Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લગ્નની સિઝનમાં પોરબંદરમાં વાગ્યા વેરાની વસૂલાતના ઢોલ

પોરબંદર શહેરમાં છેલ્લા લાંબા સમયથી ઘણાં આસામીઓના વેરા બાકી છે. વેરાની સમયસર ચૂકવણી ન થતા પાલિકાએ સીલનું શસ્ત્ર ઉપાડ્યું છે. તો બપોર બાદ પાલિકાએ ઢોલ વગાડી આસામીઓને ત્યાં વેરાની વસૂલાત કરવામાં આવી હતી, ૪૩ હજાર વ્યાજ સહિતની રકમ સ્થળ પર વસૂલવામાં આવીઆ કામગીરી દરમિયાન ૪૩ હજાર વ્યાજ સહિતની રકમ સ્થળ પર વસૂલવામાં આવી હતી. પોરબંદર-છાંયા નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાંથી લાઈટ, પાણી, à
11:20 AM Feb 22, 2023 IST | Vipul Pandya
પોરબંદર શહેરમાં છેલ્લા લાંબા સમયથી ઘણાં આસામીઓના વેરા બાકી છે. વેરાની સમયસર ચૂકવણી ન થતા પાલિકાએ સીલનું શસ્ત્ર ઉપાડ્યું છે. તો બપોર બાદ પાલિકાએ ઢોલ વગાડી આસામીઓને ત્યાં વેરાની વસૂલાત કરવામાં આવી હતી, 

૪૩ હજાર વ્યાજ સહિતની રકમ સ્થળ પર વસૂલવામાં આવી
આ કામગીરી દરમિયાન ૪૩ હજાર વ્યાજ સહિતની રકમ સ્થળ પર વસૂલવામાં આવી હતી. પોરબંદર-છાંયા નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાંથી લાઈટ, પાણી, સફાઈ સહિતના વેરાની વસૂલાત કરવામાં આવે છે. પરંતુ કેટલાક આળસુ આસામીઓ વેરો ભરવા ઈચ્છતા જ નથી. જેના લીધે પાલિકા શહેરીજનોને સુવિધા ઉપલબ્ધ કરાવવામાં પાછી પડે છે.

૩૩ કરોડના બાકી લેણાં પૈકી 8.50 કરોડની ઉઘરાણી 
પોરબંદર-છાંયા નગરપાલિકાની જો વાત કરીએ તો પાછલા વર્ષની અને ર૦રર-ર૩ ના વર્ષના બાકી લેણાં કુલ ૩૩ કરોડ જેટલી રકમ થતી હતી. જેમાંથી ૮.પ૦ કરોડ જેટલી ઉઘરાણી થઈ ચૂકી છે, પરંતુ હજુ પણ ઘણાં આસામીઓના પાંચ-પાંચ વર્ષ કે તેનાથી વધારે વર્ષ વિતી ગયા હોવા છતાં વેરો ભર્યો નથી. જેથી પાલિકા દ્વારા છેલ્લા બે સપ્તાહથી લાંબા સમયથી બાકી વેરાધારકોની મિલ્કતો સીલ કરવામાં આવી છે. 
ઢોલ-નગારા સાથે વેરાની વસૂલાત 
અત્યારસુધીમાં સૌથી વધુ મિલ્કતો પાલિકાએ સીલ મારી દીધી છે. તો આ કામગીરીને વધુ ઝડપથી કરવા પાલિકા દ્વારા  ઢોલ-નગારા વગાડી આસામીઓને ત્યાં વેરાની વસૂલાત કરવા પહોંચ્યા હતા. આ વસૂલાત દરમિયાન ૪૩ હજાર વ્યાજ સહિતની રકમ પાલિકાને આપવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ બાકી વેરા ધારકોને ત્યાં ઢોલ-નગારા સાથે વેરાની વસૂલાત કરવામાં આવે છે. તેમજ સીલની કામગીરી પણ પાલિકાના હાઉસ ટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવશે. હાલ લગ્નગાળાની સિઝન ચાલી રહી છે, જ્યાં બેન્ડ વાજા અને ઢોલ-નગારાના અવાજ ગૂંજતા હોય છે. પરંતુ પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગની ટીમ ઢોલ-નગારા સાથે વેરાની વસૂલાત કરતા કેટલાક નાગરિકો આશ્ચર્યમાં મૂકાયા હતા. 
 આ પણ વાંચોઃ  યુવતી સાથે ભાવનગર ASIના પુત્રએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું,યુવતીએ નોંધાવી ફરિયાદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
beatdrumsGujaratFirstPorbandarTaxcollectionweddingseason
Next Article