દક્ષિણ આફ્રિકા સામેની હારને ભૂલી આજે ટીમ ઈન્ડિયા જીતના ટ્રેક પર પરત ફરવાનો કરશે પ્રયત્ન
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માં અત્યાર સુધી ટીમ ઈન્ડિયા (Team India) બે મેચ રમી ચુકી છે. જેમાંથી તે પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ (PAK and NED) એમ બે ટીમને હરાવવામાં સફળ રહી છે. જ્યારે અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આજે એકવાર ફરી ટીમ ઈન્ડિયાની મેચ છે. તેની સામે આજે દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની હારને ભૂલી જીતના ટ્રેક ફરી પરત આવવાની તક છે. ભારત-બાંગ્લાદેશ બંને ટીમ મà
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માં અત્યાર સુધી ટીમ ઈન્ડિયા (Team India) બે મેચ રમી ચુકી છે. જેમાંથી તે પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ (PAK and NED) એમ બે ટીમને હરાવવામાં સફળ રહી છે. જ્યારે અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આજે એકવાર ફરી ટીમ ઈન્ડિયાની મેચ છે. તેની સામે આજે દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની હારને ભૂલી જીતના ટ્રેક ફરી પરત આવવાની તક છે.
ભારત-બાંગ્લાદેશ બંને ટીમ માટે આજની મેચ જીતવી જરૂરી
બુધવારે એડિલેડ ઓવલ ખાતે ભારત અને બાંગ્લાદેશ (IND vs BAN) વચ્ચે એક મોટી મેચ રમાવાની છે. ભારતીય ટીમ માટે આ મેચ જીતવી મહત્વપૂર્ણ છે. ભારતને છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો, તેથી આ મેચ જીતવી ટીમ માટે મહત્વપૂર્ણ બની ગઈ છે. દક્ષિણ આફ્રિકા સામેની હાર છતાં ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલમાં પહોંચવાની આશા હજુ પણ જીવંત છે. જોકે, તેના માટે તેણે તેની બાકીની બંને મેચો કોઇ પણ કિંમતે જીતવી પડશે. આ સમયે ટીમ ઈન્ડિયા સામે બાંગ્લાદેશનો પડકાર છે અને તે તેને હળવાશથી લેવાની ભૂલ નહીં કરે. બીજી તરફ બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટીમ ઈન્ડિયાને પલટવાર અંગે પહેલા જ ચેતવણી આપી દીધી છે. બંને ટીમો હાલમાં સેમીફાઇનલની રેસમાં છે, તેથી બંને વચ્ચે આજે રોમાંચક મેચની આશા છે.
ભારતને કોઈ પણ સંજોગોમાં જીતની જરૂર છે
જો ભારત આ મેચ જીતી જાય છે, તો તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી જશે અને સાથે જ તેનું સેમીફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત થઈ જશે. આ જ કારણ છે કે કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવવાના મૂડમાં નથી. કેએલ રાહુલ પર પણ આ મેચમાં રન બનાવવાનું દબાણ રહેશે. છેલ્લી ત્રણ ઇનિંગ્સમાં તે બેટથી નિષ્ફળ રહ્યો છે. જોકે, અંતિમ સમયે કેએલ રાહુલની જગ્યાએ કોઇ અન્ય ખેલાડીને પણ રોહિત શર્મા રમાડી શકે છે.
Advertisement
રોહિત શર્મા ટીમમાં કરી શકે છે ફેરફાર
ભારતીય કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની ટીમમાં યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ અને રિષભ પંતને તક આપી શકે છે. દિનેશ કાર્તિકની ફિટનેસ વિશે હજુ સુધી કોઈ અપડેટ બહાર આવ્યું નથી. આવી સ્થિતિમાં દિનેશ કાર્તિકની જગ્યાએ રિષભ પંત ટીમમાં સામેલ થઈ શકે છે. બીજી તરફ આર અશ્વિનની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલને તક આપવામાં આવી શકે છે. જ્યારે અક્ષર પટેલ દીપક હુડાને બદલે ટીમમાં સામેલ થઈ શકે છે.
મેચમાં વરસાદની સંભાવના કેટલી?
T20 વર્લ્ડ કપ 2022ની સુપર 12 મેચમાં આજે ભારત અને બાંગ્લાદેશની ટીમો આમને-સામને ટકરાશે. પરંતુ મેચ પર વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે. જો આ મેચ વરસાદના કારણે ધોવાઈ જાય છે તો ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન થઈ શકે છે. ભારત અને બાંગ્લાદેશના ચાર-ચાર પોઈન્ટ છે અને બંને ટીમો સેમીફાઈનલની રેસમાં છે. આ સંદર્ભમાં આજની મેચ ભારત માટે ઘણી મહત્વની છે. ઓસ્ટ્રેલિયાના હવામાનશાસ્ત્ર બ્યુરોના જણાવ્યા અનુસાર બુધવારે આકાશ વાદળછાયું રહેશે. વરસાદની સંભાવના 60 ટકા છે. સાંજના સમયે વરસાદની સંભાવના વધારે છે. દક્ષિણ-પશ્ચિમ દિશામાં 20 થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આગાહી એ પણ સૂચવે છે કે 0-2 મીમી વરસાદ સાથે તાપમાન 10 થી 17 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે વધઘટ થશે. શહેરમાં ભારે વરસાદને કારણે ભારતનું પ્રેક્ટિસ સેશન પણ મોકૂફ રાખવામાં આવ્યું છે.
બંને ટીમો:
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, આર. અશ્વિન, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, દિપક હુડા
બાંગ્લાદેશઃ શાકિબ અલ હસન (કેપ્ટન), નજમુલ હુસૈન શાંતો, સૌમ્ય સરકાર, અફિફ હુસૈન, મોસાદ્દેક હુસૈન, મેહદી હસન મિરાજ, શોરફુલ ઈસ્લામ, ઈબાદત હુસૈન, નુરુલ હસન (વિકેટકીપર), લિટન દાસ (વિકેટકીપર), તસ્કીન અહેમદ, હસન મહમૂદ, યાસિર અલી, નસુમ હુસૈન, મુસ્તાફિઝુર રહેમાન.