ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એશિયા કપ 2023 રમવા પાકિસ્તાન નહીં જાય ટીમ ઈન્ડિયા : BCCI

ટીમ ઈન્ડિયા એશિયા કપ 2023 (Asia Cup 2023) રમવા માટે પાકિસ્તાન નહીં જાય. મુંબઈમાં યોજાયેલી BCCI AGM બાદ જય શાહે સ્પષ્ટ કહ્યું કે, ટીમ ઈન્ડિયા કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન રમવા જશે નહીં. એશિયા કપ 2023નું આયોજન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા કરવામાં આવશે અને ફ્યુચર ટૂર પ્રોગ્રામ અનુસાર, તે પાકિસ્તાનમાં રમાશે.2023 એશિયા કપ ન્યૂટ્રલ વેન્યૂ પર યોજાશેT20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)ની શરૂઆત થઇ ગઇ છે. આ ટૂર્નામેન્ટમાàª
09:21 AM Oct 18, 2022 IST | Vipul Pandya

ટીમ ઈન્ડિયા એશિયા કપ 2023 (Asia Cup 2023) રમવા માટે પાકિસ્તાન નહીં જાય. મુંબઈમાં યોજાયેલી BCCI AGM બાદ જય શાહે સ્પષ્ટ કહ્યું કે, ટીમ ઈન્ડિયા કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન રમવા જશે નહીં. એશિયા કપ 2023નું આયોજન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા કરવામાં આવશે અને ફ્યુચર ટૂર પ્રોગ્રામ અનુસાર, તે પાકિસ્તાનમાં રમાશે.

2023 એશિયા કપ ન્યૂટ્રલ વેન્યૂ પર યોજાશે
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)ની શરૂઆત થઇ ગઇ છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ પાકિસ્તાન વિરુદ્ધ 23 ઓક્ટોબરમાં રમાવાની છે, તે પહેલા એશિયા કપ 2023 (Asia Cup 2023)ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. 2023નો એશિયા કપ ODI ફોર્મેટમાં રમાશે. હાલમાં, પાકિસ્તાન 2023 એશિયા કપ માટે પ્રસ્તાવિત યજમાન છે. જોકે, ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેના સંબંધો હાલમાં ખૂબ જ ખરાબ ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં, જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ, BCCIએ હાલમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન જવાની મંજૂરી આપી નથી. આવી સ્થિતિમાં હવે એશિયા કપ 2023ની મેચ ન્યૂટ્રલ વેન્યૂ પર રમાશે. આ અંગે BCCI સેક્રેટરી જય શાહનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે 2023 એશિયા કપ ન્યૂટ્રલ વેન્યૂ પર યોજાશે.

મહત્વનું છે કે, આ વર્ષે પણ એશિયા કપ ન્યૂટ્રલ વેન્યુ પર યોજાયો હતો. શ્રીલંકા આ વર્ષના એશિયા કપની યજમાની કરવાનું હતું. જોકે, આ દેશની પરિસ્થિતિ અનુકૂળ નહોવાથી આ વર્ષનો એશિયા કપ યુએઈમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. જય શાહે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ટીમને પાકિસ્તાન જવાની પરવાનગી સરકાર દ્વારા આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, તે તેના પર ટિપ્પણી કરશે નહીં. આ જ કારણ છે કે 2023 એશિયા કપને ન્યૂટ્રલ વેન્યુ રમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, BCCI આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાની તૈયારી કરી રહ્યું હતું. પણ ક્યાંક ને ક્યાંક સરકારનો નિર્ણય જ અંતિમ નિર્ણય હોય છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 21012-13થી કોઇ દ્વિપક્ષીય સિરીઝ રમાઈ નથી. ભારત અને પાકિસ્તાનની ટીમો માત્ર ICC અને એશિયા કપની મેચોમાં જ આમને-સામને જોવા મળે છે. છેલ્લા ઘણા વર્ષોથી ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં પણ ખટાશ જોવા મળી રહી છે. જેનું પરિણામ છે કે, આ બન્ને વચ્ચે દ્વિપક્ષીય સિરીઝનું આયોજન થઈ શક્યું નથી. તાજેતરમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ મેચ રમાઈ હતી. આ સિવાય ભારત અને પાકિસ્તાન 23 ઓક્ટોબરે T20 વર્લ્ડ કપમાં ટકરાશે. આ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર રમાશે.
આ પણ વાંચો - T20 વર્લ્ડ કપનો 15 વર્ષનો છે ઈતિહાસ, જાણો રસપ્રદ તથ્યો અને ખાસ રેકોર્ડ
Tags :
AGMAsiaCupAsiaCup2023BCCICricketGujaratFirstIndVsPakSports
Next Article