Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બબીતાજીનું જર્મનીમાં થયું અકસ્માત, ઘૂંટણમાં થઇ ગંભીર ઈજા

ટીવીનો લોકપ્રિય શો આજે પણ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'  (Taarak Mehta Ka Ooltah Chashmah) છે. આ શો ની એક સૌથી ચર્ચિત અભિનેત્રી બબીતા એટલ કે મુન મુન દત્તાને લઇને એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર સાંભળી તેના ફન્સ થોડા પરેશાન થઇ શકે છે. શોમાં જેઠાલાલની બબીતા એટલે કે મુન મુન દત્તા વેકેશનની મજા માંણવા માટે જર્મની ગઇ હતી જ્યા તેનું અકસ્માત થયું છે. જેના કારણે તે હવે પરત ભારત આવી રહી છે. મુનમુન દત્àª
12:22 PM Nov 21, 2022 IST | Vipul Pandya
ટીવીનો લોકપ્રિય શો આજે પણ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'  (Taarak Mehta Ka Ooltah Chashmah) છે. આ શો ની એક સૌથી ચર્ચિત અભિનેત્રી બબીતા એટલ કે મુન મુન દત્તાને લઇને એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર સાંભળી તેના ફન્સ થોડા પરેશાન થઇ શકે છે. શોમાં જેઠાલાલની બબીતા એટલે કે મુન મુન દત્તા વેકેશનની મજા માંણવા માટે જર્મની ગઇ હતી જ્યા તેનું અકસ્માત થયું છે. જેના કારણે તે હવે પરત ભારત આવી રહી છે. 
મુનમુન દત્તા થઇ રોડ અક્સ્માતમાં ઈજાગ્રસ્ત
ટીવીના પોપ્યુલર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની એક્ટ્રેસ મુનમુન દત્તાનું રોડ એક્સિડન્ટ થયું છે. અહેવાલ છે કે અકસ્માત સમયે મુનમુન દત્તા જર્મનીમાં હતી. તેણે પોતે પોતાના રોડ અકસ્માતના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા છે અને ચાહકોને તેની ઈજા વિશે જાણકારી આપી છે. જણાવી દઈએ કે, ટીવી એક્ટ્રેસ મુનમુન દત્તા ટીવીના ફેમસ શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'બબીતા ​​જી'નું પાત્ર ભજવી રહી છે. લોકોને તેની આ ભૂમિકા ખૂબ જ પસંદ આવી રહી છે. હાલમાં મુનમુન દત્તાએ પોતાના અકસ્માતના સમાચાર લોકોને સંભળાવ્યા છે. જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતા ​​જી એટલે કે મુનમુન દત્તાને ફરવાનો ખૂબ શોખ છે. તે અવારનવાર દેશ-વિદેશમાં નવી-નવી જગ્યાએ ફરતી જોવા મળે છે. અભિનયની સાથે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને લોકોને પોતાની ટ્રાવેલિંગ ટ્રિપ્સ વિશે જણાવતી રહે છે. એવું જાણવા મળે છે કે તેણે લગભગ એક અઠવાડિયા પહેલા યુરોપનો પ્રવાસ શરૂ કર્યો હતો.
મુનમુન દત્તાએ શેર કરી તસવીર
મુનમુન દત્તાએ સ્વિટ્ઝર્લેન્ડથી તેની આકર્ષક તસવીરો શેર કરી છે. અભિનેત્રી બે દિવસ પહેલા સ્વિટ્ઝર્લેન્ડથી જર્મની ગઈ હતી. તેણે આ સફરની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. તેણે કોફી પીતા પોતાનો ફોટો પોસ્ટ કર્યો છે. આ સિવાય મુનમુને વિન્ટર લૂક શેર કર્યો હતો, જેમાં તે સ્વેટર, મફલર પહેરીને સુંદર ઇન્સ્ટ્રુમેન્ટ્સનો આનંદ લેતી જોવા મળી હતી.

શો છોડવાના સમાચારને નકાર્યો
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં મુનમુન દત્તા પોતાના પાત્રથી લોકોના દિલમાં વસી ગઈ છે. ઘણી વખત તેના શો છોડવાની અટકળો કરવામાં આવી હતી, પરંતુ દરેક વખતે તેણે આવા સમાચારોને માત્ર અફવા જ ગણાવી હતી. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલનો તેના પ્રત્યેનો એકતરફી પ્રેમ દર્શકોને ઘણો પસંદ આવ્યો છે.
મુનમુન દત્તાના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ
મુનમુન દત્તાના ચાહકોની યાદી લાંબી છે અને તેને ઈન્સ્ટાગ્રામ પર 70 લાખથી વધુ લોકો ફોલો કરે છે. મુનમુન શરૂઆતથી જ આ શો સાથે જોડાયેલી છે અને હવે તે ઘણી જાણીતી બની ગઈ છે. અભિનેત્રીની તસવીરો ઈન્ટરનેટ પર આવતાની સાથે જ છવાઈ જાય છે.
આ પણ વાંચો - શું કંગના રનૌત 2024મા ચૂંટણી લડશે? અભિનેત્રીએ આપ્યો જવાબ, AAP વિશે કરી ભવિષ્યવાણી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AccidentBabitaGujaratFirstInjuredMunMunDuttaTarakMehtaKaUltaChashma
Next Article