Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ATM મશીનમાં ચેડાં કરી બેંકો સાથે છેતરપિંડી, મેવાતી ગેંગને સાયબર ક્રાઈમે ધરપકડ કરી

રાજ્યમાં છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એ.ટી.એમ મશીન સાથે ચેડાં કરીને બેંકો સાથે છેતરપિંડી કરતો કિસ્સો બન્યો છે. જેમાં પોલીસની તપાસમાં મેવાતી ગેંગ આ ગુનો કરતી હોવાનું સામે આવતા સાયબર ક્રાઇમની ટીમે મેવાતી ગેંગને પકડી પાડી છે.ATMમાંથી નાણાં કાઢ્યા કે નહીં તે છૂપાવવા ટ્રિક અપનાવીસાયબર ક્રાઇમે રાહુલ સાજીદ ખાન અને મોહમદ ઈલિયાશ નાàª
atm મશીનમાં ચેડાં કરી બેંકો સાથે છેતરપિંડી  મેવાતી ગેંગને સાયબર ક્રાઈમે ધરપકડ કરી

રાજ્યમાં છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એ.ટી.એમ મશીન સાથે ચેડાં કરીને બેંકો સાથે છેતરપિંડી કરતો કિસ્સો બન્યો છે. જેમાં પોલીસની તપાસમાં મેવાતી ગેંગ આ ગુનો કરતી હોવાનું સામે આવતા સાયબર ક્રાઇમની ટીમે મેવાતી ગેંગને પકડી પાડી છે.

Advertisement

ATMમાંથી નાણાં કાઢ્યા કે નહીં તે છૂપાવવા ટ્રિક અપનાવી
સાયબર ક્રાઇમે રાહુલ સાજીદ ખાન અને મોહમદ ઈલિયાશ નામના આરોપીઓની ધરપકડ કરી છે. તેઓએ બેંક સાથે છેતરપિંડીનો નવો કીમિયો અજમાવ્યો છે. જેમાં આરોપીઓ એ.ટી.એમ મશીન પાસે જઈને કાર્ડ ઘસીને નાણાં ઉપાડતા અને એ નાણાં જેવા મશીનમાંથી બહાર આવે કે તેઓ અડધા મશીનની અંદર અને અડધા મશીનની બહાર પકડીને ઉભા રહેતા હતા. જેથી મશીનનો ટાઈમ આઉટ થાય કે તરત જ નાણાં કાઢી લેતા હતા. જેના કારણે બેંકમાં આ નાણાં નીકળ્યાની કોઈ એન્ટ્રી થાય નહીં અને બેંકમાં આ બાબતે ફરિયાદ કરો તો સાત દિવસમાં જે તે બેંક એકાઉન્ટમાં નાણાં પરત મળી જાય ત્યારે આ રીતે બેંક સાથે છેતરપિંડી આચરતા હતા.

Advertisement

હરિયાણાના આરોપીઓ રિલીફ રોડ પર ઝડપ્યા
સાયબર ક્રાઈમની તપાસમાં આરોપીઓ હરિયાણાના હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોલીસે બાતમીના આધારે રિલીફ રોડ પાસેથી બંનેને ઝડપી પાડ્યા છે. ત્યારે આરોપીઓએ ખરેખર કેટલી બેંકો સાથે કેટલા રૂપિયાની છેતરપિંડી આચરી તેની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે હાલમાં પોલીસે બને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement

.