Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીલંકાને હરાવી ટીમ ઈન્ડિયા પહોંચી ટોપ રેન્ક પર, જુઓ લિસ્ટ

શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતની 2-0થી જીતનો અર્થ એ થયો કે રોહિત શર્મા, તેની કેપ્ટનશિપની શરૂઆતથી, ક્ષણભરમાં ભારતને વિશ્વની નંબર 1 ટેસ્ટ ટીમમાં લઈ ગયો છે. 116 પોઈન્ટ સાથે, ભારત હવે નંબર 1 પર પહોંચી ગયું છે, પરંતુ એક ચેતવણી છે. જો ઓસ્ટ્રેલિયા કરાચી ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવશે તો ભારત બીજા સ્થાને સરકી જશે.WTCમાં શ્રીલંકાને મળી મોટી હારભારતીય ટીમે બેંગ્લોરની ડેનાઈટ ટેસ્ટ મેચમાં શ્રà«
શ્રીલંકાને હરાવી ટીમ ઈન્ડિયા પહોંચી ટોપ રેન્ક પર  જુઓ લિસ્ટ
શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતની 2-0થી જીતનો અર્થ એ થયો કે રોહિત શર્મા, તેની કેપ્ટનશિપની શરૂઆતથી, ક્ષણભરમાં ભારતને વિશ્વની નંબર 1 ટેસ્ટ ટીમમાં લઈ ગયો છે. 116 પોઈન્ટ સાથે, ભારત હવે નંબર 1 પર પહોંચી ગયું છે, પરંતુ એક ચેતવણી છે. જો ઓસ્ટ્રેલિયા કરાચી ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવશે તો ભારત બીજા સ્થાને સરકી જશે.
WTCમાં શ્રીલંકાને મળી મોટી હાર
ભારતીય ટીમે બેંગ્લોરની ડેનાઈટ ટેસ્ટ મેચમાં શ્રીલંકાની ટીમને 238 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું છે. જે બાદ શ્રીલંકાની ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં મોટી હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે શ્રીલંકાની ટીમ ટેસ્ટ માટે ભારતના પ્રવાસે આવી હતી. ત્યારબાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ ટેબલ પર નંબર 1 પર હતી. પરંતુ બે ટેસ્ટ મેચમાં મોટી હાર બાદ તે હવે ટોપ 4માંથી બહાર થઈ ગઈ છે. આ સાથે જ ભારતીય ટીમ (WTC)એ ટોપ 4માં પોતાનું સ્થાન બનાવી લીધું છે.
ઓસ્ટ્રેલિયા બની શકે છે નંબર વન
સત્તાવાર રેન્કિંગની વાત કરીએ તો, ભારત હવે 116 પોઈન્ટ સાથે નંબર 1 પર છે, પરંતુ જો ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન સામે હારી જશે તો તેને ચાર પોઈન્ટનું નુકસાન થશે, તે 115 પોઈન્ટ સાથે બીજા સ્થાને સરકી જશે. જો કે, જો ઓસ્ટ્રેલિયા બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવવામાં સફળ થશે, તો પેટ કમિન્સની આગેવાની હેઠળની ટીમ ટોચના સ્થાન પર ફરી દાવો કરશે અને ભારતથી આગળ નીકળી જશે. ઓસ્ટ્રેલિયા હાલમાં કરાચીમાં બીજી ટેસ્ટ જીતવા માટે કમાન્ડિંગ સ્થિતિમાં છે. જણાવી દઇએ કે, રોહિત શર્મા એન્ડ કંપનીએ સોમવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે પિંક-બોલ ડે/નાઈટ ટેસ્ટમાં શ્રીલંકાને 238 રનથી હરાવ્યું. શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરુણારત્નેએ શાનદાર સદી ફટકારી હતી પરંતુ તે નિરર્થક ગઈ કારણ કે શ્રીલંકાની ટીમ ત્રીજા દિવસે 208 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ હતી.
ઝડપી બોલરો ચમક્યા, જસપ્રીત બુમરાહ ટોચ પર
જસપ્રીત બુમરાહે ICC ટેસ્ટ ચેમ્પિયનશિપમાં શ્રીલંકા સામેની બીજી મેચની પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી જે બાદ તેણે 300 આંતરરાષ્ટ્રીય વિકેટ પૂરી કરી. ત્યારબાદ જસપ્રીત બુમરાહે ટેસ્ટ ચેમ્પિયનશિપ રેન્કિંગમાં ઘણો ફાયદો મેળવ્યો છે. હવે તે આ ટેબલમાં નંબર વન બોલર બની ગયો છે. ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી આવૃત્તિમાં જસપ્રિત બુમરાહે 9 મેચમાં 38 વિકેટ ઝડપી છે. જણાવી દઈએ કે, જેમાં જસપ્રીત બુમરાહે પોતાનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. 10 ઓવરમાં 4 ઓવરની મેડન સાથે 24 રન આપીને 5 વિકેટ લીધી છે. જે બાદ તેણે કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો હતો. હવે જસપ્રીત બુમરાહ ટોપ પર છે. ટોપ 5 બોલરોમાં જસપ્રીત બુમરાહ ઉપરાંત હવે વધુ એક ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ છે. ઈંગ્લેન્ડની ઓલી રોબિન્સન 32 વિકેટ સાથે બીજા સ્થાને છે. પાકિસ્તાનનો શાહીન આફ્રિદી અને દક્ષિણ આફ્રિકાનો કાગીસો રબાડા 30-30 વિકેટ સાથે ત્રીજા અને ચોથા સ્થાને છે.
રિષભ પંતની સારી બેટિંગ બાદ ICC WTC ટોપ 5માં પ્રવેશ
રિષભ પંતને ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-2023માં શ્રીલંકા સામે સારી ઇનિંગ રમવા બદલ પુરસ્કાર મળ્યો છે. તેણે ટેસ્ટ ચેમ્પિયનશિપના ટોપ 5 ખેલાડીઓમાં પ્રવેશ કર્યો છે. રિષભ પંતે 517 રન બનાવ્યા બાદ તે ચોથા નંબર પર છે. બીજી તરફ ભારતીય ઓપનર કેએલ રાહુલ 541 રન સાથે બીજા સ્થાને છે. ટોચના બેટ્સમેન અને બોલર બંનેની યાદીમાં બે-બે ભારતીય ખેલાડીઓના નામ છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી ટોપ 5માં સામેલ છે
શ્રીલંકા સામે ચાલી રહેલી મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના પ્રદર્શન બાદ તે ટોપ 5 ખેલાડીઓની યાદીમાંથી બહાર થઈ ગયો છે. ઈંગ્લેન્ડનો જો રૂટ 1008 રન સાથે ટોપ પર છે. કેએલ રાહુલ 541 રન સાથે બીજા ક્રમે છે. પાકિસ્તાન સામે કરાચી ટેસ્ટમાં સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાનો ઉસ્માન ખ્વાજા 512 રન સાથે પાંચમાં ક્રમે છે. ભારતીય ટીમ શ્રીલંકા સામે બીજી ટેસ્ટ મેચ રમી રહી છે, ત્યારબાદ રેન્કિંગમાં વધુ ફેરફાર થઈ શકે છે. વળી, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણી પણ રમાઈ રહી છે. તે બાદ પણ આંકડાઓ બદલાઇ શકે છે. 
Advertisement
Tags :
Advertisement

.