ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મેવાતમાં ભયંકર અકસ્માત, ટ્રક પલટી જતાં ઓટોમાં સવાર 7 લોકોના ઘટનાસ્થળે જ મોત, 4 ગંભીર

હરિયાણાના મેવાત જિલ્લામાં શુક્રવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. ટ્રક પહેલા ઓટો સાથે અથડાઈ અને પછી ટ્રક ઓટોની ઉપર પલટી ગઈ. આ ભયાનક માર્ગ અકસ્માતમાં બે મહિલા સહિત સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ ઘટનામાં અન્ય ચાર ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.Haryana | 7 died, 4 people got inju
04:09 PM Jul 22, 2022 IST | Vipul Pandya

હરિયાણાના મેવાત જિલ્લામાં શુક્રવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો
હતો. ટ્રક પહેલા ઓટો સાથે અથડાઈ અને પછી ટ્રક ઓટોની ઉપર પલટી ગઈ. આ ભયાનક માર્ગ
અકસ્માતમાં બે મહિલા સહિત સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસ અધિકારીઓનું
કહેવું છે કે આ ઘટનામાં અન્ય ચાર ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં
આવ્યા છે. દરમિયાન
, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી
દેવામાં આવ્યા છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત નગીના પુનહાના રોડ પર મધિયાકી
ગામ પાસે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રક અને ઓટો વચ્ચે ટક્કર થઈ હતી.
જે બાદ બંને રોડની નીચે ખાડામાં પડી ગયા હતા. ટ્રક ઓટોની ઉપર પલટી ગઈ હતી. આ
ઘટનામાં ઓટોમાં સવાર સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં બે મહિલાઓ પણ
હોવાનું કહેવાય છે.


પોલીસ અધિકારી દયાનંદે સમાચાર એજન્સી એએનઆઈને માહિતી આપી હતી કે
અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. તેમને એમ્બ્યુલન્સની મદદથી સારવાર
માટે નલહદ મેડિકલ કોલેજ નુહમાં દાખલ કરવામાં આવ્યા છે. 
પોલીસ
અધિકારીના જણાવ્યા અનુસાર
, એક મહિલા અને ચાર પુરૂષોના મૃતદેહને
પુનાના હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. જ્યારે એક મહિલા અને એક પુરુષના મૃતદેહને પલવલ
હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. અકસ્માત પાછળના કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે. બીજી તરફ અકસ્માત બાદ ટ્રક
ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.

Tags :
AutoGujaratFirstHariyanaMewatTerribleaccident
Next Article