ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

T20 વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર, ભારતની પહેલી મેચ થશે પાકિસ્તાન સામે

જો તમે ક્રિકેટ પ્રેમી (Cricket Lover) છો તો આવનારા થોડા દિવસો તમારા માટે ખાસ રહેવાના છે. જીહા, આ મહિના (ઓક્ટોબર)ની 16 તારીખથી T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) શરૂ થવા જઇ રહી છે. ત્યારે વધુ એક ક્રિકેટને લઇને સમાચાર સામે આવી રહ્યા છે. ICC એ આવતા વર્ષે દક્ષિણ આફ્રિકામાં યોજાનારી મહિલા T20 વર્લ્ડ કપ 2023 (Women's T20 World Cup 2023)નું શેડ્યૂલ જાહેર કર્યું છે. ભારતની બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે 15 ફેબ્રુઆરીએઆ વખતે આગામી વર્લ્ડ કપમાં કà
09:56 AM Oct 04, 2022 IST | Vipul Pandya
જો તમે ક્રિકેટ પ્રેમી (Cricket Lover) છો તો આવનારા થોડા દિવસો તમારા માટે ખાસ રહેવાના છે. જીહા, આ મહિના (ઓક્ટોબર)ની 16 તારીખથી T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) શરૂ થવા જઇ રહી છે. ત્યારે વધુ એક ક્રિકેટને લઇને સમાચાર સામે આવી રહ્યા છે. ICC એ આવતા વર્ષે દક્ષિણ આફ્રિકામાં યોજાનારી મહિલા T20 વર્લ્ડ કપ 2023 (Women's T20 World Cup 2023)નું શેડ્યૂલ જાહેર કર્યું છે. 
ભારતની બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે 15 ફેબ્રુઆરીએ
આ વખતે આગામી વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લેશે અને ટૂર્નામેન્ટની પ્રથમ મેચ યજમાન દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે 10 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં રમાશે. આ મેગા ઈવેન્ટ માટે ભારત અને પાકિસ્તાનની ટીમને એક જ ગ્રુપમાં રાખવામાં આવી છે. વળી ભારતીય મહિલા ટીમનો પ્રથમ મુકાબલો 12 ફેબ્રુઆરીએ તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. ભારતની બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે 15 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં જ છે. આ પછી, ટીમ ગકબેરહામાં અનુક્રમે 18 અને 20 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામે ટકરાશે. વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં યજમાન દક્ષિણ આફ્રિકાનો મુકાબલો કેપટાઉનમાં શ્રીલંકા સામે થશે. ટૂર્નામેન્ટની ફાઈનલ પણ 26 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં યોજાશે. ટૂર્નામેન્ટમાં અનામત દિવસોની જોગવાઈ હશે જેમાં કોઈપણ મેચમાં વિક્ષેપ પડે તો બીજા દિવસે મેચ રમાશે.

રનર અપ રહી ચુકી છે ટીમ ઈન્ડિયા
છેલ્લો મહિલા T20 વર્લ્ડ કપ 2020મા ઓસ્ટ્રેલિયાના મેદાન પર રમાયો હતો. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપવાળી ભારતીય ટીમ ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી, પરંતુ ટાઇટલ જીતી શકી નહોતી. ટૂર્નામેન્ટની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 85 રનથી હરાવ્યું હતું. અત્યાર સુધી ભારતીય મહિલા ટીમ T20 વર્લ્ડ કપ જીતી શકી નથી, આ વખતે દેશને ટીમ પાસેથી ઘણી આશાઓ હશે.
દરેક ટીમ ગ્રુપ સ્ટેજમાં 4-4 મેચ રમશે
દરેક ટીમ ગ્રુપ સ્ટેજમાં ચાર-ચાર મેચ રમશે અને બંને ગ્રુપમાંથી ટોચની બે ટીમ સેમીફાઈનલ માટે ક્વોલિફાય થશે. ભારતની મહિલા ટીમ હાલમાં મહિલા એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારતે પોતાની શરૂઆતની મેચમાં શ્રીલંકા સામે શાનદાર જીત નોંધાવી હતી. સોમવારે ભારતે મલેશિયાને 30 રનથી હરાવી સતત બીજી જીત નોંધાવી હતી. મલેશિયા સામેની મેચ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી ન હતી અને ડકવર્થ-લુઈસ પદ્ધતિથી ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 181 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
આ પણ વાંચો - વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી ફ્લાઇટ ચૂક્યો તો સિલેક્ટર્સ બોલ્યા- તું હવે ઘરે જ રહે
Tags :
CricketGujaratFirstSportst20worldcupt20worldcup2023WomensT20WorldCup2023
Next Article