ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બાંગ્લાદેશ સામે વન-ડે સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત,આ બે ખેલાડીની થઈ એન્ટ્રી

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ બાદ ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશના પ્રવાસે જશે. BCCIએ બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની વન-ડે ટીમની જાહેરાત કરી હતી. કેપ્ટન રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલની ટીમમાં વાપસી થઇ છે. રોહિત-રાહુલની વનડે ટીમમાં વાપસીબાંગ્લાદેશ સામેની આગામી વનડે શ્રેણી માટે તમામ દિગ્ગજ ખેલાડીઓ ટીમમાં પરત ફર્યા છે. નોંધનà
05:14 PM Nov 23, 2022 IST | Vipul Pandya
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ બાદ ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશના પ્રવાસે જશે. BCCIએ બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની વન-ડે ટીમની જાહેરાત કરી હતી. કેપ્ટન રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલની ટીમમાં વાપસી થઇ છે.

રોહિત-રાહુલની વનડે ટીમમાં વાપસી

બાંગ્લાદેશ સામેની આગામી વનડે શ્રેણી માટે તમામ દિગ્ગજ ખેલાડીઓ ટીમમાં પરત ફર્યા છે. નોંધનીય છે કે આ ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી સીરીઝમાંથી બહાર હતા. કેપ્ટન રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલી પણ બાંગ્લાદેશ સામેની વનડે સીરીઝમાં રમશે.


ટીમમાં રજત પાટીદાર અને રાહુલ ત્રિપાઠી પણ છે

આ ઉપરાંત રજત પાટીદાર અને રાહુલ ત્રિપાઠીને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આવતા વર્ષે વર્લ્ડ કપને જોતા બીસીસીઆઈએ વધુને વધુ ખેલાડીઓને ટીમમાં તક આપી છે. જોકે સંજુ સેમસનને એક પણ મેચમાં તક ન મળતા તેને ફરી એકવાર ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેની જગ્યાએ ઈશાન કિશન અને ઋષભ પંતને વિકેટકીપર તરીકે સ્થાન મળ્યું છે.

ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બાંગ્લાદેશ સામેની વન-ડે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. ઈજાના કારણે તે બ્રેક પર હતો. પરંતુ એક રિપોર્ટ અનુસાર, તે હજુ સંપૂર્ણ સ્વસ્થ થયો નથી. આ કારણે તે બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં. જાડેજા ઘૂંટણની ઈજાને કારણે ટીમની બહાર હતો. સપ્ટેમ્બરમાં તેની સર્જરી કરવામાં આવી હતી. 


વનડે શ્રેણી માટેની ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચહર, કુલદીપ સેન

આપણ વાંચો- શ્રીલંકા ક્રિકેટને લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડીને કરાયો એક વર્ષ માટે સસ્પેન્ડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
captainGujaratFirstINDvsBANKLRahulViceCaptainODISeriesRohitSharmaTeamIndiaSquad
Next Article