ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ધર્મશાળામાં મોચ રમાવાની છે. તે પહેલા એવી સંભાવનાઓ વ્યક્ત કરાઇ છે કે આ મેચમાં વરસાદ વિઘ્ન લાવી શકે છે. લખનઉમાં રમાયેલી શ્રેણીની પ્રથમ મેચ ભારતે 62 રને જીતી લીધી હતી. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્માની નજર બીજી મેચ જીતીને સીરિઝ પર કબજો મેળવવાની રહેશે, જ્યારે શ્રીલંકાના કેપ્ટન આ મેચ જીતીને સીરિઝ 1-1થી બરાબર કરવા ઈચ્છશે. ભારતે ટોસ જીતી પહેલા બોલિંગનો નિર્ણય
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ધર્મશાળામાં મોચ રમાવાની છે. તે પહેલા એવી સંભાવનાઓ વ્યક્ત કરાઇ છે કે આ મેચમાં વરસાદ વિઘ્ન લાવી શકે છે. લખનઉમાં રમાયેલી શ્રેણીની પ્રથમ મેચ ભારતે 62 રને જીતી લીધી હતી. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્માની નજર બીજી મેચ જીતીને સીરિઝ પર કબજો મેળવવાની રહેશે, જ્યારે શ્રીલંકાના કેપ્ટન આ મેચ જીતીને સીરિઝ 1-1થી બરાબર કરવા ઈચ્છશે.
ભારતે ટોસ જીતી પહેલા બોલિંગનો નિર્ણય કર્યો છે.
આપને જણાવી દઇએ કે, બીજી મેચમાં વરસાદ ભારતીય ટીમના વિજય અભિયાનમાં અવરોધ બની શકે છે. જીહા, સવારથી જ એવા અહેવાલો મળી રહ્યા છે કે શુક્રવારથી પડી રહેલો સતત વરસાદ આજે(શનિવાર) મેચને અસર કરી શકે છે. મેચ પહેલા હિમાચલ પ્રદેશમાં હવામાન ખૂબ જ ખરાબ છે. રાજધાની શિમલામાં હિમવર્ષા થઈ રહી છે. આ સાથે જ અનેક જિલ્લાઓમાં તોફાની પવન પણ ફૂંકાઈ રહ્યા છે અને સાથે મુશળધાર વરસાદ પણ થઈ રહ્યો છે. રાજ્યમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ધર્મશાળામાં દિવસભર વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં બીજી T20 મેચ વરસાદને કારણે ધોવાઈ શકવાની સંભાવનાઓ વધુ છે.
IND vs SL બીજી T20 લાઇવ: ભારત vs શ્રીલંકા
બીજી T20 મેચ- 26 ફેબ્રુઆરી, ધર્મશાલા
ટોસ - 6:30 PM
કેપ્ટન- રોહિત શર્મા, દાસુન શનાકા
IND vs SL બીજી T20 લાઇવ: T20 સીરિઝનું શેડ્યૂલ
પહેલી T20I: 24 ફેબ્રુઆરી, લખનઉ (ભારત 62 રને જીત્યું)
બીજી T20I મેચ: 26 ફેબ્રુઆરી, ધર્મશાલા
ત્રીજી T20I મેચ: 27 ફેબ્રુઆરી, ધર્મશાલા
બંને ટીમો નીચે મુજબ છે
ભારત:
રોહિત શર્મા (c), ઈશાન કિશન (wk), શ્રેયસ ઐયર, દીપક હુડા, વેંકટેશ ઐયર, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અવેશ ખાન.
શ્રીલંકા :
દાસુન શનાકા (c), પથુમ નિસનકા, કુસલ મેન્ડિસ, ચારિથ અસલંકા, દિનેશ ચાંદીમલ, દાનુષ્કા ગુણાથિલક, કામિલ મિશરા, જનિથ લિયાનાગે, વાનિન્દુ હસરાંગા, ચમિકા કરુણારત્ને, દુષ્મંથા ચમીરા, લાહિરુ કુમાર, બિનુરા ફર્નાન્ડો, શિરન ફર્નાન્ડો, મહેશ દીક્ષાના, જેફરી વેન્ડરસે, પ્રવીણ જયવિક્રમા, એશિયન ડેનિયલ.