ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભુજમાં 'બદ્રિકાશ્રમ' ખાતે 'ગો મહિમા દર્શન'ના નામે આકાર લઈ રહ્યુ છે એક વિશાળ અને અનોખું પ્રદર્શન

સ્વામિનારાયણ મંદિર ભુજમાં બિરાજતા શ્રી નરનારાયણદેવની સ્થાપનાને થતાં 200 વર્ષના દ્વિશતાબ્દી મહોત્સવને નિમિત્ત બનાવીને મિરઝાપરની બાજુમાં 222 એકર જમીનમાં નિર્માણ થઇ રહેલ બદ્રિકાશ્રમ ધામ ખાતે 18 થી 26 એપ્રિલ સુધી થનાર મહોત્સવ માં જોવા મળનાર અનેક આકર્ષણો સાથે લગભગ અઢી એકર જમીનમાં સંપૂર્ણ ગાય માતાને સમર્પિત 'ગો મહિમા દર્શન' ના નામે એક વિશાળ પ્રદર્શન આકાર લઈ રહ્યું છે.કચ્છની કાંકરેજ ગાà
03:03 PM Feb 26, 2023 IST | Vipul Pandya
સ્વામિનારાયણ મંદિર ભુજમાં બિરાજતા શ્રી નરનારાયણદેવની સ્થાપનાને થતાં 200 વર્ષના દ્વિશતાબ્દી મહોત્સવને નિમિત્ત બનાવીને મિરઝાપરની બાજુમાં 222 એકર જમીનમાં નિર્માણ થઇ રહેલ બદ્રિકાશ્રમ ધામ ખાતે 18 થી 26 એપ્રિલ સુધી થનાર મહોત્સવ માં જોવા મળનાર અનેક આકર્ષણો સાથે લગભગ અઢી એકર જમીનમાં સંપૂર્ણ ગાય માતાને સમર્પિત "ગો મહિમા દર્શન" ના નામે એક વિશાળ પ્રદર્શન આકાર લઈ રહ્યું છે.
કચ્છની કાંકરેજ ગાય અને દેશી ગોવંશને સમાજ માં પુનઃ માનભર્યું સ્થાન મળે એવા એકમાત્ર ઉદ્દેશ્ય સાથે ભુજ મંદિરના પૂ મહંત સ્વામીની આજ્ઞા અને આશિર્વાદ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળના એક સુરના સહયોગથી ચાલતાં ગાય આધારિત ખેતી અભિયાન-કચ્છના મુખ્ય માર્ગદર્શક શાસ્ત્રી  દેવચરણદાસજી સ્વામી અને તેમની અનુભવી ટીમના સીધા દીશા નિર્દેશથી તૈયાર થતાં આ પ્રદર્શનના પ્રવેશમાં આબેહૂબ જેવી દેખાતી ગાયમાતાની વિશાળ પ્રતિમા સ્થાપિત થશે જે દુરથી જ સૌનું ધ્યાન ખેંચીને મહોત્સવમાં આવનાર ને પ્રદર્શન સ્થળ સુધી ખેંચી લાવશે.
આ પ્રદર્શન સ્થળે સાચી ગાયો, સાચી ખેતી, સાચો ખેડુત પરિવાર, સાચી ગૌશાળા, સાચાં ઝુંપડા અને ગાયના દૂધનું દોહન કરતો ગોપાલક પરિવાર સહિત અહીં જે કઇ જોવા મળશે તે પ્રાયોગિક (પ્રેકટીકલ) હશે જેનું અનુકરણ દરેક ખેડૂત, ગોપાલક અને કોઇ પણ વ્યક્તિ પોતપોતાના સ્થાને પોતાની રીતે કરી શકશે. વિશાળ સાચુકલી ખેતી ઉપરાંત ત્રણ મોટા વાતાનુકૂલિત તંબૂ (ડોમ) માં થનાર પ્રદર્શનમાં ભારતના વિવિધ પ્રદેશની દેશી ગાયોની ઓળખ, દેશી ગાય અને જર્શી પશુ વચ્ચેનો હ્રદય સ્પર્શી સંવાદ, વિશાળ વાતાનુકૂલિત થીયેટર માં ગાયની આત્મકથાનું ચલચિત્ર (ફિલ્મ), ગાય સાથે જોડાયેલ વીરતાનો ઇતિહાસ દર્શાવતો કઠપૂતળી ખેલ (પપેટ શૉ), ગાય આધારિત ઉત્પાદન નું પ્રશિક્ષણ અને વેચાણ કેન્દ્ર હશે અને છેલ્લે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગાયના દુધના દહીં થી બનેલ સંપૂર્ણ પ્રાકૃતિક, સ્વાદિષ્ટ અને લાઇવ "ગો અમૃત લસ્સી" સૌનાં હ્રદયને ટાઢક આપશે.
ભુજ મંદિર અને સલગ્ન સંસ્થાઓ દ્વારા વર્ષોથી ગાયોના નિભાવ અને સંવર્ધન માટે થતા અવિરત પ્રયાસો માહિતી પણ દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે સંપૂર્ણ પ્રદર્શનની ખાસ વિશેષતા એ રહેશે કે તેની દિવાલો અને ફ્લોર નું પવિત્ર ગોબરથી લીંપણ થશે અને નરનારાયણ નગર - સુખપર ના સાંખ્યયોગી બહેનો અને યુવક તથા યુવતી મંડળના અનેક સભ્યો દ્વારા  ગાયના છાણ માં હાથ રગદોડીને બે મહિનાની સખત મહેનત થી તૈયાર થયેલ ગોબરની રંગબેરંગી વિવિધ વસ્તુઓ થી સંપૂર્ણ સુશોભન કરવામાં આવશે.
જાણીતા ગોપ્રેમી અને સમિતિના સભ્ય મેઘજીભાઈ હીરાણીએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ગાયને સમર્પિત દેશની અનેક સંસ્થાઓ અને નિષ્ણાંતોની પ્રત્યક્ષ મુલાકાત લઈને મેળવેલ જાત માહિતીના આધારે સંતો, સાંખ્યયોર્ગી બહેનો સાથે અનેક સેવાભાવી સત્સંગી ભાઇઓ બહેનો અને ગાય સમર્પિત કાર્યકર્તાઓ ની રાતદિવસની અથાગ મહેનત થી છેલ્લા એક મહિનાથી તૈયાર થતાં આ પ્રદર્શનમાં અત્યાર સુધી ક્યાંય ન જોયું કે જાણ્યું ન હોય તેવી માહિતી મળશે તે નક્કી છે. આ પ્રદર્શન ખુલ્લું મુકવાની તારીખ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો - ખેડા જિલ્લાના યુવાન ખેડૂતે સરકારી સબસીડીથી કર્યુ કંઇક એવું કામ, આજે વર્ષે છ લાખ રૂપિયાની કરે છે કમાણી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BhujBicentenaryFestivalGujaratGujaratFirstGujaratiNewsKutchSwaminarayanMandir
Next Article