ટીમ ઈન્ડિયાના વિકેટકીપરની કારનું થયુ ભયાનક અકસ્માત, ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી અને શાનદાર વિકેટકીપર રિષભ પંત (Rishabh Pant) શુક્રવારે સવારે એક મોટા માર્ગ અકસ્માતનો ભોગ બન્યો છે. દિલ્હીથી ઘરે પરત ફરતી વખતે પંતની કાર રેલિંગ સાથે અથડાઈ અને તેના ટુકડા થઈ ગયા હતા. આ દુર્ઘટના રુડકીના નારસન બોર્ડર પર હમ્મદપુર ઝાલ પાસે થઈ હતી. આ અકસ્માતમાં રિષભ પંત પણ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો છે અને તેને તાત્કાલિક દિલ્હી રિફર કરવામાં આવ્યો છે.રિષભ પંત હોસ્પિટલમાં à
06:02 AM Dec 30, 2022 IST
|
Vipul Pandya
ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી અને શાનદાર વિકેટકીપર રિષભ પંત (Rishabh Pant) શુક્રવારે સવારે એક મોટા માર્ગ અકસ્માતનો ભોગ બન્યો છે. દિલ્હીથી ઘરે પરત ફરતી વખતે પંતની કાર રેલિંગ સાથે અથડાઈ અને તેના ટુકડા થઈ ગયા હતા. આ દુર્ઘટના રુડકીના નારસન બોર્ડર પર હમ્મદપુર ઝાલ પાસે થઈ હતી. આ અકસ્માતમાં રિષભ પંત પણ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો છે અને તેને તાત્કાલિક દિલ્હી રિફર કરવામાં આવ્યો છે.
રિષભ પંત હોસ્પિટલમાં દાખલ
ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. ડોક્ટરોની ટીમે રિષભ પંત પર સતત નજર રાખી રહ્યા છે. રિષભ પંત એક કાર અકસ્માતમાં ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તેને તુરંત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ એક પ્રશ્ન જે દરેકને સતાવી રહ્યો છે તે એ છે કે આટલો મોટો અકસ્માત કેવી રીતે થયો? મળી રહેલી માહિતી અનુસાર, તેના કપાળ પર ઈજા થઇ છે અને તેના પગમાં પણ ફ્રેક્ચર થયું છે. સ્થાનિક સંવાદદાતા પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના NH 58 પર બની હતી.
ઘટના ક્યારે બની?
કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય ક્રિકેટર રિષભ પંત દિલ્હીથી રૂરકી જઈ રહ્યો હતો. તે જ સમયે તેની કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ પછી 108ની મદદથી રિષભ પંતને રૂરકી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. આ ઘટના આજે સવારે લગભગ 5.15 મિનિટે જણાવવામાં આવી રહી છે. આ અકસ્માત NH 58 પર મેંગ્લોર કોતવાલી વિસ્તારમાં થયો હતો. પ્રાથમિક સારવાર બાદ પંતને સરકારી હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પંતને ક્યાં ઈજા થઈ?
એજન્સીના રિપોર્ટ અનુસાર, રિષભ પંતની BMW કાર દિલ્હી-દેહરાદૂન હાઈવે પર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. 25 વર્ષીય રિષભ પંતની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે ક્રિકેટર, જે રૂરકીમાં ઘરે જઈ રહ્યો હતો, અકસ્માત બાદ તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, પંતને માથા, પીઠ અને પગમાં ઈજા થઈ છે, પરંતુ તેની હાલત સ્થિર છે. સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે દિલ્હી નારસન બોર્ડર પર જ્યારે કાર ડિવાઈડર સાથે અથડાઈ ત્યારે પંત પોતે જ કાર ચલાવી રહ્યો હતો. તેને તાત્કાલિક દિલ્હી રોડની સક્ષમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ વધુ સારવાર માટે તેને મેક્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે.
ડ્રાઇવિંગ કરતી વખતે પંતે શું મોટી ભૂલ કરી?
આ ટક્કર બાદ રિષભ પંતની મર્સિડીઝમાં આગ લાગી ગઈ હતી. પોલીસે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, પંત પણ આગની ઝપટમાં આવી ગયો હતો પરંતુ તેની હાલત ગંભીર નથી. ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક અશોક કુમારે કહ્યું કે પંતે કહ્યું કે ડ્રાઇવિંગ કરતી વખતે અચાનક ઊંઘ જવાના કારણે તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. દુર્ઘટના સમયે રિષભ પંત કારમાં એકલો હતો અને બચવા માટે બારી તોડી નાખી હતી.
આ પણ વાંચો - ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો મોટો ઝટકો, જાણો કેવી રીતે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article