ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સરહદી જુણા ગ્રામ પંચાયતનો તલાટી 9 હજારની લાંચ લેતા ACB ટ્રેપમાં સપડાયો

ક્ચ્છ ACB સફળ ટ્રેપ ભુજમાં કરી હતી ત્યારે ફરીયાદી  એક જાગૃત નાગરિક હોવાનું જણાવાયું હતું,આરોપી શામરા મોહનભાઈ ગઢવી નોકરી તલાટી મંત્રી  જુણા જુથ ગ્રામ પંચાયત, તાલુકો ભૂજ જી ભૂજ વર્ગ 3એ લાંચની રૂપિયા 9 000 ની માંગ કરી હતી.  લેક વ્યુ હોટલ પાસે , હમીરસર તળાવની સામે , ભૂજ ખાતે તલાટી ઝડપાયા હતા.આ કામના ફરીયાદીનાઓએ નવું વીજ કનેકંશન લેવા માટે જરૂરી દસ્તાવેજો પૈકી આંકરણી વેરા નો દાખલો તથા મકાન વેàª
10:13 AM Dec 20, 2022 IST | Vipul Pandya
ક્ચ્છ ACB સફળ ટ્રેપ ભુજમાં કરી હતી ત્યારે ફરીયાદી  એક જાગૃત નાગરિક હોવાનું જણાવાયું હતું,આરોપી શામરા મોહનભાઈ ગઢવી નોકરી તલાટી મંત્રી  જુણા જુથ ગ્રામ પંચાયત, તાલુકો ભૂજ જી ભૂજ વર્ગ 3એ લાંચની રૂપિયા 9 000 ની માંગ કરી હતી.  લેક વ્યુ હોટલ પાસે , હમીરસર તળાવની સામે , ભૂજ ખાતે તલાટી ઝડપાયા હતા.
આ કામના ફરીયાદીનાઓએ નવું વીજ કનેકંશન લેવા માટે જરૂરી દસ્તાવેજો પૈકી આંકરણી વેરા નો દાખલો તથા મકાન વેરા પહોંચ મેળવવા આ કામે તલાટીનાનો સંપર્ક કરતા તેમણે આ આકંરણી વેરાના દાખલા અને મકાન વેરા પહોંચ કાઢી આપવા માટે આ કામના ફરિયાદી પાસે રૂ. 9000ની લાંચ પેટે માંગણી કરેલ.જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી, ફરીયાદ આપતા જે ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા હતા.  
આ કામના આરોપી એ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂપિયા  9000 માંગી સ્વીકારી પકડાઇ ગયેલ છે.આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી  હાથ ધરેલ છે. વી.એસ.વાઘેલા પોલીસ ઇન્સપેકટર, ગાંઘીઘામએ કાર્યવાહી કરી હતી.
આપણ વાંચો-ઈજાગ્રસ્ત બાઈકચાલક પાસેથી મળેલ પર્સ અને સોનાના દાગીના 108ની ટીમે કર્યા પરત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ACBBhujGujaratFirstoldgramTakingbribesTalati
Next Article