દિર અને ટેન્કમાં આતંકવાદીઓની હિલચાલ જોવા મળી છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરમાં જ દીર જિલ્લાની  પોલીસે સ્થાનિક લોકો સાથે ચર્ચા વિચારણા કરી એક એડવાઈઝરી જારી હતી.. જેમાં  તેમણે વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને લોકોને સુરક્ષાને લઇને તકેદારી વર્તવા કહ્યું હતું.  પોલીસે સ્થાનિકોને બિનજરૂરી મુસાફરી ન કરવા અને લાઇસન્સ ધરાવતા હથિયારો સાથે રાખવાની સલાહ આપી હતી.
Tags :
attacksGujaratFirstPakistantalibanterror
Next Article