Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જ્ઞાનવાપીમાં પૂજા કરવાની ઇચ્છા રાખી રહેલા સ્વામી અવિમુક્તેશ્વરાનંદને પોલીસે કર્યા નજરકેદ, ધરણા પર બેઠા

દેશમાં બેરોજગારી અને મોંઘવારીને સાઈડમાં કરતા જ્ઞાનવાપીના મુદ્દાની હાલમાં વધારે ચર્ચા કરવામાં આવી રહી છે. જ્ઞાનવાપીને લઇને છેલ્લા ઘણા સમયથી હિન્દુઓનું કહેવું છે કે, ત્યા શિવ ભાગવાનનું શિવલિંગ છે. જોકે, હાલમાં આ મુદ્દો કોર્ટમાં છે. મહત્વનું છે કે, જ્ઞાનવાપીને લઈને આજે નવો વિવાદ શરૂ થયો છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આજે શનિવારે જ્ઞાનવાપીમાં પૂજા કરવાની જાહેરાત કરી હતી, પરંતુ તà
જ્ઞાનવાપીમાં પૂજા કરવાની ઇચ્છા રાખી રહેલા સ્વામી અવિમુક્તેશ્વરાનંદને પોલીસે કર્યા નજરકેદ  ધરણા પર બેઠા
દેશમાં બેરોજગારી અને મોંઘવારીને સાઈડમાં કરતા જ્ઞાનવાપીના મુદ્દાની હાલમાં વધારે ચર્ચા કરવામાં આવી રહી છે. જ્ઞાનવાપીને લઇને છેલ્લા ઘણા સમયથી હિન્દુઓનું કહેવું છે કે, ત્યા શિવ ભાગવાનનું શિવલિંગ છે. જોકે, હાલમાં આ મુદ્દો કોર્ટમાં છે. મહત્વનું છે કે, જ્ઞાનવાપીને લઈને આજે નવો વિવાદ શરૂ થયો છે. 
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આજે શનિવારે જ્ઞાનવાપીમાં પૂજા કરવાની જાહેરાત કરી હતી, પરંતુ તેમને મઠની અંદર જતા રોકી દેવામાં આવ્યા હતા. અને હવે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ આને લઈને વારાણસીમાં ધરણા પર બેઠા છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ કહે છે કે, તેમને જ્ઞાનવાપીમાં પૂજા કરવાની છૂટ હોવી જોઈએ. પૂજા પર અડગ રહેલા સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પોતાના આશ્રમમાં જ ધરણા કર્યા છે. મહત્વનું છે કે, પોલીસે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને આજે નજરકેદ કરી લીધા છે. જ્ઞાનવાપી મસ્જિદ સર્વે દરમિયાન સંતો સાથે મળી આવેલા શિવલિંગ પર તેમના દ્વારા જલાભિષેકની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી વારાણસીના કેદાર ઘાટ અને તેની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આ જલાભિષેકનો કાર્યક્રમ આજે એટલે કે 4 જૂન યોજાવાનો હતો. જોકે, આ પહેલા પોલીસ તેમના ઘરે પહોંચી અને તેમને નજરકેદ કરી દેવામાં આવ્યા. 
આ પહેલા સ્વામી અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું હતુ કે, તેઓ 70 લોકો સાથે જ્ઞાનવાપી જશે અને શિવલિંગ પર પૂજા કરશે. વારાણસી પોલીસે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને જ્ઞાનવાપી જવાની પરવાનગી આપી નહોતી. તેમણે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને વિદ્યા મઠના ગેટ પર રોક્યા. પોલીસે આશ્રમના ગેટ પર બંદોબસ્ત વધારી દીધો છે. પરિસરના કોર્ટ દ્વારા દેખરેખ કરાયેલા સર્વે દરમિયાન જ્ઞાનવાપી સંકુલમાં શિવલિંગ જેવી રચના મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી જ આ મુદ્દો સમગ્ર ભારતમાં ચર્ચાનો વિષય બન્યો છે. 
ઉલ્લેખનીય છે કે, કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી સંકુલમાં શૃંગાર ગૌરી સ્થળ પર પૂજા માટે પ્રવેશ મેળવવાની માંગ કરતી પાંચ હિન્દુ મહિલાઓ દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો. પિટિશન દાખલ થયા બાદ શહેરની એક નીચલી કોર્ટે જગ્યાના વિડીયો સર્વેનો આદેશ આપ્યો હતો. સર્વેક્ષણ બાદ હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે, પરિસરમાં એક 'શિવલિંગ' મળી આવ્યું હતું. જોકે, મુસ્લિમ પક્ષે કહ્યું કે, આ વસ્તુ "વઝુ ખાના" માં પાણીના ફુવારા પ્રણાલીનો ભાગ હતો. વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટ 4 જુલાઈએ અરજીની જાળવણી પર દલીલો સાંભળશે.
Advertisement
Tags :
Advertisement

.