ગાઝિયાબાદની એક નાની બાળકીમાં જોવા મળ્યા મંકીપોક્સના લક્ષણ
વિશ્વના ઘણા દેશોમાં મંકીપોક્સનો ખતરો વધી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તેને પડકાર ગણીને ચિંતા વ્યક્ત કરી છે. WHOએ કહ્યું છે કે, જો સમયસર પગલાં લેવામાં આવે તો આપણે મંકીપોક્સને નિયંત્રિત કરી શકીએ છીએ. હવે આ વચ્ચે ઉત્તર પ્રદેશમાં ગાઝિયાબાદની એક 5 વર્ષની એક છોકરીને ફોલ્લીઓ અને ખંજવાળની ફરિયાદ થયા બાદ તેના નમૂના મંકીપોક્સની તપાસ માટે મોકલવામાં આવ્યા છે.મહત્વનું છે કે, અત્યાàª
વિશ્વના ઘણા દેશોમાં મંકીપોક્સનો ખતરો વધી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તેને પડકાર ગણીને ચિંતા વ્યક્ત કરી છે. WHOએ કહ્યું છે કે, જો સમયસર પગલાં લેવામાં આવે તો આપણે મંકીપોક્સને નિયંત્રિત કરી શકીએ છીએ. હવે આ વચ્ચે ઉત્તર પ્રદેશમાં ગાઝિયાબાદની એક 5 વર્ષની એક છોકરીને ફોલ્લીઓ અને ખંજવાળની ફરિયાદ થયા બાદ તેના નમૂના મંકીપોક્સની તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં મંકીપોક્સના ઘણા કેસ નોંધાયા છે. આ તમામ કેસ બ્રિટન, યુરોપિયન દેશો, ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સહિત 12 દેશોમાં જોવા મળ્યા છે. સાથે જ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. વળી ભારતમાં પણ મંકીપોક્સને લઇને કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશમાંથી એક નાની બાળકીને મંકીપોક્સ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે, હજુ સુધી તે વાત સ્પષ્ટ થઇ નથી. CMO ગાઝિયાબાદએ કહ્યું છે કે, "તેને અન્ય કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નથી અને ન તો તે કે તેના કોઈ નજીકના વ્યક્તિએ છેલ્લા 1 મહિનામાં વિદેશ પ્રવાસ કર્યો છે." તેમણે એમ પણ કહ્યું કે સાવચેતીના ભાગરૂપે સેમ્પલ મંકીપોક્સ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે, બિન-સ્થાનિક દેશોમાં મંકીપોક્સના વધતા કેસોની વચ્ચે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જારી કર્યાના ચાર દિવસ પછી આ ઘટનાક્રમ સામે આવ્યો છે.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જારી કરાયેલા 'મંકીપોક્સ ડિસીઝના સંચાલન અંગેની માર્ગદર્શિકા'માં, આરોગ્ય મંત્રાલયે નવા કેસોની દેખરેખ અને ઝડપી શોધ પર ભાર મૂક્યો છે, જોકે રોગચાળાને રોકવા માટેના મુખ્ય જાહેર આરોગ્ય પગલાં તરીકે માનવ-થી-માનવ ટ્રાન્સમિશનના જોખમને ઓછુ કરવાની જરૂરિયાતને ફરજિયાત બનાવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં અત્યાર સુધી મંકીપોક્સ વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી, તેમ છતાં બિન-સ્થાનિક દેશોમાં કેસોના વધતા અહેવાલોને ધ્યાનમાં રાખીને ભારતે તૈયાર રહેવાની જરૂર છે.
Advertisement